શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2013

સ્ત્રીઓનો પ્રદેશ - દેવદત્ત પટ્ટનાઇક


હિંદુ, અને વિશ્વનાં અન્ય, પુરાણોમાં સ્ત્રીઓનું સ્થાન
ગ્રીક ભાષામાં, "સ્તનનો અભાવ"ના અર્થથતો હોય એવા શબ્દો પરથી [(મર્દાના) રણચંડી] 'ઍમૅઝૉન'\ Amazon શબ્દ આવ્યો છે. ગ્રીક પુરાણોમા એવી એક જાતિની વાત જોવા મળે છે, જેની લડવૈયા સ્ત્રીઓ તીરકામઠું ખેંચવા, અને કુહાડી વીંઝવા,માં સરળતા રહે તે માટે તેમનાં સ્તન કાપી નાખતી હતી. કે એવું પણ હોય કે ગ્રીક યોધ્ધાઓ જેનાથી પરિચિત છે તેવી સ્ત્રીઓ પોતે નથી એવું પ્રતિપાદિત કરવા, એક પ્રચલિત વિધિ તરીકે પણ આ ખુંખાર સ્ત્રીઓ આમ કરતી હોય ;તેઓને ચુલ્હાચોક્કાથી બંધાઇ રહેવું સ્વિકાર્ય નહોતું.

ઍમૅઝૉન સ્ત્રીઓ, શિકારની દેવી, આર્તૅમિસ,ની ભક્ત હતી. રોમન પ્રજામાં તે ડાયના તરીકે ઓળખાય છે. તે હંમેશાં તેની સ્ત્રી સાથીઓથી જ ઘેરાયેલી રહેતી, સંતાનની ઇચ્છા ન હોય ત્યાં સુધી તેમને પુરૂષસહવાસ પસંદ નહોતો. નર સંતાનોને દત્તક આપી દેવાતાં , જ્યારે માદા સંતાનોને ઍમૅઝૉનની ભવિષ્યની પેઢીની દ્રષ્ટિએ ઉછેરવામાં આવતાં. એવું પણ માનવામાં આવે છે કે આ સ્ત્રીઓ સમલૈગિંક હતી અને તેમને બીજી સ્ત્રીઓમાટે જ માનસીક અને દૈહિક કામાકર્ષણ રહેતું હતું.

હિંદુ પુરાણોમાં પણ સ્ત્રીયા પ્રદેશની વાત જોવા મળે છે.કન્નડ ભાષામાં લખાયેલ, મહાભારતનાં પ્રાદેશિક સંસ્કરણ,જૈમિનિ ભારતમ્,ના અશ્વમેધ પર્વમાં, પાંડવોના રાજવી અશ્વની રખેવાળી માટે નીકળેલા અર્જુનને સ્ત્રીપ્રદેશની રાણી, પ્રમીલા,સાથે ભેટો થઇ જાય છે, જે અર્જુનને પોતાની સાથે લગ્ન કરી અને ત્યાં જ રહી જવા માટે આગ્રહ પણ કરે છે.પહેલાં તો અર્જુન વિરોધ કરે છે,પણ પ્રમિલા અને તેની સાથીઓ રાજવી અશ્વને પકડી અને અર્જુન પ્રમિલા સાથે લગ્ન કરે તે શરતે જ અશ્વને છોડવાની જીદ પકડે છે. આખરે થાકીને અર્જુન પ્રમિલા સાથે એક જ શરતે લગ્ન કરવાની સંમતિ આપે છે કે પ્રમીલાએ બાકીની સમગ્ર યાત્રામાં અર્જુન સાથે રહેવું અને જ્યારે અશ્વ પાછો સલામત રીતે હસ્તિનાપુર પહોચી જાય તે પછીથી જ પાછું ફરવું. 

તે જ રીતે નાથ-ગુરૂઓ, મત્સ્યેન્દ્રનાથ અને ગોરખનાથ,ની કથાઓમાં પણ સ્ત્રીયા પ્રદેશ ફરીથી જોવા મળે છે.

એક વાર એક કુંવરી પોતાના મહેલ પરથી ઉડી રહેલા ગાંધર્વને જૂએ છે. કુંવરી જરા મોટે અવાજે હસી પડે છે, જેને પરિણામે ગુસ્સે થયેલ ગાંધર્વ તેને શ્રાપ આપે છે કે તે અને તેની સાથીઓએ એક અજાણ્યા મુલકની કેળની વાડી, કદળીવન,માં રહેવું પડશે અને જો કોઇ પુરુષ તે વનમાં દાખલ થશે, તો તેનું તકાળ મૃત્યુ થશે. આમ આ સુંદરીઓ હવે પ્રેમશૄગાર અને જાતીય મોજમજાઓથી વંચિત થઇ જાય છે. એક દિવસે તેઓ હનુમાનને ગાતાં સાભળી જાય છે; તેમના અવાજમાં એટલું પૌરૂષત્વ હતું કે તે સાંભળવા માત્રથી તે બધીઓ ને ગર્ભ રહી જાય છે.આમ એ સ્ત્રીઓ મા બની શકે છે. તેઓ હનુમાનને પ્રાર્થના કરે છે કે તેમની સાથે રહી શકે તેવા પુરૂષને મોકલે. એ તો દેખીતું જ છે કે આ પુરુષ એટલો અસાધારણ હોવો જોઇએ કે તેને ગાંધર્વના શ્રાપની અસર ન થાય. એ પુરુષ મત્સ્યેન્દ્રનાથ હતો.


મત્સ્યેન્દ્રનાથ આ સ્ત્રીયા-રાજ્યની સ્ત્રીઓ - ખાસ તો ત્યાંની બે રાણીઓ, કમલા અને મંગલા- ના મોહમાં વશ થઇ જાય છે અને તેમનાં મનમોહક, કેળનાં કદળીવનને છોડી નથી શકતા. ઘણાં વર્ષો પછી મત્સ્યેન્દ્રનાથના શિષ્ય, ગોરખનાથને ગુરૂની ભાળ મળે છે અને તે સ્ત્રીના વેશમાં આ મોહપ્રદેશમાં દાખલ થાય છે. તે બહુ મોટા યોગી હોવાને કારણે, ગાંધર્વના શ્રાપની તેમના પર અસર નથી થતી. શેરી શેરીએ તે ઢોલ વગાડતા, અને "જાગો, મત્સ્યેન્દ્ર, ગોરખ આયા"ની આહ્‍લેક કરતા, ફરે છે.ઢોલનો નાદ અને આહ્‍લેકની પ્રબળ સંવેદનાને કારણે મત્સ્યેન્દ્ર મોહપાશની અસરમાંથી બહાર આવે છે અને સ્ત્રીઓનાં આ મોહમયી રાજને છોડી દે છે.

આ સ્ત્રીઓ વિષે આથી વિશેષ કંઇ જાણવા નથી મળતું. આવો કોઇ પ્રદેશ છે ખરો? કોને ખબર? હા, ભારતનાં પુરાણોનાં કાલ્પનિક વિશ્વમાં તો તે જરૂરથી જોવા મળે છે.


*        સન ડે ની દેવલોક પૂર્તિમાં ડીસેમ્બર ૩૦, ૨૦૧૨ના રોજ પ્રકાશીત થયેલ
v અસલ અંગ્રેજી લેખ, The Land of Women, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર  જાન્યુઆરી ૨૫, ૨૦૧૩ના  રોજ Articles, Indian Mythology, World Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો