રવિવાર, 11 ઑગસ્ટ, 2013

ગુણવત્તા? ઉત્કૄષ્ટતા? ખરા અર્થમાં શું? - તન્મય વોરા


મારા એક મિત્ર સાથે ઉત્કૃષ્ટતા અને ગુણવત્તા વિષે સહેજે વાત થઇ રહી હતી. આ વિષયો પર વાત કરતાં કરતાં મારા ધ્યાન પર આવ્યું કે તેઓ આ બન્ને ને એકબીજાંનાં પર્યાય તરીકે અદલબદલ કરી રહ્યાં છે.
  •  સામાન્ય રીતે, ગુણવત્તા બાહય છે. બહારનાં પરીબળો તેને ઘડે છે. આપણા ઉદ્યોગની સહુથી સારી પધ્ધતિઓ આપ્ણે પણ અમલ કરીએ છીએ. કોઇ એક સ્વિકૃત માનકના સાપેક્ષ પ્રમાણિત થવા આપ્ણે આપણી કાર્યપધ્ધતિઓ આલેખીએ છીએ.આપણાં ઉત્પાદનો કે સેવાઓઅને આપણે ગ્રાહકોની જરૂરીયાત મુજબ ઢાળીએ છીએ. આ જરૂરીયાતોની સતત પુર્તતા, પ્રક્રિયાઓનાં સતત અનુપાલન કે સુધારમાંથી જન્મતી પુનરાવતન ક્ષમતા આપણી સફળતાની સુચક બની રહે છે. 
  • ઉત્કૃષ્ટતા હંમેશ આંતરીક હોય છે.એક અદ્‍ભૂત અનુભવની અનુભૂતિ કરવા માટેનો તે આપણોસ્વાભાવિક, જન્મજાત, પ્રયાસ છે - કોઇએ કહ્યું છે એટલે નહીં પણ "આપણને" જ એ રીતે એ કરવું જ છે. એક કામ બહુ જ સંતોષકારક રીતે પાર પાડાવી એ આપણી ખુદની અદ્મ્ય ઇચ્છાનું મૂર્ત સ્વરૂપ છે. ઉત્કૃષ્ટતા એ ગુણવતાને હંમેશ એક કક્ષા ઉપર ખેંચી જતો,'લોકાભિમુખ, ખેલ છે. બન્ને કિસ્સાઓમાં, કેન્દ્રવર્તી સ્થાને તો લોકો જ છે.
બન્ને વચ્ચે સંબંધ ક્યાંથી જોડાય છે?

મારી દ્રષ્ટિએ ગુણવતા ઉત્કૃષ્ટતાને પહોચવાનો માર્ગ છે. જ્યારે લોકોને મૂળભૂતત રીત વિષેની સ્પષ્ટ સમજ ગળે ઉતરે છે, ત્યારે તેઓ તેમનાથી બનતું બધું જ કરી છૂટે છે, જરૂરથી જેટલું વધારે કરવા જેવું છે તે બધું કરી અને મૂલ્યમાં જેટલી પણ વૃધ્ધિ શકય છે તે પ્રાપ્ત કરવા, સ્વયંભૂ, કમર કસી લે છે. ઉત્કૃષ્ટતાનાં ઘડતરનો નક્કર પાયો પ્રક્રિયાઓ નાંખી આપે છે. જો કે, ગુણવતા પહોચાડવા માટે જો સ્પષ્ટ દિશાનિર્દેશક સુચનાઓ ન હોય, તો ઉત્કૃષ્ટ લોકોને થોડાં ફાંફાં તો મારવાં પડે છે.

બીજું, ઉત્કૃષ્ટતાને લોકોની કંઇ સારૂં કરવાની ભાવના સાથે પણ સીધો સંબંધ છે. એ તેમની પસંદગી છે. અને લોકોમાં ઉત્કૄષ્ટ કામગીરી કરવાની પ્રેરણા બની રહે તેમ કરતાં રહેવું તે નેતૃત્વમાટે મોટો પડકાર છે. તેની શરૂઆત યોગ્ય લોકોની પસંદગી અને યોગ્ય વાતાવરણ ઊભું કરવાથી થાય છે.

અને છેલ્લે, ગુણવત્તાની જેમ ઉત્કૃષ્ટતા એ પણ ચલ લક્ષ છે. આજે જે ઉત્કૃષ્ટ છે તે આવતીકાલે 'માત્ર સારું’ બની રહેશે, અને પરમ દિવસે તો તો 'સાવ સામાન્ય' જ બની જશે.

અને, સમાપનમાં -

ઉત્કૃષ્ટતાની ખોજ એ બહુ ઉમદા ધ્યેય છે. ગુણવત્તા અને ઉત્કૃષ્ટતા વચ્ચેના ગાઢ સંબંધની પહેચાન પણ બહુ મહ્ત્વ ધરાવે છે. તેની સ્પષ્ટ વ્યાખ્યાનું ઘડતર અને બધાંને તેની સમજણ હોવી એ પણ અતિ મહત્વનું છે. લોકો હંમેશાં શ્રેષ્ઠ કામગીરી કરતાં રહે, સતત સુધારણાનું વાતવારણ હંમેશાં બની રહે તેમ જ સમર્થન અને પ્રેરણા વચ્ચેનુંસંતુલન તે આજનાં નેતૃત્વ સામેના મોટા પડકારો છે.
- – - – -

v  અસલ અંગ્રેજી લેખ, Quality? Excellence? What? લેખકની વૅબસાઇટ, QAspire.com,પર જાન્યુઆરી ૧૩,૨૦૧૧ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.

§  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ  ઑગસ્ટ ૧૧, ૨૦૧૩

સંલગ્ન અન્ય લેખોઃ