ગુરુવાર, 20 જૂન, 2013

રામની મોટી બહેનની કથા - દેવદત્ત પટ્ટનાઇક

આજના સમયની માંગ પ્રમાણે, આવો આપણે બાળકીના જન્મને વધાવીએ
વાલ્મિકિ રામાયણમાં રામની બહેનનો ઉલ્લેખ નથી, પણ મહાભારતમાં દશરથની પુત્રીને દત્તક લેતા રાજા લોમપદનો ઉલ્લેખ જોવા મળે છે. એ પછીનાં પૌરાણિક સાહિત્યોમાં, દશરથની આ પુત્રીને, રામની મોટી બહેન, શાન્તા, તરીકે પણ પ્રસ્થાપિત થતી જોવા મળે છે. તેલુગુ લોક ગીતોમાં તો, રામે જ્યારે લોકપ્રચલિત અફવાના આધાર પર સીતાનો ત્યગ કર્યો, ત્યારે તેને ક્રોધિત થતી પણ વર્ણવાઇ છે.
ઉડિયા રામાયણ પ્રમાણે, દત્તક લેવાયા પછી, જેમનાં બ્રહ્મચર્યનાં તપને કારણે લોમપદનાં રાજ્યમાં દુકાળ પડ્યો છે તેવા ઋષ્યશૃંગ ઋષિસાથે લગ્નમાં શાન્તાનું કન્યાદાન કરવામાં આવે છે. આ લગ્નને કારણે રાજ્યમાં ફરીથી મેઘરાજાની પધરમણી થાય છે. વૈશ્નવ ધર્મનાં પરંપરાગત સાહિત્યના એક કેન્દ્રવર્તી સૂર મુજબ પણ આ વાતની પુષ્ટિ થતી જોવા મળે છે, વિશ્વ-નકારને વિશ્વ-વિનાશક બરાબર માનવાને કારણે વૈશ્નવ ધર્મમાં સંપૂર્ણ બ્રહ્મચર્યની આલોચના કરવામાં આવી છે.
દશરથે કોઇ સમસ્યા વગર એક પિતા તરીકે શાન્તાને તો જન્મ આપી શક્યા હતા, પણ તે પછી, તેમને બીજાં સંતાન નહોતાં. ધર્માનુસાર પુરુષને એક પુત્ર હોવો જ જોઇએ જે વંશ ચાલુ રાખે, રાજાએ તેની ગાદીના વારસને જન્મ આપવો જ જોઇએ. આ કારણે ખુબ જ વ્યાકુળ દશરથ બીજી , અને ત્રીજી, વાર પણ લગ્ન કરે છે.જ્યારે એ બધાંનુ કોઇ પરિણામ નથી આવતું, ત્યારે યજ્ઞ કરીને પણ દેવો પાસેથી પુત્ર મેળવવાનું નક્કી કરે છે. 
પોતાનો વંશ ચાલુ રાખાવા માટે જે  ઋષિ પાસે યજ્ઞ કરવાવાવાનું નક્કી કરાય છે, તે કોઇ અન્ય નહીં પણ તેમના જમાઈ ઋષ્યશૃંગ જ છે. આમ, થોડે ઘણે અંશેઋષિ ૠષ્યશૃંગનું બર્હ્મચર્ય પોતાની રાણીઓને સંતાન ન હોવાં માટે અપ્રત્યક્ષ રીતે કારણરૂપ છે તેમ પણ માનવામાં આવેલું જણાય છે. જેમ ઋષ્યશૃંગના શાન્તા સાથે લગ્ન થવાથી લોમપદનાં રાજ્યમાં વરસાદ થયો હતો, તેમ ઋષિ ઋષ્યશૄગના હાથે આ યજ્ઞ સંપન્ન થવાથી દશરથની રાણીઓને સંતાન યોગ થશે તેવું માનવાની વાત છે.
એમ દલીલ કરી શકાય કે, આ બધાં પાછળથી વિચારેલ અર્થઘટનો છે, અને તેથી તેમને સ્વીકારી ન શકાય. પણ એ હિસાબે તો વાલ્મિકિ રામાયણમાં બહુ ચર્ચિત "લક્ષ્મણ રેખા" કે રામના પગના સ્પર્શને કારણે શ્રાપની અસરમાંથી મુકત થઇ શીલામાંથી અહિલ્યાનું ફરી નારી બની જવાની કે શબરી વડે રામને પોતાનાં જૂઠાં બોર ખવડાવવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ નથી. આ બધી  કથાઓ તો પછીથી રામાયણમાં અન્ય, સ્થાનિય, કથાનકોમાંથી ઉમેરાયેલ છે.
હિંદુત્વની જેમ રામાયણ પણ એક મુક્ત સ્રોત સૉફ્ટવૅર છે, જેમાં સમયની ચકાસણીએ ખરા ઉતરે તેવા નવા આવતા રહેતા સુધારા વધારાની માન્યતારૂપી ઉજવણી થાય છે. ભારતમાં લાગણીનાં બંધનોને માન અને પ્રેમથી ભજવામાં આવે છે. રામાયણ પણ પિતા અને પૂત્ર, રાજા અને પ્રજાના સંબંધોની ધરી પર ફરતું જોવા મળે છે. કોઇને રામનાં બહેનનાં પાત્રની પણ જરૂરીયાત અનુભવાઇ હશે, તેથી લોમપદની દત્તક પૂત્રી શાન્તાને દશરથની પૂત્રી તરીકે રજૂ કરવામાં આવેલ હોય.
સામાન્યતઃ પૂત્રો સાથે જ સંકળાયેલા દેખાતા રહેતા, શિવની કથાઓમાં પણ, પદ્મપુરાણ જેવા ક્વચિત ઉલ્લેખોમાં શિવની પૂત્રી અશોક સુન્દરીની વાત જોવા માળે છે. આજના સમયમાં બાળકીઓના જ્ન્મ અને મહત્વને ધ્યાનમાં રાખીને, હાલમાં આવતી એક ટીવી સિરિયલમાં પણ આ વાતનો ઉલેખ ખાસ ભારપૂર્વક જોવા મળે છે.
શાન્તાને લગતાં વર્ણનોની એક રસપ્રદ વાત એ છે કે તેને રામની જેમ શાંત અને ગંભીર નહીં પણ, રસિક વ્યક્તિ તરીકે વર્ણવાયાં છે.તેમનું ઋષ્યશૄગને વશ કરવું, તેમને સાધુમાંથી સંસારીમાં પરિવર્તન કરવું જેવા પ્રસંગોનાં વર્ણનો શૃગારરસપ્રચુર જોવા મળે છે. ઋષિએ તો જીવન ધરીને ક્દી નારીને જોઇ જ નથી એટલે શાન્તા વળી કયા પ્રકારનો પુરૂષ છે  તે નવાઇનો જ તેમને પાર નથી રહેતો.આને કારણે કથાકારો માટે તો  નવા જ પ્રકારનું જ  લૈગિંક વિશ્વ ખૂલી જાય છે, જેનાં વર્ણનોમાં તેઓએ ભરપેટ હાથ સાફ કર્યો છે. જો કે, આપણાં રામાયણનાં પરંપરાગત કથાનકથી તેને દૂર જ રાખીએ. 
*       સનડે, મિડ ડેની 'દેવલોક' પૂર્તિમાં એપ્રિલ ૦૭, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ.

v  અસલ અંગ્રેજી લેખ, The story of Ram’s elder sister, લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર મે ૨૨, ૨૦૧૩ના રોજ Indian Mythology  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
·         અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ   જુન ૨૦, ૨૦૧૩

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો