બુધવાર, 27 માર્ચ, 2013

સવાલ - જાતિનો ~ દેવદત્ત પટ્ટનાઇક


ઋષિમુનિઓને જાતિની બહુ પડી નહોતી. તેમના માટે આકારની પેલે પારનું નિરાકાર, વસ્તુની પછળનો વિચાર અને કારણની પાછળની મનોઃસ્થિતિ વધારે મહત્વનાં છે.
કર્મચારીગણમાં વૈવિધ્ય વિશે આજકાલ બહુ ચર્ચા થાય છે, જેનું મુખ્ય કારણ સ્ત્રીઓનું ગ્રાહક તરીકે, તેમ જ કર્મચારી તરીકે મહત્વની સ્વિકૃતિ. ઘણી ભારતીય કંપનીઓનાં ડાયરેક્ટર મડળમાં પણ સ્ત્રીઓને વધારે ને વધારે સ્થાન મળી રહ્યાં છે. આ સંદર્ભમાં, આપણાં પુરાણોમાં જાતિનાં વૈવિધ્ય બાબતે શું કહેવાયું છે? ઋષિમુનિઓએ જાતિ વૈવિધ્ય વિશે કઇં કહ્યું છે ખરૂં?
જંગલમાં વૈવિધ્ય છે. ખેતરોમાં મનુષ્યએ બનાવેલ એક વ્યવસ્થા છે, જેમાં આપ્ણે નક્કી કરીએ છીએ કે કોને પાક કહેવો અને કોને નીંદામણ કહેવું. પણ વૈવિધ્ય અને વ્યવસ્થા એ બન્ને સામ સામે પક્ષે જ રહેવાનાં તે તો હકીકત જ રહેવાની. આપણે બન્ને સાથે, આપણને કેટલું વૈવિધ્ય જોઇએ છે અને કેટલી વ્યવસ્થા જોઇ એ છે, તે વિશેનો વહેવાર સતત કરવો રહ્યો.
હજુ થોડા સમય પહેલાં સુધી, સ્ત્રીઓને પુરૂષની સમોવડી નહોતી ગણાતી. તેઓને ઉતરતી કક્ષાની ગણવામાં આવતી હતી.કાર્યસ્થળે તેમની જરૂર નથી, તેમનું સ્થાન તો ઘરની અંદર જ છે, એમ માનવામાં આવતું.
પણ, આજે દુનિયા બદલાઇ ગઇ છે. સ્ત્રીઓ કાર્યસ્થળોની સ્થાપના પણ કરે છે, અને જરૂરી નેતૃત્વ પણ પૂરૂં પાડે છે. તેમનું દુનિયામાં યોગદાન પુરૂષ સમોવડીયું જ માનવામાં આવે છે. તેથી તેમની બૉર્ડરૂમ કે સંસદ કે અત્યાર સુધી પુરૂષમાટે જ સર્જાયેલ ગણાતી કોઇ પણ જગ્યાએ તેમનું સ્થાન અનિવાર્ય ગણાવા લાગ્યું છે. આમ કુદરતી રીતે પૂરતું નથી થઇ રહ્યું, તેથી પરીવર્તનને પરાણે પણ લાવવા માટે નિયંત્રણ કદમ પણ લેવાઇ રહ્યાં છે. 
ઋષિમુનિઓને જાતિની બહુ પડી નહોતી. તેમના માટે તો આકારની પેલે પાર નિરાકાર, કે વસ્તુની પાછળનો વિચાર, કે કારણની પાછળની મનોઃસ્થિતિ વધારે મહત્વનાં રહ્યાં છે. જે મહત્વનું છે, તેના માટે શરીરનું જૈવિક સ્વરૂપ તો એક વાહન માત્ર જ છે.
કમનસીબે, આદર્શમાં જે સાચું જણાય છે, તે વાસ્તવિકતામાં પરિવર્તીત થતું નથી. પુરાણોમાં આપણને સ્ત્રી સાધ્વીઓ કે ગાર્ગી, મૈત્રિયી, અરૂંધતી, અનસુયા કે સુલભા જેવાં સ્ત્રી અગ્રણીઓ બાબતે થોડું અસુખ જોવા મળે છે. માનવી તરીકે, મનુષ્યને તેની જાતિની ઉપરવટ જઇને મનુષ્ય તરીકે સ્વીકારીને, આપણે આપણી ક્ષમતાને આંબવા માટે તનતોડ મહેનત જરૂર કરીએ છીએ, પણ હંમેશ તેમાં સફળ નથી રહેતાં. 
કોઇપણ પુરૂષ સ્ત્રીના સાથ વિના યજ્ઞ નથી કરી શકતો. કોઇ પણ મંદિર ત્યાં સુધી પૂર્ણ નથી ગણાતું જ્યાં સુધી તેનાં ગર્ભ ગૃહ કે બહારની દિવાલ પરની મૂર્તિમાં પુરૂષ અને સ્ત્રી સ્વરૂપ સાથે સાથે સ્થાન નથી પામતાં. દેવી વગરના દેવ , કે દેવ વગરની દેવી 'ધગધગતાં' કે 'આગ ઝરતાં' માનવામાં આવે છે, જેમનાંમાં બીજી જાતિમાટે સૌમ્યતા કે ઔદાર્ય નથી હોતું. આમ, આ વિચારોમાં વૈવિધ્યની અકથ્ય સ્વીકૃતિ જોવા મળે છે.
પણ, નિયમો પર નિર્ભર જાતીય સમાનતા ઉપરછલ્લી જ પરવડે છે. વૈવિધ્યનાં મૂલ્ય માટે વૈવિધ્ય માટે લાગણી અંદરથી ઉભરાતી હોવી જરૂરી છે. કોઇ પણ સ્ત્રી, કે પુરૂષને, તેની જન્મ જાત જાતિને કારણે માન મળે તે ગમે નહીં. વ્યવસાય જગતમાં આપણે આપણી આવડતને કારણે ઓળખાવાનું વધારે પસંદ કરીશું. એક કક્ષાએ આવડતને બદલે જાતિને કારણે મળતું માન કઠે છે, તો બીજી કક્ષાએ તે કંઇક અંશે જરૂરી પણ છે , કારણકે એક જાતિને પરંપરાગત રીતે વર્ષોથી પાછળ પાડી દેવાતી રહી છે.
*       ETની 'કૉર્પૉરેટ ડૉસ્સીયર' પૂર્તિમાં ફેબ્રુઆરી ૦૮, ૨૦૧૩ના રોજ પ્રસિધ્ધ થયેલ

v  અસલ અંગ્રેજી લેખ, A Question of Gender, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર માર્ચ ૧૩, ૨૦૧૩ના રોજ Articles ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   માર્ચ ૨૭, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો