સોમવાર, 5 નવેમ્બર, 2012

શ્રીદેવી વિરુધ્ધ વાક્દેવી - દેવદત્ત પટ્ટનાઇક

મારો અભિપ્રાય કહેતાં મારી જાતને રોકી નથી શકતો. પુરૂષ દિગ્દર્શકો અને અભિનેતાઓ વિદ્યાર્થીઓ અને રોમાંસ પરની અવાસ્તવિક ફિલ્મો બનાવીને બૉક્ષ ઑફિસની બારીએએ ટંકશાળ પાડે છે, ત્યારે એક સમજુ મહિલા દિગ્દર્શીકા એક પ્રૌઢ અભિનેત્રીને, ભાષા,અર્થપુરઃસરતા અને પુષ્ટિકરણને આવરી લેતી, પીઢ ભૂમિકામાં રજૂ કરે અને શ્રોતાગણમાંના મોટાભાગનાં લોકોના ચહેરા પર હાસ્ય રેલાવી દે એ ઘણી રાહતની વાત છે. કંઇક અંશે,પણ, આપણે મોટા થયા એ વાતનો આનંદ છે!

હવે પૌરાણિક કથાઓ તરફ વળીએ. બહુ જ જૂદાં કારણોસર 'ઇંગ્લીશ વિંગ્લીશ' બે દેવીઓ - સંપત્તિ અને મોહિનીની દેવી,શ્રીદેવી,અને વાણી અને અર્થપુરઃસરતાની દેવી, વાક્દેવી- તરફ ધ્યાન ખેંચે છે. બન્ને દેવીઓનો રૂગ્વેદમાં ઉલ્લેખ છે, આમ, આપણી જાણની, તે સહુથી પ્રાચીન દેવીઓ છે.

શ્રીદેવી એ ભુદેવી,પૃથ્વી,થી અલગ છે.બન્ને લક્ષ્મીનાં સ્વરૂપ છે.પણ શ્રીદેવી એ અંગત સંપત્તિ છે , જ્યારે ભુદેવી એ સાર્વત્રીક કુદરતી સંપત્તિ છે.ભુદેવી એ પૃથ્વી છે, જ્યારે શ્રીદેવી એ સાધન અને સંપત્તિ અને તેની સાથે સકળાયેલ ચમક દમક અને ઠાઠમાઠ છે. બન્ને વિષ્ણુની પત્નીઓ છે,ખાસ કરીને દક્ષિણની વૈષ્ણવ પ્રથાઓ  મુજબ. વિષ્ણુ ભુદેવીની સંભાળ રાખે છે અને શ્રીદેવી તેને બદલે મળતો પુરસ્કાર છે.અથવા એમ પણ કહી શકાય કે, કારણ કે શ્રીદેવી વિષ્ણુનાં પત્ની છે, એટલે તેમણે ભુદેવીની સંભાળ લેવી જ રહી. પરંતુ, શ્રીદેવી થોડે અંશે નરમ અને ધીરજવાળી ભુદેવીની અદેખાઇ નથી કરતાં, જેટલી હદે તે વાક્દેવીને ધિક્કારે છે તે હદે તો નહીં જ.
વાક્દેવી એ વાણી,નાદ અને ભાષાનાં દેવી છે. તેમનો સરસ્વતી સાથે ગાઢ સંબંધ છે. તે થોડાં વાંકડાંવાળાં હોવાથી, કોઇને, ક્યારે પણ પસંદ કરતી કે નાપસંદ કરતી સંપત્તિની સરખામણીમાં, તેમને મેળવવા માટે ખાસ્સી મહેનત કરવી પડે છે.  શ્રીદેવી થોડાં મનતોરી છે, એટલે રીજી ગયા પછી તે ક્યારે પણ મોં ફેરવી પણ લે, જ્યારે વાક્દેદેવી સદા વફાદાર રહે છે.
પછીની પૌરાણિક કથઓ કે લોકવાયકાઓ પ્રમાણે શ્રીદેવી અને વાક્દેવી, અથવા તો એમ કહીએ કે  લક્ષ્મી અને સરસ્વતી, એકબીજાંને ધિક્કરે છે.તેઓ હંમેશ ઝઘડતાં જ રહે છે. તેમનો ઝધડો એટલો વકરી ગયો હતો કે વિષ્ણુએ શાંતિ મેળવવા માટે બેમાંથી એકને છોડી દેવાં પડેલ. વિષ્ણુનાં પ્રાચીન ચિત્રોમાં બન્ને દેવીઓ વિષ્ણુને ડાબે અને જમણે ઊભેલાં જોવા મળે છે. આજે પણ, ઉડીસા, પુરીમાંનાં જગન્નાથનાં મંદિરમાં બન્ને દેવીઓ મુખ્ય મૂર્તિની આજુબાજુ બિરાજમાન જોવા મળે છે. પરંતુ પાછળથી,વાક્દેવી ગુમ થઇ ગયાં. ક્યાં જતાં રહ્યાં? લોકપ્રિય કથાઓ પ્રમાણે તેઓ બ્રહ્માનાં પત્ની બની ગયાં. કેટલાંક્નું કહેવું છે કે તેઓએ વિષ્ણુની જીભનાં ટેરવાંપર છૂપો વાસ કરી લીધો, જ્યારે શ્રીદેવી વિષ્ણુના હૃદયમાં અને પગ પાસે સ્થાન લીધું છે.
મોટા ભાગનાં લોકોની દ્રષ્ટિએ અર્થોપાજન માટે જ્ઞાન મદદરૂપ પરવડે છે; કમ સે કમ, કંઇ મજૂરી કરવા માટે કંઇ હુન્નર શીખવો પડે કે નોકરી મેળવા માટે કંઇ ભણવું પડે કે વેપાર-ઉદ્યોગ શરૂ કરતાં પહેલાં માર્કેટીંગ કે વેચાણ કળા કે નાણાં સંચાલન શીખવું પડે. તો પછી, બે દેવીઓ વચ્ચે ઝઘડો શેનો છે? એ માટે આપણે ડહાપણ આપનારાં સરસ્વતી અને ધનવૃધ્ધિ માટે કારણભૂત એવાં જ્ઞાન અને હુન્નર આપનાર વિદ્યાલક્ષ્મી વચ્ચેનો તફાવત સમજવો પડશે. ડહાપણનો અભાવ હોય ત્યારે માત્ર સંપત્તિનું જ મહત્વ રહે છે. ડહાપણ સંપત્તિને મગજ પર છવાઇ જવા દેવાને બદલે જીવનમાં યથોચિત સ્થાન બક્ષે છે. એટલે સ્વાભાવિક છે કે શ્રીદેવી ને વાક્દેવી જોડે બહુ બનતું ન હોય.
'ઈંગ્લીશ વિંગ્લીશ'ની શરૂઆતમાં તો સમાજના ઘટના ક્રમમાં ટકી રહેવા માટે, ભાષાના સાધન તરીકે ઉપયોગ દ્વારા વાક વિદ્યાલક્ષ્મી સ્વરૂપે જોવા મળે છે. બોલચાલનાં અંગ્રેજીને વેંચતી, ટીવી ચેનલો પરની જાહેરાતોમાં પણ આ બાબત જોવા મળે છે. પરંતુ જેમ જેમ ભાષાની સરખામણીમાં સન્માન,ગરિમા,સંવેદના અને સમજણનું મહત્વ સમજાતું જાય છે તેમ તેમ વાકનું સરસ્વતીમાં રૂપાંતર થતું જોવા મળે છે. સમગ્ર ફિલ્મ દરમ્યાન,નાયિકા શ્રીદેવીએ, ધીરજવાન,સહનશીલ અને સદાય અવગણના થતી,કુટુંબને ટકાવી રાખનાર, ભુ-દેવીની ભૂમિકા ભજવી છે.
*        સનડે મિડડેની દેવલોક આવૃતિમાં ઑક્ટૉબર ૧૪, ૨૦૧૨ના રોજ પ્રકાશિત થયેલ.

v અસલ અંગ્રેજી લેખ, Sridevi Versus Vakdevi , લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ઑક્ટૉબર ૨૯,૨૦૧૨ ના  રોજ Articles, Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો