સોમવાર, 25 ફેબ્રુઆરી, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ બીજો - ગુચ્છ ૨



| નવેમ્બર ૪, ૨૦૦૫નારોજ પ્રકાશીત થયેલ
થોડા સમય પહેલાં જ મેં 'મુક્કાબાજીનો મુકાબલો, હંમેશાં, જીતતા રહેવા તૈયાર રહીએ' વિષે લખ્યું હતું. [ગુજરાતી અનુવાદ અહીં જોઇ શકાશે]. તમારાંમાંનાં ઘણાંએ એ વિષય પર વિસ્તારથી લખવા જણાવ્યું. આ છે મારી રજૂઆતઃ
સાહસ મૂડીરોકાણ ક્ષેત્રમાં તો સમ્મોહક સ્વપરિચયો બહુ સામાન્યપણે જોવા મળે છે. જો તમે સિલિકોન વેલીમાંના ઉદ્યોગ સાહસિક હશો, તો તમને સહુથી પહેલી (વેપાર મૉડેલ પછીની) સલાહ મળશે, તમારા વેપાર-વ્યવસાયનો સમ્મોહક સ્વપરિચય તૈયાર રાખવાની અને તે જ રજૂ કરવાની. સાહસ મૂડીરોકાણકારો બહુ થોડા સમય સુધી જ ધ્યાન કેન્દ્રીત કરી શકે છે, તેથી બહુ જ ઓછા સમયમાં તેઓ તમારા વ્યવસાયને અંદરબહારથી નાણી જોવા માગતાં હોય છે.  સંક્ષિપ્ત સ્વપરિચય એટલો જ લાંબો હોવો જોઇએ કે જે, લિફ્ટમાં ચડતાં ચડતાં (સામાન્ય રીતે, એક મિનિટથી પણ ઓછા સમયમાં) આપણે કોઇને સંપૂર્ણ રીતે ગળે ઉતારી શકીએ.
જ્યારે કોઇ સંપર્ક માળખાંમાટેની મુલાકાત માટે જતાં હોઇએ, ત્યારે પણ યાદ રાખીએ તે લોકો પણ સાહસ મૂડીરોકાણકારો જેવાં જ હોય છે. સાહસ મૂડીરોકાણકારો પાસે રોકવા માટે મૂડી છે, તો સંપર્ક માળખાંમાંનો લોકો પાસે છે તમારા તરફ ફાળવવા માટેનો તેમનો સમય.બન્ને મર્યાદીત માત્રામાં જ હોય છે, અને બન્ને પક્ષને તેમનાં રોકાણનું શ્રેષ્ઠ વળતર જોઇતું હોય છે. એટલે જ્યારે આપણે કોઇને આપણો પરિચય આપતાં હોઇએ, ત્યારે પહેલી ત્રીસ-ચાલીસ સેકંડમાં જો આપણે તેને સમ્મોહિત ન કરી લઇએ, તો તેમનું ધ્યાન બીજે ભમવા લાગી જાય છે, અને તેમની પાસે ઉપલબ્ધ સંપત્તિ (તેમનું ધ્યાન), જ્યાં તેમને વધારે વળતર મળતું જણાય તે તરફ વાળી દે છે. 
આપણે શું કરી શકીએ - સામાન્ય રીતે આવી એક જ તક મળતી હોય, એટલે, આપણે જે પ્રસંગમાં જઇ રહ્યાં છીએ અને જેમને મળવાનાં છીએ તે વિષે વિચારવા/ માહિતિ એકઠી કરવાની પૂર્વતૈયારી કરી રાખીએ. સંભવિત હાજર રહેનાર વ્યક્તિઓનું ધ્યાન આકર્ષીત કરી લે તેવો સંક્ષિપ્ત સ્વપરિચય મઠારીને તૈયાર કરી રાખીએ - આપણી કઇ ખાસ એક કે બે વાત તેઓ યાદ રાખે તેવું ઇચ્છીએ છીએ? સામાન્યપણે ક્યારે આપણે કોઇને મળીએ ત્યારે "શું કરો છો" કે "તમરા વિષે કંઇક કહો" જેવા સવાલો પૂછતા હોઇએ છીએ. જવાબમાં 'સોફ્ટવેર એન્જીનીયર છું' કે 'પ્રોજેક્ટ મેનેજર છું' જેવા દમ વગરના (!!) જવાબ સાંભળવા મળતા હોય છે.
આટઆટલા 'પ્રોજેકટ મેનેજર' કે સોફ્ટવેર એન્જીનીયર'ને જ્યારે મળવાનું થતું હોય, ત્યારે ભલા એમાંના કોઇ એકને કોઇ શી રીતે યાદ રાખી શકે? ટુંકા સમયમાં ટોળાંથી અલગ તરી અવાય એવું આપણે શું કરી (કે કહી) શકીએ?
સરાંશઃ આપણે મહામૂલી સંપત્તિ તો છીએ નહીં.એટલે આપણા સંક્ષિપ્ત સ્વપરિચયને સમ્મોહક બનાવવા પૂરતી તૈયારી કરવા સમય ફાળવીએ. લાંબા સમયે તેનું ખોબલે ખોબલે વળતર મળી રહેશે. 
પાદનોંધ: સ્વપરિચય એ કંઇ શીલાલેખ નથી. સમયાંતરે તેમાં ફેરફાર કરતાં રહીને મઠારતાં જ રહેવું જોઇએ.

