સોમવાર, 16 સપ્ટેમ્બર, 2013

રાજેશ સેટ્ટી કૃત શ્રેણી -‘વિશિષ્ઠ બનીએ’ - સંપુટ ત્રીજો - ગુચ્છ ૬

| મે ૧૩, ૨૦૦૬ના રોજ પ્રસિધ્ધ થયેલ
નોંધ: મને લાગે છે માત્રે બહુ તેજસ્વી લોકોને મળવાનું બહુ વધી ગયું છે - જો કે આ હું જરા પણ ફરિયાદના સૂરમાં નથી કહી રહ્યો - અને એ દરેકની વાતમાં એટલું બધું અહીં લખવા લાયક હોય છે કે તે બધું અહીં કેમ લખવું તે સમજ એ મારી મર્યાદા બની રહી છે. આજના લેખનું શ્રેય પણ   બીલ વાઈલ્સને જ જાય છે.
લોકો તેમની બીન-કાર્યક્ષમતાનાં સ્તર સુધી બઢતી પામતાં રહે છે તે વાત તો કદાચ હવે બહુ જૂની થઇ ગઇ કહેવાય. એક વખતનાં ધરખમ વેચાણકર્તાં જેવાં વેચાણ સંચાલક બને કે ચક્કર ઉલટાં ફરવાં ચાલુ થઇ જાય. તકનીકી ખાં વ્યક્તિ જેવી પ્રકલ્પ સંચાલક બને કે બાવાના બન્ને બગડે. એક પાઠમાં જે રાજા હોય તે કંપનીમાં ભજવાનારા બીજા પાઠમાં સાવ રંક બનીને લોકોની દયા ને કે ગુસ્સાને પાત્ર બની રહે! પણ જો આપણને એમ લાગતું જ હોય કે એ નવા પાઠમાટે આપણે બંધ નથી બેસતાં, તો એવી બીનક્ષમતા તરફ કયાં ખેંચાણથી આકર્ષાઇ જવાય છેઆપણી આસપાસનું વિશ્વ - આપણું કુટુંબ, મિત્રો,અને ક્યારેક સહકર્મચારીઓ પણ - એમ માને કે, આપણી કારકીર્દીનો આલેખ ઉપરની બાજુ ન જતો દેખાય તો આપણી પ્રગતિ થંભી ગઈ છે. આપણી આસપાસનઆં બધાનું જ માનવું કે ઉપર તરફ જતી કારકીર્દીથી જ પ્રગતિ થશે, કદાચ, આપણને પણ એમ માનવા પ્રેરે, કે એ જ સત્ય છે.
દુનિયા જેને યોગ્ય ઠસાવી દેવા દબાણ કરે તેવી વાત કે તકને જતી કરવામાં બહુ હિંમત અને શિસ્તની જરૂર પડે છે.પણ હકીકત એ છે કે દુનિયા તમને સંપુર્ણપણે ઓળખતી નથી. તમને નવી ભૂમિકામાં કામ કરવું ગમશે કે કેમ તે તેને ખબર નથી. તે તો માત્ર તમે, અને તમે જ, નક્કી કરી શકો.
જો બઢતીથી તમને જો સાચા અર્થમાં અર્થસભર, ગમતું કામ ન મળતું જણાતું હોય, તેને છોડી દેવામાં શ્રેય રહેલું છે.
પાદ નોંધ:
આ માત્ર વ્યક્તિગત ધોરણે નહીં, પણ સંસ્થાગત ધોરણે પણ એટલું જ લાગુ પડી શકે છે.સંસ્થાઓ પણ તેમની બીન-ક્ષમતાનાં સ્તર સુધી વિકસતી રહેતી હોય છે, અને તે પછી ઓચિંતી તેમની પડતી થતી જોવા મળતી હોય છે. Inc. સામયિકના બૉ બર્લીંગહામે, આ વિષય પર એક અદ્‍ભૂત પુસ્તક, Small Giants: Companies that choose to be great instead of bigલખ્યું છે, જેમાં તેમણે આ છટકામાં ન ફસાયેલી કેટલીક નાની કંપનીઓની વાત કહી છે.  મને ગર્વ છે કે મારા મિત્ર, બીલ બટલરની, બૅ આરીયાની, બાંધકામ ક્ષેત્રની જાણીતી કંપની, ડબલ્યુ.એલ.બટલર આવી ખાસ કંપનીઓમાં સ્થાન શોભાવે છે.

