બુધવાર, 10 જુલાઈ, 2013

ગુણવત્તા એટલે ખુશી - તન્મય વોરા

ગુણવત્તા એ માત્ર 'ઉત્કૃષ્ટતાની કક્ષા' કે "જરૂરીયાતોનું અનુપાલન' જ નથી. ગુણવતા એ ખુશીની અનુભૂતિની અભિવ્યક્તિ છે.

ઉત્પાદન સુધારણા સાથે સંકળાયેલાં લોકોની ખુશી. આપણાં ઉત્પાદનો વાપરતાં અને વાપરીને ખુશખુશાલ થઇ જતાં ગ્રાહકોની ખુશી.

જો આંતરીક ગ્રાહકો (સહકર્મચારીઓ, આપણી દેખરેખ હેઠળ કામ કરતાં કર્મચારીઓ, પરિયોજનામાં સહયોગીઓ , ચકાસણીમાં સંકળાયેલાં કર્મચારીઓ..) ખુશ હશે, તો આપણાં ગ્રાહક ખુશ થશે જ.

જે ઉત્પાદનોની સુધારણાથી પોતે ખુશ નથી, તેના ઉપર કામ કરતાં પણ તેઓ ખુશ નહીં હોય. ઉપયોગી ન હોય તેવું ઉત્પાદન કરવું કોઇને જ પસંદ નથી હોતું. ઉત્પાદનનાં ઉદ્દેશ્ય અને ઉપયોગીતામાં જ્યારે લોકોને વિશ્વાસ બેસી જાય છે, ત્યારે પછી તેની ગુણવત્તા માટે તેઓ, ખુશી ખુશી, પરસેવાનાં બે વધારાનાં ટીપાં પણ પાડે છે.

ખુશ લોકો વધારે સારી ગુણવતા સિધ્ધ કરવાની શક્યતાઓ ધરાવે છે. તેમનાં ગ્રાહકોને મળતી ઉત્કૃષ્ટ ગુણવતા તેમની ખુશીને બેવડાવે છે.

કમનસીબે, મોટાં ભાગની ગુણવત્તા તંત્રપધ્ધતિઓ "ખુશી"ની સરખામણીમાં "પ્રક્રિયા" પર બહુ વધારે ભાર આપે છે.

પ્રક્રિયાનું જડબેસલાક અનુપાલન તો વ્યવસ્થાપન થયું, નેતૃત્વ તો છે - ગુણવત્તા માટે પ્રક્રિયાનો એક સબળ સાધન તરીકે ઉપયોગ કરતાં ખુશ,ઉત્સાહિત લોકોનો સંગાથ બનાવ્યે રાખવામાં.


  • અસલ અંગ્રેજી લેખ, Quality is Happiness, લેખકની વૅબસાઇટ, QAspire.com,પર ઑગષ્ટ ૧૩, ૨૦૦૯ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.
                §  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ જુલાઇ ૧૦, ૨૦૧૩

સંલગ્ન અન્ય લેખોઃ