શનિવાર, 8 જૂન, 2013

ગુણવત્તા માનવીય છે. ગુણવત્તા ચાહત છે. - તન્મય વોરા

ગુણવત્તા માનવીય છે
જ્યારે પરિયોજના કે પ્રક્લ્પ કે સંસ્થામાં ગુણવત્તાની માપણી માટે પ્રક્રિયાઓ, માત્રિક કોષ્ટકો, હકીકતો કે વલણો પર વધારે પડતો આધાર રાખવામાં આવે છે, ત્યારે ગુણવત્તાના માનવસંબંધો સાથેનો સંબંધ  ભુલાઇ જતો હોય છે. ગુણવત્તા માનવીય છે.
કારણકે આખરે તો લોકો જ ગુણવત્તા નક્કી કરે છે. સારૂં કે ઉત્કૃષ્ટ - એ લોકોની પસંદનું પરિણામ છે. કામ તો માત્ર બીજાંઓને કંઇ પણ આપી શકવાની લોકોની ક્ષમતાનું વાહક છે. લોકો (કર્મચારીઓ) લોકો (ગ્રાહકો) માટે કામ કરે છે.
કામનું જ્ઞાન વિશ્વ - વલણો પારખી શકવાની, આંતરસૂઝને સાંભળી શકવાની, આપણી નૈસર્ગિક સમજને કામે લગાડી શકવાની, સંદર્ભોના સંદેશને શીખવાની અને કામની બારીકાઇઓ તરફ ધ્યાન આપી શકવાની -  આપણી માનવીય વિવેક્બુધ્ધિ પર મુસ્તાક છે.અને તેથી જ ગુણવત્તાની માનવીય બાજુ આટલી મહત્વની બની રહે છે.
પ્રક્રિયાઓ હોવી જોઇએ, યોગ્ય માપણી અને માપ પણ હોવાં જોઇએ, પણ તે બધાંમાં 'માનવ', રખે જ, કશે ભુલાઇ ન જાય તે પણ જોવું જોઇએ.
ગુણવત્તા ચાહત છે
ગુણવત્તાની માનવીય બાજુને સમજતી વખતે એ પણ યાદ રાખવું જરૂરી છે કે  લોકોને ગુણવત્તાની પરવા તો જ હોય છે, જો તેમનાં કામની તેમને ચાહત હોય છે. ગુણવત્તા એ ચાહતનુ એક દર્શન છે. ગુણવતા એ ચાહત છે.
ગ્રાહકની જરૂરીયાત સમજવા કે પૂરી કરવા કે આપણાં કામમાં સુધારો કરવા કે આપણી ભૂલોમાંથી શીખવા બાબતની આપણી મથામણો, વસ્તુતઃ, આપણી ચાહતમાંથી જ આકાર લે છે.
જો આપણને કોઇ વસ્તુની પરવા ન હોય, તો તેને માટે થોડી વધારે મહેનત આપણે કરીશું ખરાં? જે વાત આપણને પસંદ નથી, તે આપણને ક્યારે પણ યોગ્ય લાગશે ખરી?
ખરો પડકાર  તો છે પોતાને ગમતી વાત માટે જેમને એક અનોખો નશો છે તેવાં લોકોને શોધી અને તેમને એક નિશ્ચિત ઉદ્દેશ્ય તરફ કાર્યરત ટીમમાં દોરવણી પૂરી પાડતાં રહેવું કે તેમનાં સ્વ-સંચાલિત/પ્રેરિત કામને ટીમનાં એવાં જ અન્ય સભ્યોનાં યોગદાન સાથે સંકલન કરતાં રહેવું. જો કે, તે સમયે ગુણવત્તા વિશે તો ચિંતા કરવાની કોઇ જ જરૂર નથી રહી હોતી.
ગુણવત્તા એટલે ખુશી 
ગુણવત્તા એ માત્ર 'ઉત્કૃષ્ટતાની કક્ષા' કે "જરૂરીયાતોનું અનુપાલન' જ નથી. ગુણવત્તા એ ખુશીની અનુભૂતિની અભિવ્યક્તિ છે. 

v  અસલ અંગ્રેજી લેખ, Quality is Human. Quality is Love. લેખકની વૅબસાઇટQAspire.com,પર  નવેમ્બર ૨૮, ૨૦૧૧ના  રોજ પ્રસિધ્ધ થયેલ છે.


સંલગ્ન અન્ય લેખોઃ§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ૮ જૂન, ૨૦૧૩