ગુરુવાર, 12 સપ્ટેમ્બર, 2013

જેટલાં મજાકીયાં તેટલં જ ગહન અવતરણો


૧. કોઇને કહેશું કે આકાશમાં ૩૦૦૦ કરોડ તારા છે, તો તે ફટ દઇને માની લેશે. પણ જો તેને એમ કહેશો કે આ પાટિયું હમણાં જ રંગેલું છે, તો તે આંગળી અડીને જરૂર ખાતરી કરશે. - મર્ફીનો સિધ્ધાંત 

૨.  આપમેળે જે ખોવાઇ જાય, તેની કિંમત બમણી થઇ જતી હોય છે." - મિગ્નોન મૅક્‍લાઉલીન

૩. ટમાટર એ ફળ છે તે જાણવું તે જ્ઞાન કહેવાય, પણ તેને ફ્રુટ સલાડમાં ન નંખાય તેને ડહાપણ કહેવાય." - બ્રાયન ગેરાલ્ડ ઑ'ડ્રિસ્કૉલ

૪. સ્ટૉરમાં બ્રેડ ખરીદવા જવું અને માત્ર બ્રેડ જ ખરીદીને બહાર આવવું એવી શક્યતા તો ૩૦૦ કરોડે એક જ ગણી શકાય." - ઍર્મા બૉમ્બેક

૫. હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મારા દાદાની જેમ પથારીમાં, શાંતિથી, ઊંઘમાં જ મરી જવું પસંદ કરીશ, નહીં કે તેમની બસનાં પેલાં ચીસો પાડતાં મુસાફરોની જેમ." - વિલ રૉજર્સ

૬. ગરમા ગરમ ચર્ચા દરમ્યાન, જ્યારે આપણે હળાહળ ખોટાં જ છીએ તે ભાન થાય, ત્યારે પારાવાર દુઃખ થાય છે." – અજ્ઞાત

૭. મોટે ભાગે, લોકોનું કહેવું હોય છે કે પ્રેરણા બહુ ટકતી નથી. હા, પણ એમ તો નાહ્યા પછીની ચોખ્ખાઇ પણ ક્યાં લાબું ટકે છે. એટલે તો દરરોજ નહાવાની ભલામણ કરવામાં આવે છે ને! - ઝીગ ઝીગ્લર

૮. ક્યાંક જે બે શબ્દ બોલી બેસીએ અને પછી કોઇ શંકાને સ્થાન જ ન રહે, તે કરતાં લોકો આપણને મૂરખ માની લે તેમ હોય તો પણ ચૂપ રહેવામાં શ્રેય છે." - અબ્રાહમ લિંકન  

૯. તમારી પાછળ બેઠેલા ડ્રાઇવરમાં ધીરજ હોય તેની પ્રશંસા કરાય, પણ તમારી આગળ બેઠેલા ડ્રાઇવરની ધીરજની નહીં." - બીલ મૅક્‍ગ્લેશન

૧૦. છોકરાંઓ: પહેલાં બે વર્ષ જેમને ચાલવાનું અને બોલવાનું શીખવડીએ, અને પછીનાં ૧૬ વર્ષ તેમને બેસી રહેવાનું અને ચૂપ રહેવાનું કહેવામાં ખર્ચી કાઢીએ છીએ." – અજ્ઞાત