શુક્રવાર, 1 માર્ચ, 2013

ઉત્પલ વૈષ્ણવ રચિત લઘુ-ગાથાઓ -સંપુટ ૧- ગુચ્છ ૧

મર્યાદારહિત એલિશા (અને વિશ્વ, પણ)
----- March 25, 2010

જેવું તમે તમારી માર્યાદાઓ વિષે વિચારવાનું અને તે અંગે પગલાં લેવાનું શરૂ કરો છો, તે સાથે જ દુનિયા એક સારી જગ્યા બનવાનાં પરિવર્તનની  શરૂ કરી દે છે.
મર્યાદારહિત એલિશા
એલિશા એ માત્ર બેસી રહે એમાંની યુવા વ્યાવસાયિક નથી.
એલિશામાં પોતાની કેટલીક આંતરિક મર્યાદાઓ જરૂર છે. તો કેટલીક બાહ્ય મર્યાદાઓ પણ છે. પણ એલિશા એ બન્ને બાજૂઓને મર્યાદારહિત બનાવવા કૃતનિશ્ચયી છે.
એલિશા એ કંઇ માત્ર બેસી રહે એવી યુવા વ્યાવસાયિક નથી.
અને હવે દુનિયા એ બહેતર જગ્યા બની રહી છે.
પાદ નોંધઃ મારા વિચારને લઘુ ગાથાનાં સ્વરૂપમાં વ્યક્ત કરવાની પ્રેરણા પૂરી પાડવા બદલ શ્રી રાજેશ સેટ્ટીનો હું આભારી છું.
મુદ્દાનો સવાલઃ તમારી જાતને મર્યાદાવિહિન બનાવવામાટૅ તમે આજ ઘડીએ શું કરી શકો એમ છો?

--- April 3, 2010
સફળ લોકોની નિર્ણય લેવાની પ્રક્રિયા ઘણી ઝડપી હોય છે."ઉત્કૃષ્ટ' પરિયોજનાની ખોજમાં દાયકાઓ વિતાવી દેવાને બદલે..તેઓ કોઇ પણ નિર્ણયપર પહોંચવાની શક્તિનું અને તેને વિના વિલંબે અમલમાં મુકવાનું મહત્વ જાણે છે.
નિર્ણય પ્રક્રિયા

સાત સહયોગીઓમાંથી માત્ર જૈમિને નિર્ણય લઇ લીધો.દેખીતી રીતે તેમાં ન તો હતું ડહાપણ કે સર્વોત્કૃષ્ટતા.
તે નિષ્ફળ ગયો. અનેક વાર.પરંતુ, "કંઇ નક્કી ન કરવું' તેના કરતાં તો આ પરિસ્થિતિ તેના માટે વધારે સારી હતી.
લોકોને તેનો નિર્ણય અસલામત અને અણઘડ દેખાય ખરો, પણ જૈમિનની આજની સફળતામાં તેનું મહત્વ ઘણું છે.


--- April 5, 2010
આજનાં વર્તમાન અર્થતંત્રમાં, ઘણી સંસ્થાની સંસ્કૃતિ શોષક જણાય છે, અને એટલે જ, ઘણા સંચાલકો પોતાના નવા વ્યવસ્યાયમાં જંપલાવવાનાં સ્વપ્ન સેવે છે.
તેમાં કંઇ ખોટું નથી, પરંતુ આયોજન, વિશ્લેષણ અને તેમનાં પગલાંઓનાં સંભવિત પરિણામોને નક્કર સ્વરૂપે પરિમાણીત કરવાનાં મહત્વને તેમણે ઓછું ન આંકવું જોઇએ.
જોમદાર સ્વપ્ન, ભૂલો ભર્યો અમલ
પોતાના એવા એક આગવા વ્યવસાયનું સર્જન એ પ્રવિણનું સ્વપ્ન હતું.
પાંચ-દસ લાખ રૂપિયાનું રોકાણ કરવા તૈયાર એક  મિત્ર પણ તેને મળી ગયો. પ્રવિણ આયોજનથી વધારે, આવેશના માર્ગનો મુસાફર હતો..
તેણે બહાર નીકળવાની કોઇ વ્યૂહરચના વિષે વિચાર્યું જ નહીં.
ઓહ! દેવાનાં કળણમાં ખુંપેલો પ્રવિણ, હવે છેલ્લા ત્રણ મહિનાથી નોકરી શોધે છે. 


--- April 6, 2010
ઘણાં લોકો ધ્યાન કેન્દ્રિત કરવાનું તથ્ય સમજતાં નથી હોતાં.તે બાબતે પ્રયત્ન સુધ્ધાં પણ નથી કરતાં. પરિણામે,તેમનાં વિકેન્દ્રિત પગલાંઓને (બીજા શબ્દોમાં,કોઇ જ પ્રવૃતિ બરાબર ન હોવાને) કારણે તેમનું જીવન નાખુશી, દુઃખ અને વ્યથાની કહાણી બની રહે છે.
કેન્દ્રિત વિચારોનું તથ્ય
રાકેશ અને પ્રીતમ રંગકામની કંપનીમાં સાથે કામ કરતા હતા.
પ્રિતમે લગ્નેતર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યારે રાકેશે બીજી નોકરી શોધવા પર. રાકેશને નવી નોકરી મળી, પ્રીતમને મળ્યું પાણીચું.
પ્રીતમે રાકેશ પાસેથી હજારેક રૂપિયા ઉધાર લીધા.
નવ મહિના પછીઃ
બેકાર પ્રીતમ, પોતાના સાથીઓને મદદ કરવાથી અચકાતા રાકેશથી, છૂપાતો ફરે છે.


--- May 10, 2010
આવડત હોવી અને વાપરવી એ બન્ને અલગ જ બાબત છે. મેં બહુ ક્ષમતાવાન લોકો જોયાં છે જે તેનો કોઇ જ ઉપયોગ ન કરી શક્યાં હોય, તેમ જ તેનાથી વિપરીત કિસ્સઓ પણ જોયા છે.
આ લઘુ ગાથા એ બાળપણનાં મિત્રો,જીતેન અને લલિતાની વાત છે.જીતેન બહુ પ્રતિભાવાન હતો, જ્યારે લલિતા સાધારણ પ્રતિભા પણ પુષ્ક્ળ વિશ્વાસ ધરાવતી હતી.લલિતાનું માનવું હતું કે વ્યક્તિની ભવિષ્ય પારખી શકવાની,અને તેને સુસંગત જરૂરી એ બધાં જ પગલાં લઇ શકવાની શક્તિ જ તેનું ખરૂં સુરક્ષા કવચ છે. હવે જોઇએ. આગળ શું થયું:
નિશ્ચિત અસફળતા!
કેમ્પસ ઇન્ટરવ્યુનો દિવસઃ બહુ જ પ્રતિભાવાન જીતેન આર્થિક સલામતી વિષે ચિંતિત હતો, જ્યારે વિશ્વસ્ત લલિતાને તેની ચિંતા નહોતી. જીતેને સંચાલકની એક સલામત નોકરી પસંદ કરી અને લલિતાએ ગણત્રીપૂર્વકનું જોખમ લઇને એક નાનો વ્યવસાય શરૂ કર્યો.
૨૦ વર્ષ પછીઃ ફૉર્ચ્યુન ૫૦૦માંની એક કંપનીની મુખ્ય સંચાલિકા,લલિતાને વિમાનમથકે લેવા, જૈફ નોકર, જીતેન,આવ્યો હતો.
મુદ્દાના ત્રણ સવાલઃ
1. તમને કલ્પી લીધેલ સલામતીની ભાવના નડે છે?       
2. તંએ જાણો છો ને કે સાચી સલામતી તો બીજું કશું કરવાને બદલે યોગ્ય પગલું યોગ્ય સમયે લેવામાં જ રહેલી છે?   
3. તમે ખરેખર સુરક્ષિત છો ખરા?


શ્રી ઉત્પલ વૈષ્ણવદ્વારા રચિત,  Self Help Zen પર પ્રકાશીત થતી, મૂળ અંગ્રેજી શ્રેણી Mini Sagaના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ૧- ગુચ્છ ૧    અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ⱡ ૧ માર્ચ,, ૨૦૧૩