શુક્રવાર, 15 ફેબ્રુઆરી, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૧


| ૨૫ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણાં જીવનનાં એક વર્ષ પહેલાંનિ સ્થિતિ પર ડોકીયું કરીએ. જે આપણા કહ્યામાં હોય તેવા બધાં 'સ્માર્ટ' [SMART(!) ને પણ યાદ કરીને] લોકોને એકઠા કર્યાં છે. આપણે "એક માઇલની ઉંચાઈ"નાં સ્તર પર જઇને તેમના તરફ નજર કરીએ અને તેમણે રોકેલો વિસ્તાર યાદમાં નોંધી લઇએ. એ વિસ્તારને આપણે 'એક માઇલ ઊંચું પરિબળ' કહીશું.
હવે, પાછાં વર્તમાનમાં આવી જઇને  એ ઘટના ફરીથી કરીએ અને એ 'એક માઇલ ઉંચાં પરિબળ'ને ફરીથી જોઇએ.પહેલાં કરતાં કંઇ સુધારો દેખાય છે? કે પછી કંઇ ઓછું થયેલું લાગે છે? સારૂં, તો કેટલું સારૂં?  જે ઝડપથી 'એક માઇલ ઉંચું પરિબળ' વિકસતું દેખાય તે આપણા પોતાના વિકાસની નિશાની છે.
'એક માઇલ ઊચું પરિબળ' પોતાની મેળે તો વિકસવાનું નથી, આપણે તેના વિકાસમાટે સભાન પ્રયત્નો કરવા પડશે.
આવતાં વર્ષે 'એક માઇલ ઊચું પરિબળ' હજૂ વધારે વિકસાવવા માટે શું કરીશું?

| ૨૮ ઑક્ટૉબર, ૨૦૦પના રોજ પ્રકાશીત થયેલ
તાજેતરની એક રૂબરૂ મુલાકાતમાં મને સવાલ પૂછાયો કે, "સફળતાનો તમારો માપદંડ શું છે." મને ઉપરોક્ત વાક્ય યાદ આવી ગયું. બસ, આ સવાલનો મારો એ જવાબ છે.
(અસ્વીકરણ: આ શબ્દપપ્રયોગ મારો બનાવેલો નથી, તેમ જ સહુથી પહેલાં તેનો કોણે ઉપયોગ કર્યો હતો, તે પણ યાદ નથી.)
એક સેકંડમાટે ફરીથી તેના વિષે વિચારીએ. મોટા ભાગે, તાજેતરમાં મળ્યાં હોય એવાં કોઇને પ્રભાવીત કરવું સહેલું છે. તેઓ આપણને ઓળખતાં નથી હોતાં, અને જ્યારે કોઇ પહેલી વાર મળે, ત્યારે તેઓને શું સાંભળવા મળે? આપણી સફળતાઓને સિધ્ધિની ગાથાઓ અને વળી આપાણે આ કે પેલું કરવામાં કેટલાં માહેર છીએ તેની વાતો.  બીજી રીતે કહીએ તો, તેમને આપણું શ્રેષ્ઠ ચિત્ર જ રજુ થતું જોવા મળશે. હજુ નવોસવો સંબંધ હોય, ત્યાં આપણને મુંઝવણ કે અડચણ પડે એવી વાતો તો ક્યાંથી જ થાય?  એટલે આપણે બેધડક વાત કરતાં રહી શકીએ છીએ.
હવે જે લોકો આપણી નજદીક છે તેમની વાત કરીએ. તેઓ તો, બીજાં કરતાં, આપણને સારી પેઠે જાણતાં હોય છે. એટલે તેમની સામે શ્રેષ્ઠ ચિત્ર રજુ કરવાનો પ્રશ્ન પેદા નથી થતો. પ્રયત્ન કરવાં વાંધો નહીં.પણ આ લોકોને આપણી ઉજળી અને નબળી, બન્ને, બાજૂઓ ખબર જ હોય છે. એટલે, આપણી નજદીકનાં લોકો આપણને માન અને પ્રેમથી જૂએ, તેમાટે આપણે "ખાસ" હોવું જરૂરી છે. આપણી નજદીકનાં લોકોનું માન મેળવતાં રહેવા માટે ખાસ મહેનત કરતાં રહેવું પડે.
જે પૈકી, આટલું મને ધ્યાન પર આવે છે:
* સારાં થવાનો દેખાવ કર્યે ના ચાલે, ખરા અર્થમાં,સારૂં થવું પડે
* પરવા કરવાનો દેખાવ કર્યે ના ચાલે; ખરા અર્થમાં, પરવા કરવી પડે 
* પ્રમાણીક થવાનો દેખાવ કર્યે ના ચાલે; ખરા અર્થમાં, પ્રમાણીક થવું પડે
આ ઉપરાંત બીજા આવા મુદ્દાઓ હોઇ શકે છે. આપણી નજદીકનાં લોકોનું માન મળતું રહે તેમ કરવા માટે આ યાદીને વખતોવખત ચકાસી જઇ ને, યથોચિત કરી બતાવવું પડતું રહેવું પડે.

| ૩૦ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આ પહેલાં તમે કદી મુક્કાબાજીના મુકાબલામાં ભગ લીધો છે ખરો?
મોટા ભાગનાં લોકોનો જવાબ "ના" જ હોવાનો, એ તો નક્કી છે. એટલે કે જો એ સવાલને તેનાં શાબ્દિક સ્વરૂપે વિચારીએ તો. આમ તો આ થોડો અટકચાળો સવાલ છે. જુઓ, હું સમજાવું કે આપણે દરરોજ મુક્કાબાજીના મુકાબલામાં શી રીતે ભાગ લઇએ છીએ, અને હારી જતાં રહીએ છીએ.
જ્યારે આપણે કોઇને પહેલી વાર મળીએ અને એકબીજાંને ઓળખવાની કોશીશ કરતાં હોઇએ છીએ, ત્યારે પહેલાં થોડી મિનિટો તો પોતપોતાની 'તોપ' કહેવાનો દૌર ચાલે.  ચાલો, આપણે આવું એક દ્રશ્ય ખડું કરીએ. જનક જ્યોતિને મળે છે અને વાતચીત શરૂ થાય છે. જનક પોતા વિષે, પોતાનાં કામ વિષે જ્યોતિને, અને જ્યોતિ જનકને, કહે છે.જનક જ્યારે જ્યોતિને પોતાની કથની કહેતો હોય છે, ત્યારે જ્યોતિ તેનાં મનમાં જનકનું એક સ્વિકૃત ચિત્ર "પાડી" દેવાનું વિચાર્યા કરતી હોય છે. મૂળ મુદ્દે, તો તે "સૉફ્ટવૅર એન્જીનીયર", "વકીલ", 'પ્રોજેક્ટ મેનેજર", કે "ડૉક્ટર" કે એવા કોઇ ખાસ શબ્દોને પકડી પાડવા મથતી રહેતી હોય છે. જનક પણ જ્યોતિના સંદર્ભમાં આમ જ કરતો રહે છે. આમ આવા સંવાદ, ખરા અર્થમાં, મુક્કાબાજીનો મુકાબલો બની રહે છે. 
જો કે, આ અભિગમ પણ કંઇ ખોટો તો નથી જ.  જનક કે જ્યોતિને દોષ દેવાનો કોઇ મતલબ નથી આપણી રોજબરોજની જીંદગીમાં આપણે આ મનોવૃત્તિનાં શિકાર બનતાં જ હોઇએ છીએ, આપણે બીજાં સાથે આ રીતે વર્તવા માટે દોષીત તો થતાં હોઇએ છીએ. આમ બનવું, કંઇક અંશે સ્વાભાવિક પણ કહી શકાય. જનક સાથેની મુલાકાત પૂરી કર્યા બાદ, જ્યારે જ્યોતિ તેના જુના મિત્ર પ્રમોદને મળે ત્યારે તે જેને મળેલ હતી તેના વિષે સમજાવવા કંઈ સરળ અને સહેલો અધાર શોધતી હોય. જનકે કહેલી આખી કથા સમજાવવાને બદલે, “કૉફી પીતાં, મારી જનક સાથે મુલાકાત થઇ; તે એક સૉફ્ટવૅર એન્જીનીયર છે.એવું કહેવું સહેલું છે.
જો કે, હજુ પણ આશા બની રહી છે.જનકે જો એક ધમાકેદાર, કંઇક યાદગાર,કંઇક નોંધપાત્ર, વાત કહી હોત, તો જ્યોતિ જનક વિષે બીજા બે વધારાના શબ્દો જરૂરથી કહેત. એટલે કે,જનક 'મુક્કાબાજી'નો એ 'મુકાબલો' જીતી ગયો હોત.
મારા અભિપાય પ્રમાણે અહીં પ્રત્યાનન કૌશલ્યથી કંઇક વિશેષ જરૂરી છે. તેની જરૂર નથી એમ પણ નહીં, પણ માત્ર તેનું હોવું પુરતું નથી. ક્યાં તો આપણે કોઇ બહુ જ વિશિષ્ઠ કામ કરતાં હોવાં જોઇએ, અથવા આપણે ખુદ વિશિષ્ઠ હોવાં જોઇએ.
સારાંશ: આપણે સતત 'મુકાબાજી' કરતાં રહીએ છીએ. એ 'મુકાબલા'માં જીતતાં રહેવા માટે આપણે વિશિષ્ઠ બની રહેવું જરૂરી છે.આપણે સારી રીતે સંપર્ક વ્યવહાર કરતાં અને સુસંગત રહેવું જોઇએ*. જરૂર પડ્યે, આપણી વાત ચોટદાર રહે, તેનું ખાસ ધ્યાન રાખીએ.
(*મૂળ અંગ્રેજી લેખ - Ways to distinguish yourself – #18 Be relevant)


| ૩૦ ઑક્ટૉબર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
આપણને બધાંને ખુબ જ ઘનિષ્ઠ મિત્રો તો હોય જ. મહત્વનું એ છે કે આમાંના કેટલાંને આપણે "૧૦૦% ભરોસાપાત્ર માળખાં'ના દાયરામાં આવરી શકીએ તેમ છીએ.
કોઇ પણ સંજોગોમાં જેમના પર આપણને ભરોસો હોય તેવાં લોકોનું માળખું "૧૦૦% ભરોસાપાત્ર" ગણી શકાય. અહીં "જ્યાં સુધી કોઇ મોટી ગફલત ન થાય, ત્યાં સુધી મારો તમારા પર ૧૦૦% ભરોસો છે"વાળા ભરોસાની આ વાત નથી. અહીં તો, કોઇપણ પ્રકારનાં જો અને તો  વગર મુકી શકાય તેવા ભરોસાની વાત છે.
હા, આવાં "૧૦૦% ભરોસાપાત્ર સંપર્કમાળખાં"માં કોઇને પણ આવરી લેતાં પહેલાં પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. જેમને પણ આ "૧૦૦% ભરોસાપાત્ર સંપર્કમાળખાં"માં આવરી લઇએ, તેમને એ વિષે અને, તેનાં મહત્વ વિષે, જાણ પણ કરવી જોઇએ. તે પછી જે કંઇ થશે તે આશ્ચર્યજનક હશે. તમારાં એ મિત્રને હવે ખબર છે કે તમારા ચોપડે જમાપાસું સમધ્ધ કરતા રહેવા માટે હવે તેણે આકાશપાતળ એક કરવાની જરૂર નથી. આવી સ્વતંત્રતા તમને એકબીજાંથી વધારે નજદીક લાવશે.
ભૂલો તો બધાંથી થાય, પણ જ્યારે એ ભૂલને સુધારવામાં બહુ સમય લાગે, ત્યારે થાકી જવાતું હોય છે.
હું હંમેશ કહેતો રહ્યો છું તે વાત જ દોહરાવીશ - એટલાં વિશ્વાસપાત્ર બની રહીએ કે જેથી આપણે ઘણાં લોકોનાં "૧૦૦% ભરોસાપાત્ર માળખાં'નો સ્વાભાવિક ભાગ બની રહીએ.

| ૩ નવેમ્બર, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જે લોકો આ શ્રેણીને અનુસરી રહ્યાં છે, તેઓ એ જોયું હશે કે વિશીષ્ઠ બનવું એ કોઇ મંઝિલ નહી, પણ, જીવન પર્યંતની પ્રતિબધ્ધતા માગી લેતી, એક સફર છે. એવું પણ બન્તું રહે શે કે કોઇ કોઇ લોકો એ સફર બહુ ઝડપથી પુરી કરી લઇને આપણી સાથે થઇ જશે, અને આપણે 'વિશિષ્ઠ' પદના દાવેદાર નહીં રહી શકીએ.
જો આમ થઇ રહે, તો આપણે એ ખેલના નિયમો બદલવા રહ્યા.સમયાંતરે આપણી ખાસીયતોને આપણે બધાં સાથે વહેંચીને તેને 'રોજબરોજ'ની કરી નાખવી જોઇએ. આનું પહેલું પરિણામ એ આવશે કે આપણા તેમ જ અન્ય માટે માપદંડ ચાર આંગળ ઊંચો થઇ જશે. જે કંઇ જ્ઞાન કે અનુભવ કે સાધનો વડે આપણે અત્યાર સુધી 'વિશિષ્ઠ" બન્યાં, તે હવે બધાં માટે ઉપલબ્ધ બની જશે. વધારાનો એક કદમ ભરવાનું હવે સામાન્ય બની રહેશે. આપણે, તેમ જ અન્ય લોકોએ, હવે 'વિશિષ્ઠ' બનવા માટે 'હજુ એક વધારે કદમ' ભરવું પડશે.
પુરાવા જોઇએ છે? ટૉમ પીટર્સ, સેથ ગૉડીન, માર્શલ ગૉલ્ડસ્મીથ જેવા વૈચારીક અગ્રણીઓ કેટલી વિપુલ માત્રામાં, નિયમિતપણે, તેમની 'વિશિષ્ઠતા" વહેંચી રહ્યા છે તે તરફ નજર કરીએ.
આપણા વિચારોને આપણી અંતિમ મુડીની જેમ વળગી ન રહીએ. તેને વહેંચવાનું શરૂ કરીને આપણા દિલોદિમાગમાં નવાં સર્જન માટે અવકાશ બનાવીએ.

  • શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૧
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  // ફેબ્રુઆરી, ૧૫, ૨૦૧૩ǁ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો