રવિવાર, 18 નવેમ્બર, 2012

એકચિત્ત ધ્યાનાવસ્થાપર પ્રકાશનો શેરડો - ભાગ ૨ - જુલી ગિયૂલ્યૉની

એકચિત્ત ધ્યાનાવસ્થાપરના પહેલા ભાગ ના લેખમાં આપણે જોયું કે એકચિત્ત ધ્યાનાવસ્થા શું છે અને તે શી રીતે કામ કરે છે તે બાબતે લોકો આપણા મગજને કેટલી હદ સુધી ધક્કે ચડાવે છે. મેં મારો મત પણ જણાવ્યો હતો કે આપણામાંના ૯૦% લોકો એવું માને છે કે એકચિત્ત ધ્યાનાવસ્થા એ લાંબા-ગાળાના વિકાસ, પરિણામો અને સફળતામાટે જોખમી છે. અને તેથી, એકચિત્ત ધ્યાનાવસ્થાને બીજો, વધારે સ્થાયી અને આનંદદાયક, ચહેરો પણ હોવાની શક્યતા છે,એવું સૂચવ્યું પણ હતું.

એકચિત્ત ધ્યાનાવસ્થાનું પદાર્થવિજ્ઞાન
આપણે માધ્યમિક શાળાં ભણ્યા હતાંકે 'કેન્દ્રબિંદુ' પર પ્રકાશનાં કિરણો એકત્ર થાય છે.અને તેમ છતાં આપણામાંના ઘણાં લોકો એ તેને મનોમન જ એક કઠણ,જોરમતલબી અને હઠાગ્રહી કલ્પી લીધેલ છે.મારી જિંદગીમાં તો મેં એકચિત્ત ધ્યાનાવસ્થાને મક્કમ અને નક્કર અનુભવી છે, એક એવું ચાલક બળ જેને કારણે,ઘણી વાર, કોઇપણ  ભોગે, વિકાસની આગેકૂચ અટકી નથી.
 અમેરિકાનો ૪૦ % કર્મચારી વર્ગ થાકી ગયેલ છે.
'નીચોવાઇ' ગયા હોવાની લાગણી તેની પરાકાષ્ઠાએ છે.  
 પ્રેરણા અને સંલગ્નતા તેનાં સ્વીકાર્ય સ્તરથી પણ નીચલાં સ્તરે જઇ બેઠી છે.   
શું આ પરિસ્થિતિની પાછળ આપણી એક્ચિત્ત ધ્યાનાવસ્થા પરનું દબાણ કારણભૂત છે?
પરતુ જો આપણ તેને પદાર્થવિજ્ઞાનની વ્યાખ્યા - પ્રકાશ કિરણોનું એકત્રીકરણનું સ્થાન - ની જેમ નવેસરથી માળખામાં ગોઠવી શકીએ તો તે ઉર્જાનો સ્ત્રોત બની રહી શકે. તે હળવેથી,નાચતી કુદતી રહીને કોઇ જાતનાં પ્રયાસ કે દબાણ વિના જ અવકાશને ભરી દઇ શકે, જેમ પોતાના માર્ગમાં આવતી દરેક વસ્તુને પ્રકાશ અજવાળાંનાં પુંજથી ભરી દે છે. એકચિત્ત ધ્યાનાવસ્થાનો આ, વધારે નરમ, વધારે પ્રવાહી અને વધારે મુક્ત, વૈકલ્પિક ચહેરો છે.
પ્રકાશની દિશામાં આગળ વધો
એકચિત્ત ધ્યાનાવસ્થાના નવાં માળખા જેટલી સામાન્ય વાતથી આપણા અંગત તેમ જ વ્યાવસાયિક ધ્યેયસિધ્ધિ અને સફળતા માટેનો અભિગમ કેળવવાનો સ્થાયી માર્ગ મળી શકે ખરો? ચાલો, આપણે આ પ્રકાશાચ્છાદીત એકચિત્ત ધ્યાનાવસ્થા અભિગમો પર એક નજર કરીએઃ
પથદર્શક જિજ્ઞાસાઃ "જાણીએ છીએ"ની મક્કમ, પ્રતિબધ્ધ સંવેદના એવી સ્ફટીક સમી સ્પષ્ટ એકચિત્ત ધ્યાનાવસ્થાને જન્મ આપે છે જે તેની આસપાસનું  બધુંજ સ્વાભાવિકપણે ધુંધળું અને વિકેન્દ્રીત બનાવી દે છે.  જ્યારે જિજ્ઞાસા નવા પરિપ્રેક્ષ્ય, વિચારો અને ઉર્જાને આપણી અંદર ઉતારતા, અને આપણે જે કંઇ મેળવવા પ્રયત્ન કરી રહ્યાં હોઇએ તેમાં નવા પ્રાણ પૂરે તેવા, એક ખાસ પ્રકારના 'આવરણીય દ્રષ્ટિકોણ'ને કેળવે છે.
તમારી તંદુરસ્તીની મૂડીમાં રોકાણ કરોઃ તમારાં મમ્મી યોગ્ય ખોરાક, કસરત અને પૂરતા આરામ વિષે જે કંઇ કહેતાં તે બધું સાચું પડી રહ્યું છે. જીમ લૉય્હર અને ટૉની શ્વારત્ઝ, તેમનાં પુસ્તક 'પૂર્ણ સંલગ્નતાની શક્તિ / The Power of Full Engagementમાં પ્રતિપાદીત કરે છે કે ' શક્તિ આપણું સહુથી વધારે મૂલ્યવાન સંસાધન છે, નહીં કે સમય.' એ શક્તિ માટે જરૂરી છે કે આપણે આપણાં શરીરને ઇંધણ આપતાં રહીએ અને તેની પૂરતી કાળજી લઇએ. અને તેમ છતાં- માત્ર એકચિત હોવાને કારણે - આપણે કેટલી વાર જમવાનું કે કસરત કરવાનું ચૂકી જાઇએ છીએ - કે યોગ્ય સમયે પાણીપેશાબ જેવી પાયાની પ્રવૃતિઓ કરવામાં પણ ઢીલ કરતાં હોઇએ છીએ?
વધો, વિકસો અને શીખોઃ પ્રશિક્ષણના વર્ગો ભરો. પુસ્તકો વાંચો.વધારાનું જ્ઞાન અને હુન્નર તમને તમારા હાથપરનાં કામને સંભાળવામાં વધારે અસરકારક થવામાં મદદરૂપ થશે.પણ તેથી વશારે મહત્વનું એ છે કે કાર્યમૂલક શિક્ષણની પ્રક્રિયા આપણાં મગજ ને વધારે સ્થિતિસ્થાપક બનવામાં મદદ કરે છે.તેને કારણે નવાં ચેતા જોડાણો બનતાં જ રહે છે,જેનાથી આપણી બધી જ નવી પ્રવૃતિને ટેકો મળી રહે છે,મગજનો સતત વિકાસ થતો રહે છે અને વધતી જતી વયને કારણે વૈચારિક શક્તિ શિથિલ નથી થઇ જતી.  
માનસીક સતર્કતા સજ્જ રાખોઃ કંઇક કરતા રહેવાની હડબડાહટને બદલે અસ્તિત્વની શાંત સંવેદના  આત્માને પોષે છે અને જુસ્સો પ્રજ્વલિત રાખે છે. વૈજ્ઞાનિક રીતે પણ સિધ્ધ થયું છે કે તેનાથી શારીરીક તંદુરસ્તી પર પણ પ્રગાઢ સકારાત્મક અસર પડે છે.
વિરામ લોઃ મશીનને પણ થોડા થોડા સમયે બંધ કરાતાં હોય છે. આપણે એક કદમ ખસી જવાનું શીખવાની જરૂર છે.કોઇક શોખ કેળવો. થોડી મજામસ્તી કરો. જે લોકો હાથ પરનાં કામ કે સમસ્યા વિષે સતત, એકધારૂં, વિચાર્યા કરે છે તેઓ દિવાસ્વપ્નમાં સરી પડતાં કે ખાલી નજરે તાક્યા કરતાં જોવા મળે છે. વધારે ખરાબ કિસ્સાઓમાં કોઇ કોઇ ચિંતામાં ને ચિંતામાં હતાશ થઇ જતાં જોવા મળે છે, કારણકે એકધારી ચિંતા કર્યે રાખવાથી કંઇ ઉપાયને નજર સામે તો નથી આવી જતો. પણ થોડું ખસી જાઓ,એકચિત્તાવસ્થા થોડી હળવી કરો,બીજી કોઇ બાબત પર ધ્યાન લઇ જાઓ,અને વાહ, લો! નવો ઉપાય આસમાનમાંથી જાણે ટપકી પડ્યો.
એકચિત્તાવસ્થાની બાબતમાં અતિ એકાગ્રતાને બદલે, થોડી નરમાશ વધારે અકસીર પરવડતી જોવા મળે છે. ઉગ્રતાને બદલે થોડી નરમાશથી કામ લઇએ અને ખુબ હળવાશથી કમ બાબતની એકાગ્રતા ભણી આગળ  ધપીએ તો જીવનપર્યંત શક્તિ અને પ્રયત્નોને ટકાવી શકાય. તમારૂં શું માનવું છે?
ચિત્ર સૌજન્યઃ Freedigitalphotos.net

*       મૂળ લેખ, Shining a Light on Focus,  લેખિકા,Julie Giulioni,ની વૅબસાઇટ,www.juliewinklegiulioni.com  પર        ૬ નવેમ્બર,૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ.


જુલી વિંકલ ગિયૂલ્યૉની પોતાની  વેબસાઇટને ઑનલાઇન ઘર કહે છે, જ્યાં તેઓ તેમનો વ્યવસ્યાય, બ્લૉગ અને તેમનાં બૅવર્લી કૅસાથે લખેલ પુસ્તક 'ક્યાં તો તેમનો વિકાસ જૂઓ નહીં તો તેમને જતાં જૂઓ'/Help Them Grow or Watch Them Go ની ત્રેવડી ભૂમિકા ભજવતાં રહે છે.
સંચાલકો પાસે, કર્મચારીઓને સંસ્થામાં ટકાવી રાખવા માટે, તેમને સંલગ્ન રાખવા માટે, તેમની ઉત્પાદકતા ટકાવી રાખવા માટે અને સાતત્યસભર પરિણામો માટે, ઉપલબધ એક સશક્ત સાધન - કર્મચારી સાથે મુક્ત સંવાદ - રહેલું છે,જેનો સહુથી અસરકારક ઉપયોગ કરવામાટેની વાત તેમનું આ નવું પુસ્તક આપણી સાથે કરે છે.
તો તેમનો વિકાસ જૂઓ નહીં તો તેમને જતાં જૂઓ'/Help Them Grow or Watch Them Go એ વ્યાવહારિક સૂચનો,માર્ગદર્શીકાઓ અને નમૂનાઓ તેમજ ઢગલાબંધ સૂચિત સંવાદ -જનક સવાલો,સચિત્ર કથાઓ, અવતરણો અને સંચાલ્ક-કર્મચારીના રોજબરોજના પરિપ્રેક્ષ્યની વાતોથી થી ઠસોઠસ ભરેલ છે. અહીં એક એક સંવાદ એ એકે કે કારકિર્દીને કેમ સંવારી શકે તેમ છે તે આપણે સચોટપણે જોઇ અને અનુભવી શકીએ છીએ.
અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદǁ નવેમ્બર ૧૮,૨૦૧૨