સોમવાર, 25 માર્ચ, 2013

ઉત્પલ વૈષ્ણવ રચિત લઘુ-ગાથાઓ -સંપુટ ૧- ગુચ્છ ૨


-- June 17, 2010
હજૂ આજે પણ, ઘણી કંપનીઓ ખરેખર ઉપયુક્ત કાર્યપધ્ધતિને બદલે સારી-દેખાતી પર ધ્યાન આપતી દેખાય છે.ઉદાહરણ તરીકે આ લઘુ ગાથા વાંચોઃ
 
અસ્તિત્વ કે પ્રવૃત્તિ
બાહોશ વ્યૂહરચના માટે પંકાયેલો સ્તવન,વેચાણના નાયબ અધ્યક્ષ તરીકે જોડાયા પછીથી,કંપની તરફ્થી આજે પહેલી મુલાકાત માટે જઇ રહ્યો હતો. એક શિરમોર સોદાને પાર પાડવા માટે તેણે એક જૂના ગ્રાહકને મનાવી લેવાનું હતું. રજૂઆતથી નિર્વિવાદ પ્રસન્ન થયેલ, ગાહકે એટલી ટકોર કરી કે, "કડવા અનુભવ પર વેચાણના સુંદર પ્રયાસનું આવરણ શાને ચડાવો છો?"
પરંતુ આજે હવે સમય બદલાઇ ગયો છે, ગાહકની મનોદશા બદલી ગઇ છે, તેઓ વધુ ચાલાક, વધુ ચપળ થઇ ગયાં છે અને કહે છે કે આવી કંપનીઓ હવે તેમને મૂરખ નહીં બનાવી શકે. ક્યાં તો યેન કેન પ્રકારેણ ભરોસાપાત્ર દરખાત કરો - અને નહી તો ચાલતી પકડો. 

--- October 9, 2010

મેં જોયું છે કે ઘણા લોકોને અવતરણો એકઠાં કરવાનો શોખ હોય છે.પછીથી તેઓ આ અવતરણોને એસએમએસ દ્વારા કે ટ્વીટ વડે કે ફેસબુકની મદદથી બીજાં લોકોને મોકલે છે.પરંતુ આ અવતરણોનાં હાર્દને બહુ થોડાં લોકો જ અપનાવતાં જોવા મળે છે. પરંતુ, જે થોડાં તેને જીવનમાં ઉતારે છે, તે કોઇ કોઇ વાર તો સમગ્ર દુનિયાને બદલી નાખે છેઃ 

   લાઇટ્સ,કેમેરા અને ઍક્શન!
   કમ્પ્યુટર પ્રચાલક ,પ્રતાપને અવતરણ-સંગ્રહનો શોખ હતો. એક વાર તેણે નેલ્સન મંડેલાનું અવતરણ સંગ્રહસ્થ કર્યું:
   “તમારાં જીવન જીવવાનાં સામર્થ્યથી ઓછી કક્ષાની જીંદગી જેવડી નાના પાયાની રમત જીવનના રંગમંચ પર માંડવામાં કોઇ મજા નથી" 
   તેણે તેના પર અમલ કર્યો, અને આગળ જતાં એ કરોડો રૂપિયાનું વેચાણ ધરાવતી સૉફ્ટવેર કંપનીનો મુખ્ય સંચાલક બન્યો.
માત્ર લાઇટ્સ ચાલુ હોય અને કેમેરા તૈયાર હોય એટલું પૂરતું નથી, એ દ્રષ્યને માટેનાં પગલાં પણ લેવાવાં જોઇએ.!  


--- February 20, 2011

મેં ઘણા મુખ્ય સંચાલકોને આંકડાઓમાટેની દોડમાં આકાશ પાતાળ એક કરતાં જોયાં છે. સામાન્ય રીતે, આંકડાકીય કામગીરીનો અભિગમ જરૂરી છે અને તેને લીધે કામ પ્રતિ ઉત્સાહ રહેતો હોય છે. પરંતુ જો તેને કારણે તમારાં લોકોમાં  ત્સાહની લાગણી ન અનુભવાતી હોય, તો પરિસ્થિતિને વૈકલ્પિક દ્રષ્ટિકોણથી જોવાનો સમય પાકી ગયો છે તેમ સમજી લેવું જોઇએ. શક્ય છે,એમ કરવાથી વ્યાપારની કામગીરીમાં સુધારો પણ જોવા મળે.

માત્ર આંકડા?
નફા-કેન્દ્રસ્થ, વેચાણ-વડા, સાકેતે કહ્યું,"આ વર્ષનો લક્ષ્યાંક  પાર ન પાડી શક્યાં,હેં ને?મને સાચ્ચે જ નથી સમજાતું  કે મારી ટીમને લક્ષ્યાંકથી પ્રેરણા કેમ નથી થતી." એક કર્મચારી, જીગેશ વિચારી રહયો હતો," લક્ષ્યાંકના આવા ગાંડા પ્રેમથી મને શું ફાયદો?  અમને હજૂ સુધી, ગયાં વર્ષે જાહેર કરાયેલાં પ્રોત્સાહનનું ચુકવણું પણ ક્યાં થયું છે."

આકડાઓની વાત માત્રથી કંઇ દહાડો ન વળે. તે માટે તો દરેક પક્ષની અલગ જ તરી આવે એવી કટિબધ્ધતા પણ હોવી જરૂરી છે.--- March 12, 2011
અસરકારક અગ્રણીઓ તેમની ટીમના સભ્યના વિકાસ પ્રત્યે સજાગ હોય છે.
પહેલાં, તો તે સભ્યની ક્ષમતાને ઓળખે છે અને પછીથી તે સભ્ય તેની પૂરી શક્તિને કામે લગાડીને પોતાને, પરિયોજનાને તેમ જ સંસ્થાને વળતર વાળી આપી શકે તે માટે શક્ય તેટલું બધું જ કરી છૂટે છે.

જો કે ઘણી વાર ટીમનાં સભ્યો એવું માનતાં હોય છે કે તેમના ઉપરી તેમની પૂરી શક્તિ નનીચોવી લેવા માટે કરીને તેમની ક્ષમતાનો ઉપયોગ જ કરે છે. તો ઘણી વાર, એમ નથી પણ બનતું હોતું, જેમ કે આ લઘુ ગાથામાં બની રહ્યું છેઃ
પુરસ્કાર
ભરોસાપાત્ર પ્રવિણ, મોટી પરિયોજનામાં વિશ્લેષક, પરિક્ષક કે સ્થપતિ,સ્ક્ર્મ-માસ્ટર જેવી અનેકવિધ ભૂમિકાઓ ભજવીને કટાળ્યો હતો. દર થોડા થોડા મહિને તેના ઉપરી તેને નવી ભૂમિકામાં ખસેદી કાઢતા હતા. જે દિવસે તેણે રાજીનામું આપવાનું નક્કી કર્યું તે જ દિવસે "અભિનંદન,તમે હવે ઉચ્ચ જવાબદારી અદા કરવા સક્ષમ છો"ના  બઢતી-પત્રનો સંદેશો તેની સામે પડ્યો હતો.
હવે જ્યારે તમને નિચોવાવી લેવાયા હોવાની અનુભૂતિ જણાય , ત્યારે આ દ્રષ્ટિથી પણ વિચારજો.


ઉત્પલ વૈષ્ણવદ્વારા રચિત,  Self Help Zen પર પ્રકાશીત થતી, મૂળ અંગ્રેજી શ્રેણી Mini Saga’ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ૧- ગુચ્છ ૨    અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ૨૫ માર્ચ,, ૨૦૧૩