| મે ૧૩, ૨૦૦૬ના રોજ પ્રસિધ્ધ થયેલ
આ પહેલાં  પણ આપણે  એકલપેટાં થઇ ને, કદી પણ, કામ ન કરવા વિશે વાત કરી ગયાં છીએ#.સીધી ભાષામાં વાત કરીએ તો, જ્યારે આપણે એકલાં એકલાં કામ કરીએ છીએ ત્યારે, આપણે માત્ર આપણી જ આવડત અને સમયનાં રોકાણ મેળવી શકવાની સ્થિતિમાં હોવાને કારણે સહુથી ઓછો ફાયદો કાઢી શકવાની સ્થિતિમાં મુકાઇ શકતાં હોઇએ છીએ. આ પરિસ્થિતિનો સહુથી સહેલો ઉપાય તો છે કે, બાહ્ય , આંતરીક કે એવાં કોઇ સંયોજનવાળી કોઇ પણ પરિયોજનામાં, જૂથમાં રહીને કામ કરીએ.સામાન્યતઃ આમ કરી શકવું શક્ય બની રહેતું હોય છે.
એવું પણ કહેવાય છે કે તમારી ટીમનાં દરેક સ્થાનમાં ચુનંદા ખેલાડીઓ હોવા જોઇએ - એ કદમ યોગ્ય વ્યક્તિ તેની યોગ્યતમ જગ્યાએ હોય એટલે કામ સફળ. આ વિચાર એટલો સ્વીકૃત મનાય છે કે તેની સામે કંઇ દલીલને અવકાશ જ ન જણાય. અને તે સાથે , એ પણ ધ્યાન રહે કે ભૂતકાળની સફળતા એ ભવિષ્યનાં પરીણામોની ખાત્રી નથી પુરાવતાં, અને લોકો પણ બદલતાં જ રહે છે. [આડ વાતઃ એક જ ફકરામાં એક સાથે આટલી બહુવપરાયેલી ભાષા વાપરવાના મારા બધા રેકર્ડ્સ આજે તૂટી ગયા છે!]
હવે આપણે આ બધી વાતો સાથે માથાપચ્ચી કરીશું ત્યાં સુધીમાં કેટલીક નાની પણ મહત્વની વાતો ભુલી  જવાશે, સિવાય કે બધી વ્યવસ્થા જ તૂટી પડે. આવી એક મહ્ત્વની વાત છે આપણી - આંતરીક અને બાહ્ય એમ બન્ને - ટીમનાં સ્ભ્યોમાં એકતાલબધ્ધતા. દરેક તબક્કે આપણે કોઇ ને કોઇ પરિયોજનાના અમલના કોઇ ને કોઇ તબક્કામાં વ્યસ્ત હોઇએ છીએ. ભલે ને આપણે 'પ્રક્લ્પ સંચાલક'નું બિરૂદ ન ધરાવતાં હોઇએ, તો પણ અંગત કે વ્યાવસાયિક જીવનની કોઇ ને કોઇ
પરિયોજનાનું કંઇક અંશે તો આપણે સંચાલન કરતાં જ હશું. હવે એ વાત તો સુવિદિત છે કે પરિયોજનાની સફળતા માટે મહેનત, કૌશલય, પ્રતિબધ્ધતા સિવાય અન્ય પરીબળો મહત્વનો ભાગ ભજવે છે.સામાન્ય રીતે, કોઇ પણ પરિયોજનાના અમલમાં એક્થી વધારે વ્યક્તિ તો ભાગ લેતી જ હોય છે. આ બધા સભ્યોની એકતાલબધ્ધપણે કામ કરવાની ક્ષમતા બહુ મહત્વનો ફાળો ભજવે છે.
માની લ્યો કે આપણી પરિયોજનાઓના અલગ વ્યાપ અને કદ પ્રમાણેની અલગ અલગ માપની હલેસાં- હોડીઓ છે અને આપણી પાસે, કેટલાક એક્થી વધારે હોડી પર પણ કામ કરતાં, અલગ અલગ સભ્યો છે. પ્રકલ્પ સંચાલક હોવાની રૂએ આપણી જવાબદારી છે કે આ બધી હોડીઓ સામે કિનારે પહોંચે. સામાન્ય્તઃ જોવા મળે છે કે જે ટીમમાં યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય ચુનંદી વ્યક્તિ હોય છે, તેને પણ સફરમાં બહુ જ તકલીફો પડે છે, જો આ બધાં સભ્યોમાં  એકતાલબ્ધ્ધતા ન હોય.
ઘણીવાર તો માની લેવામાં જ આવે છે કે એકતાલબધ્ધતા તો હોય જ ને! આવી મૂળભૂત વાત બાબતે તો ચુનંદા વ્યક્તિઓએ વળી ચર્ચા કરવાની પણ શી જરૂર?  બસ, અહીંથી જ સમસ્યાની શરૂઆત થાય છે. અને, યાદ રહે કે કેટલીક વ્યક્તિઓને તો એકથી વધારે હોડીઓની ટીમમાં પણ ભાગ લેવાનો છે, અને તેઓ પોતપોતાની એ અન્ય પરિયોજનાઓની એકતાલબધ્ધતાની સમસ્યાઓ સાથે તો માથાફોડ કરી જ રહ્યાં હોય છે. તેમના માટે અને આપણા માટે, બન્ને માટે એ પરિયોજના મહ્ત્વની છે તે પણ ખરૂં, પણ છે તો ઘણી પરિયોજનાઓ પૈકી એક જ ને! એટલે તેમનું ધ્યાન વહેંચાઇ તો જશે જ. આપણી પરિયોજનાએ એ વહેંચાઇ જતાં ધ્યાનમાટે સ્પર્ધા કરવાની રહે છે.
હવે, આ પરિસ્થિતિમાં શું કરવું? જીવનની દિશા જ પરિવર્તીત થઇ જાય એવો કોઇ ફેરફાર કરવાની કરૂર નથી. એકલયબધ્ધતાને અત્યારે જેટલું અપાતું હોય તેનાથી થોડું વધારે ધ્યાન  આપવાની જરૂર છે. અમલનાં આયોજન અને દરેક સભ્યની ભૂમિકા વિશે થોડો વધારે સમય ફાળવવાથી બહુ આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે.એકલયબધ્ધતા વિશેની સભાનતા માત્રએ બાબતની જરા સરખી પણ ત્રુટિ આપણી નજરમાં લાવી આપવા માટે પૂરતી થઇ શકે છે.
# સંદર્ભઃ અંગ્રેજીમાં લખાયેલો મૂળ લેખ -You don't have to go ALONE!.

| મે ૧૬, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
માન્યું કે શિર્ષક થોડું શરારતી છે. મેં 'ધ્યાન કેન્દ્રિત કરવું' કહેવાને બદલે "વધારે સારી રીતે ધ્યાન કેન્દ્રીત કરવા સજજ રહીએ' એવો શબ્દપ્રયોગ કર્યો છે.
જીવનમાં આવું ઘણી જગ્યાએ બનતું હોય છે. જો તૈયારી પૂરતી હોય તો કોઇ પણ ઘટનાને પલવારમાં પાર પાડી શકાય છે. થોડાં ઉદાહરણો:
 * જે દિવસે વ્યક્ત્વ્ય આપવાનું હોય તે પહેલાં તેની પૂરતી તૈયારીઓ કરવી અને તે દિવસે એ તૈયારીઓપર નજર નાખી જવી
 * કોઇ ખેલસ્પર્ધામાં સારી કામગીરી કરી બતાવવાની છે; પહેલેથી જ પૂરતો અભ્યાસ કરીએ.
 * પરીક્ષામાં સારી રીતે ઉત્તીર્ણ થવું જરૂરી છે; પહેલેથી પૂરતી અને સર્વગ્રાહી તૈયારીઓ કરી લેવી
કહે છે કે પૂર્વ તૈયારીથી કંઈ વળે નહીં જો ખરા સમયે અમલ કરવામાં ઢીલા પડી જવાય તો! સ્વીકાર્યું. તૈયારીથી સફળતાની ખાત્રી નથી મળી જતી, પણ તૈયારીનો અભાવ નિષ્ફળતા જરૂર અપાવશે, તે તો નક્કી છે.
મૂળ મુદ્દાની વાત પર આવીએ: જ્યારે આપણે કોઇ પણ કામ હાથ પર લીધું હોય, ત્યારે તેના પર ધ્યાન 'કેન્દ્રીત' કરવું તે મહત્વનું તો છે તેમાં બેમત નથી.ધ્યાન કેન્દ્રીત કરવાનું નક્કી કરવું એટલું મુશ્કેલ નથી જેટલું મુશ્કેલ ખરેખર ધ્યાન 'કેન્દ્રીત" રાખવું છે. ખુબી છે ધ્યાન કેન્દ્રીત કરવાની તૈયારીમાં. એકાદ બે દાખલા જોઇએ.
લેખન: ઘણા સમયથી મને કમ્પ્યુટરની શક્તિઓનો- વાહ, કહેવું પડે:) - અને તેનું ધ્યાન બીજે વાળી દેવાની શક્તિઓનો અંદાજ આવી ગયો છે. અને તેમાં વળી બ્રૉડબૅન્ડ ઇન્ટરનૅટ ભળે! હવે એમં જોયું છે કે લખતી વખતે માત્ર લખવા પર જ ધ્યાન આપવું, ટાઈપીંગ અને તેની ભૂલો પર નહીં. અને તેમાં પણ જો સીધી સાદી નોટ બુક પર લખવાનો મહાવરો પાડીએ તો, કમ્પ્યુટર જેટલી સાથે સાથે સુધારાઓ વિગેરેની સગવડ ભલે ન મળે, પણ સરવાળે વધારે અસરકારક કામ થઇ શકે છે.
બ્લૅકબૅરી અથવા એવાં મોબાઇલ સાધનો: જો નિયમન કરી શકાય તો મોબાઇલ સાધનો બહુ જ મદદરૂપ પરવડી શકે છે. પણ મો ટા ભાગે તો એ સાધનો આપણનેજ અંકુશમાં કરી લેતાં હોય છે. તેની લત પડી જાય પછી, કામ બધાં એક બાજૂએ રાખીને પણ તેના બીજા ઉપયોગો પર ધ્યાન જતું  જ રહેતું હોય છે. એ સાધનો આપણાં શરીરનાં અંગ બની રહે છે. આ સાધનોથી ઇ-મેલ કે અન્ય સંદેશાઓ હાથવગા થઇ જાય છે તે ખરૂં, પણ તેથી જ, આપણાં કામકાજ, મિત્રો, કુટુંબીજનોને બદલે પોતા તરફ ધ્યાન જકડી રાખનાર દૂષણ:) બની રહેવાની શક્યતાઓ વધી જતી હોય છે.
આપણાં ધ્યાનને કેન્દ્રીત રાખવા સજ્જ રહેવામાં બહુ શિસ્ત અને પ્રયત્નો જોઇએ છે.પણ જો એક વાર સારી રીતે સજ્જ થઇ ગયાં હોઇએ, તો ધ્યાન કેન્દ્રીત કરવામાં પછીથી બહુ તકલીફ નહીં પડે.

| મે ૧૮, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
સામાન્યતઃ આપણને "છતી આંખે અંધાપા" [blind spots] વિશે ખબર હોય જ એમ માનીએ. મોટા ભાગે વાહન ચલાવવાના સંદર્ભમાં “blind spot” શબ્દપ્રયોગ વધારે થતો જોવા મળે છે.વાહન ચલાવતી વખતે પાછળ જોવાના આયનામાં માર્ગનો જે ભાગ દ્રષ્ટિગોચર થતો બંધ થઇ જાય તેને સામાન્યતઃ “blind spot” તરીકે ઓળખવામાં આવે છે. વાહન ચાલકને જો આ વાતની ખબર ન હોય તો તે, અણધારેલી, અકસ્માતની શક્યતાઓનું અજાણપણે વહન કરી રહેલ છે એમ ગણાય.
તે રીતે આગળ જઇ રહેલાં વાહનના ચાલકને પણ જો આ વાતની ખબર ન હોય, તો આપણે પણ તેનાં “blind spot” ક્ષેત્રમાં હોઇએ અને તે આપણને 'જૂએ' જ નહીં તેમ પણ બની શકે. હવે જો તે ચાલક ભૂલ કરે તો, એક તો “blind spot” પર હોવાને કારણે અને બીજી વ્યક્તિ પોતાનાં અજ્ઞાનને કારણે,એમ બન્ને ભૂલનાં ભોગ બનીએ એવું પણ બની શકે.
કોઇ અકસ્માતમાં, ઘણી વાર, કોઇ જ નુકસાન નથી થતું, તો કોઇ વાર તે જીવલેણ પરવડી શકે છે.
આવી જ ઘટના આપણી કારકીર્દી કે આપણાં જીવનમાં પણ બની શકે છે.લોકો "છતી આંખે અંધાપો' ભોગવતાં હોય છે, તેમને તે વિષે ખબર પણ હોય છે, તે માહિતિ હોય છે માત્ર પશ્ચાદ ભૂમિકામાં. દાર્શનીકો હ્યુમ્બર્ટો મૅતુરાના અને ફ્રાંસીસ્કૉ વરૅલાએ તેમનાં હલચલ મચાવી નાખનાર પુસ્તક The Tree of Knowledge માં બહુ જ સચોટ પણ કહ્યું છે કે " આપણે નથી જોઇ રહ્યાં તે, ઘણી વાર, આપણે જોતાં નથી."
આપણને જ્યારે કોઇથી દુઃખ પહોછે છે ત્યારે એ ઘટના અજાણપણે થઇ હોવાની શક્યતાઓ પૂરેપૂરી છે.એ વ્યક્તિની તો આપણને દુઃખ પહોછાડવાની મુદ્દલે કોઇ જ ઇછછા કે દાનત હોય જ નહી. ખેર, તેનાથી શું ફરક પડૅ છે? કોઇ અજાણ્યે પણ છરો ભોંકી દે તો ઇજા થોડી જ ઓછી થઇ જાય છે!
સામેની વ્યક્તિ કે સંજોગોને દોષ દેવાને બદલે, આપણે જ થોડી સંભાળ રાખવી જોઇએ. એટલે કે, સામેની વ્યક્તિના "છતી આંખે અંધાપા"ના ભોગ ન બનીએ તેની સંભાળ તો આપણે જ લેવી રહી, જો વગર વાંકે દંડાવું ના હોય તો!

| મે ૧૨, ૨૦૦૬ના રોજ પ્રકાશીત થયેલ
કુટુંબીજનો, મિત્રો, સહકર્મચારીઓ કે અન્ય લોકો સાથે રોજબરોજના વપરાશમા  આવતા આપણા શબ્દપ્રયોગો વિશે સભાન ન રહેવું સ્વાભાવિક છે. આપણી આસપાસના લોકો પણ સામાન્યતઃ સ્વીકૃત, પણ મહદ અંશે અપ્રસ્તુત, એવા એ શબ્દપ્રયોગો ઠાઠથી  કરતાં હોય છે.જેમ કે,
* માથાંનો દુખાવો
* માથું કાપી નાખવું
* ખરો હૈયા ઉકાળો
આવાં ઘણાં ઉદાહરણો તો આપી શકાય, પણ આટલાંથી મારા કહેવાનું તાત્પર્ય તો સમજાઇ ગયું જ હશે. આવા શબ્દપ્રયોગો કે વાક્યો વાપરતાં રહેવાથી આપણા શરીર કે મન કોઇ અસર નથી થતી એમ આપણે માનીએ છીએ. પણ હકીકતે એવું નથી! એ તો ઘણા સમયથી સિધ્ધ થઇ ચૂક્યું છે કે આ પ્રકારના નકારાત્મક શબ્દપ્રયોગો ની લાંબે ગાળે અવળી અસર થાય છે જ. અને આપણી આસપાસનાં લોકો પણ એવા જ શબ્દપ્રયોગો કરતાં હોય , એટલે આપણે પણ એવા જ શબ્દપ્રયોગો કરતાં થઇ જવું એવું થોડું છે? જુગાર કે ધુમ્રપાન કે બહારની બીનઆરોગ્યદાયક વાનગીઓ ઝાપટતાં રહેવું જેવી બીજી અનિચ્છનીય ટેવો માટે સુફીયાણાં 'કારણો' તો બહુ આપી શકાતાં હોય છે.પણ તેથી શું?
મને બહુ જ પસંદ એવાં માર્શલ સીલ્વરનાં પુસ્તક - Passion, Profit and Power ” -માં એક અલગ વિભાગ જ છે જ્યાં સીલ્વર આપણને આપણા આવા શબ્દપ્રયોગોને બદલવા માટેના સરળ વિકલ્પો સૂચવે છે , જેમ કે:
1. 'જો (“If”) ને બદલે ક્યારે (“When”):
જો(If) સંશય સૂચવે છે.'ક્યારે'(When) એ સંશયનું આવરણ હટાવીને આપણને વિચારી રાખેલ કામ કરવાનું આયોજન કરવા પ્રેરે છે.
2. 'પણ'(“But”)ને  બદલે 'અને'(“And”):
'પણ'(But) સર્વથા નકાર સૂચવે છે, જ્યારે'અને'(And)માં સ્વીકૃતી છૂપાયેલ છે.
હું ભલે અંગત પણે એમ માનતો હોઉં કે આવા શબ્દપ્રયોગના ફેરફારથી ઝડપથી સફળ થવાશે, પણ એમ થશે જ તેવી ખાત્રી નથી આપી શકતો. પરંતુ નકારાત્મક શબ્દપ્રયોગો સફળતાના માર્ગમાં, હાથે કરીને, અવરોધ તો ઊભા કરી શકે છે.
યાદ રહે - અવળા અથવા તો અપ્રસ્તુત નકારાત્મક શબ્દપ્રયોગ કરવા સહેલા છે. તેમ કરવાથી તમે બેફીકરાં પણ દેખાઓ. છેલ્લે જ્યારે મેં એક પરિચર્ચામાં આ વાત કરી તો તેમાં સામેલ એક શ્રોતાએ તો જાહેરમા કહ્યું હતું કે તેમણે કેટલાંય સફળ લોકોને, ઠાઠથી, આવા નકારાત્મક શબ્દપ્રોયોગો કરતાં જોયાં છે.
આ બાબતે હું કોઇ વિવાદમાં નથી પડવા માગતો. આવી સફળતાઓના આધારને પ્રમાણીત કરે એવાં કોઇ વૈજ્ઞાનિક સંશોધનો તો હોય નહીં, કે જે આવી ચર્ચાઓમાં પુરાવા તરીકે ટાંકી શકાય. જો એમ કહીએ કે આ  તો સાવ સાદી સમજની વાત છે, તો ઘણાં લોકોને ખોટું લાગી આવવાની શક્યતાઓ ઊભી થ ઇ શકે છે. એટલે આ ચર્ચા અહીં જ રોકી દઇશું:).
૨૩ મેની એક તાજી નોંધ: સ્કૉટ ગીન્સબર્ગે આ વિષય પર એક રસપ્રદ પૉસ્ટ - On Using Cool Words - કરી છે. જરૂરથી તેની મુલાકાત લેજો.

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી - Distinguish yourself’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- સંપુટ ત્રીજો - ગુચ્છ ૬  // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૧૬, ૨૦૧૩