| નવેમ્બર ૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ 

સૉફ્ટવૅર વિકાસની દુનિયામાં કહેવાય છે કે "કોઇ પણ પ્રોગ્રામના ૯૦% વિકાસમાં ૯૦% સમય લાગે છે, અને બાકીના ૧૦% વિકાસમાં બીજો ૯૦% સમય લાગે છે."
યાદ કરો - તમારા કેટલા પ્રકલ્પો લગભગ પૂરા છે? જો મનમાં કેટલાક પ્રકલ્પ યાદ આવી જાય, તો ચોંકશો નહીં - તમે એકલા નથી. આપણે કામ કરતા હોઇએ એવા કોઇપણ પ્રકલ્પની ૯૦% સુધીની પૂર્ણતા માટે તો આપણે બધા નિષ્ણાત છીએ.
અને જો એમ જ હોય, તો બાકીનાં ટોળામાંથી "અલગ તરી" આવવા માટે "અંતિમ ચરણ" પણ ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, અને તેમને સંપૂર્ણતા ભણી લઇ જવું જોઇએ એ તો સીધો હિસાબ થયો ને?
અંતિમ ચરણ પણ ધ્યાન આપવા માટે એક બીજું પણ કારણ છે - ઘણી વાર ૯૦% પૂરો થયેલો પ્રકલ્પ બહુ કામનો નથી હોતો. એક ઉદાહરણ જોઇએ - બે એક દિવસ પહેલાં હું, બૉસ્ટનમાં, ઑપન સૉર્સ વ્યાપાર ગોષ્ઠિમાં વ્યકત્વ્ય આપવા ગયો હતો. હું ત્યાં મૅરિયટ ન્યુટનમાં રહ્યો હ્તો, અને મને તેમની મહેમાનનગતિ ખુબ જ પસંદ પડી.તેઓ તેમની સેવાઓનું સ્તર ઊંચું ને ઊંચું લઇ જતા રહ્યા છે. છેલ્લે, હૉટલ છોડવાને સમયે, મારા ધ્યાન પર આવ્યું કે અરસપરસ પૂછપરછ થઇ શકે તેવાં -અંતઃક્રિયાત્મક\ Interactive TV - ટીવી દ્વારા થતી હૉટલ છોડતાં કરવાની તેમની પ્રવૃત્તિઓ હું પૂરી નથી કરી શક્તો.  મૅરિયટની ટીમ તેમના આ પ્રક્લપને ૯૦% તો પૂરો કરી ચૂકી હતી. મારે બિલની નકલ (તેમના પ્રમાણે ફોલિઑ) જોઇતી હતી, તેને વિષે પૂછતાં જે તેઓએ કહ્યું કે તેઓ ઇ-મેલથી મોકલી આપશે. મને થયું કે , ચાલો ઠીક,એટલે મેં તેને લગતું બટન દબાવ્યું. જ્યાં મારું ઇ-મેલ સરનામું, નામ અને ફોન નબર દાખલ કરવાનાં હોય તે પટલ પર પહોંચ્યો. મારી પાસે માત્ર નંબર દાખલ થઇ શકે એવું રીમૉટ કંટ્રૉલ જ હતું! સાથેની આકૃતિઓ જૂઓ.
મારે સ્વાગતકક્ષ પર રોકાવું પડ્યું અને બાકીની વિધિઓ પૂરી કરવી પડી. જો મૅરિયટની ટીમે એ પ્રકલ્પનો એ અંતિમ ૧૦% ભાગ પૂરો કરી નાખ્યો હોત, તો તેમનો અને મારો સમય બચાવી શકાયો હોત.!!


| નવેમ્બર ૮, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જો કે, આમ તો આવો કોઇ નિયમ છે નહીં. આમારા એક માર્ગદર્શકની સલાહને આધારે મેં આવો એક નિયમ ઘડી કાઢ્યો છે.
એક પ્યાલો ધારી લો, જેમાં આપણે પાણી કે કોઇ પણ પ્રવાહી રેડી શકીએ. તે ભરાવા માટે તૈયાર પણ છે અને રાજી પણ છે.
હવે પાણીથી ભરેલી એક બાલદી કલ્પી લો. બાલદીમાંથી પ્યાલામાં પાણી ભરવાનું શરૂ કરો. થોડીવાર પછી પ્યાલો ભરાઇ જશે.આપણે પ્યલામાં પાણી ભરવનું ચાલુ રાખી શકીએ, પણ કમનસીબે પ્યાલો તો એક મર્યાદીત જથ્થામાં જ પાણી સમાવી શકે છે (બાલદી કરતાં તો ઘણું ઓછું). આપણે ધીમે ધીમે પાણી ભરવાનો વ્યૂહ પનાવીએ કે પછી "સકારાત્મક વિચારસરણી" અપનાવીને વધારે પાણી સમાવવાની આશા શકીએ, પણ દિલગીર છુ, પણ કશું કામ નથી આવતું!
સારાંશ : હવે પછી જ્યારે આપણે કોઇ સાથે વાત કરતાં હોઇએ, તો એ સમજી લેવું જોઇએ કે, તે પ્યાલો છે કે બાલદી, અને તે પછી જ માહિતી ઠાલવવાની શરૂઆત કરવી જોઇએ. એથી સમય અને શક્તિ, બન્નેમાં, ખૂબ બચત થશે!




| નવેમ્બર ૧૧, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
મારૂં હંમેશ કહેવું રહ્યું છે કે, કંઇ પણ મહતવું કામ કરવું હોય તો એક સોજ્જી ટીંમ સાથે જ તે કામ કરવું જોઇએ.'પહેલી હરોળ'ની ટીમ સાથે કામ કરવાના ઢગલાબંધ ફાયદાઓ છે, તેમ કેટલાક પ્રશ્નો પણ છે. પહેલી સમસ્યા તો એ કે, ઘણી વાર, સહમતિ સાધવી મુશ્કેલ થઇ જતી હોય છે.  દરેક વ્યક્તિનો પોતાનો એક આગવો અભિપ્રાય હોય છે, અને પોતે સાચું (અને બીજાં બધાં ખોટાં) ઠેરવવા માટે વજુદવાળાં કારણો પણ હોવાનાં જ.
વાત જો એટલી સરળ હોત તો,, ટીમનાં સભ્યો તેમનાં મતમતાંતારો અંદરોઅંદર ચર્ચા કરી અને એક સ્વીકૃત રીતે કામ પાર પાડવાનું નક્કી કરી લેત. દરેક લેવાયેલા નિર્ણયને મનથી સ્વીકારી, એક જ દિશામાં બધાં આગળ વધે. તો મજા પડી જાય.
જો કે, આપણે બધાં જાણીએ છીએ કે બધું એવું સરળ નથી હોતું. કેટલાંક ચાલાક લોકો પોતાનો ટેકો જરૂર કહેશે, પણ હકીકતમાં કહે તેનાથી ઊંધું જ કરતાં જોવા માળે છે. દુઃખની વાત તો એ છે કે તેઓ "નિષ્ક્રીય અવરોધ' કરતાં રહેશે, એટલે કે તેઓ એવી પરિસ્થિતિઓ પેદા કરતાં રહેશે જે પ્રક્લ્પ કે ધ્યેયસિધ્ધિમાં અડચણો પેદા કરે કે તેને ગંભીર નુકસાન કરે.
આપણે આપણી જાતને ટટોળતો એ પ્રશ્ન પૂતાં રહેવું જોઇએ કે " જે પરિયોજનામાં સહયોગી છું, શું હું તેમાં મારૂં ૧૦૦% યોગદાન આપુ છું?" જો જવાબ "હા" હશે, તો આપણે 'નિષ્ક્રીય અવરોધ" નથી. તમારા માટે તે સારી વાત., પણ જો તેમ નથી તો, આપણે થોડે ઘણે અંશે 'નિષ્ક્રીય અવરોધ" છીએ. અને હવે મજાની વાત - જો આપણી ટીમનાં અગ્રણી તેજસ્વી હોય, તો તેના માટે આ કંઇ જાણવા જેવા સમાચાર નહીં હોય. તેને આ વિષે ખબર હશે જ, અને તેણે આ પરીબળોને તેની 'યોજના'નાં ઘડતરમાં ગણત્રીમાં લઇ લીધી હશે. પણ તમને,કદાચ, એ ખબર નહીં હોય કે ધીમે ધીમે આપણે એમનો આપણા પ્રતિ વિશ્વાસ ગુમાવતાં જઇએ છીએ.




| નવેમ્બર ૧૪, ૨૦૦૫ના રોજ પ્રકાશીત થયેલ
જે લોકો જીંદગીમાં કંઈક મહત્વનું સિધ્ધ કરી ચૂક્યાં છે અને પાંચમાં પૂછાય તે સ્થાન લેળવી ચૂક્યાં છે, તેમના માટે એક સવાલ છેઃ " આજે તમે જ્યાં છો ત્યાં પહોંચતાં, અને તમારી આ સિધ્ધિઓથી પણ ઘણાં પહેલાં, તમને યાદ આવે છે કે તમારી ક્ષમતાને કોઇએ સ્વીકારી હોય?
જ્યારે જ્યારે મેં આ સવાલ કર્યો છે, ત્યારે ત્યારે પ્રત્યુત્તર હકારમાં મળેલ છે. જેમણે તેમની ક્ષમતાની દાદ આપી હતી તેવાં લોકો બધાંને યાદ રહે છે. ઘણે ભાગે, સિધ્ધિ મેળવનારની પાછળ કોઇ વાત રહેલી હોય છે - કોઇ એવી વ્યક્તિની જેમણે તેમની ક્ષમતાને પારખી હોય અને બાકીની દુનિયાને તેને સ્વીકારે તે પહેલાં તેમને ઉત્સાહીત કરેલ હોય. આમ જૂઓ તો, આવાં 'ખાસ' લોકોની મદદ વિના, કેટલાંક લોકો તો એ ઊંચાઇઓએ ,કદાચ, પહોંચ્યાં પણ ન હોત.
જે લોકો આપણને જીવનમાં બહુ પહેલેથી પારખી લે છે તેમનું સ્થાન આપણી જીંદગીમાં અદકેરૂં રહેતું હોય છે. તેઓ એટલા સારૂ ખાસ છે કે બધાંની પાસે લોકોની આવી ઉગતી ક્ષમતા જોવાનો સમય નથી હોતો. બધાં જ બહુ વ્યસ્ત હોય છે, અને વધારે તો મહત્વનું એ છે કે તેમને તમે "કંઇક કરી શકશો" તેનો તેઓને ઇતિહાસમાંથી પૂરાવો જોઇતો હોય છે.
તમારે કોઇના જીવન પર સ્થાયી છાપ છોડવી છે? બીજાં કોઇને નજરે ચડે તે પહેલાં આ યુવાનોની ક્ષમતાને સ્વીકારવાની અને માન આપવાની શરૂઆત કરી દો. તેમનાં દિલોદિમાગમાં તમારૂં અમીટ સ્થાન બની રહેશે.



શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’ -ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ બીજો - ગુચ્છ ૨ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ફેબ્રુઆરી, ૨૫, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો