રવિવાર, 3 નવેમ્બર, 2013

રાજેશ સેટ્ટી રચિત ‘લઘુ ગાથા’ સંગ્રહ - ગુચ્છ ૧૪

#126 – કળાકાર

ફણીષ કળાકાર હતો. તે એવું માનતો હતો. ચાર વર્ષ સુધી કંઇ હલ્યું નહીં. તેના ચિંતિત મિત્ર જૈમિને પૂછ્યું, "તને લાગે છે કે હજૂ આવાં થોડાં વર્ષો જશે?" ફણીષે ડોકું ધુણાવ્યું. "તો  તે ભયને તું શી રીતે ખાળે છે? - જૈમિને પૂછ્યું.  હસીને ફણીષે કહ્યું, "કળામાં વધારે ઊંડા ખુંપી જઇ ને.."

કોઇ પણ હુન્નર પર પ્રાવિણ્ય મેળવવામાં સમય તો લાગે છે. જ્યાં સુધી તેની પાછળ ન પડ્યા રહો, ત્યાં સુધી કંઇ જ હાથ ન પણ આવે. કદી પણ કોઇ મોટી સફળતા હાથ નહીં લાગે એવો ભય પણ તમને સતાવે. આસપાસનાં લોકો ભયના હવનમાં ઘી પણ ઉમેરે. એનો ઉપાય છે - તમારી કળામાં વધારે ને વધારે ઊંડા ઉતરતા રહેવું. ખરી મજા ભય દૂર થઇ જાય તેમાં નહીં પણ, ભયના ઓથારમાં પણ, કળામાં ખુંપેલા રહેવામાં છે.
#127શોધ
મારો સાથીદાર મારામાં નવો પ્રાણ પૂરી શકે તેવો હોવો જોઇએ". વર્ષોનાં વહાણાં વીતી ગયાં, પણ મયુરની નિરાશાનાં વાદળમાં આશાનું કિરણ દેખાતું  નહોતું. એટલે જ્યારે જયે કહ્યું કે મયુરનાં જીવનમાં જીવન રેડી દે એવી વ્યક્તિ મળી ગઈ છે, ત્યારે મયુર ખુશીથી મઘમઘી ઊઠ્યો.. જયે કહ્યું, "સીધી વાત છે. અરીસામાં જોઇ લે."
જવાબ જ્યારે પોતાની અંદર જ પડેલો હોય, ત્યારે બહાર ફાંફાં માર્યે કંઇ મેળ ન પડે.
ધ્રુવ પહેલી વાર, પર્વતારોહણ માટે તેના ત્રણ મિત્રો સાથે નીકળ્યો હતો.પહેલા દિવસનાં ચઢાણના થાકને કારણે બધા પોતાનાં તંબુંમાં વહેલા પથારી ભેગા થવા માંગતા હતા. ધ્રુવનાં હાથમાં કાનનાં પૂમડાની ત્રણ જોડી જોઇ ને સાહીલ બોલી ઊઠ્યો, " અરે, આ ત્રણ જોડીનું તું શું કરીશ?" ધ્રુવે હસીને કહ્યું, "એ મારા માટે નથી."

તૈયારી માત્ર પોતાની સંભાળ લેવા પૂરતી જ ન હોવી જોઇએ, પણ જે કોઇ સાથે હોય તેમની સંભાળ પણ લે તે કક્ષાની હોવી ઘટે છે.
દારૂના નશામાં ધૂત વાહનચાલકે અચાનક તેની ગાડી વાળી નાંખી. અમે માંડ બચ્યાં. જતીન બે-એક ઘડી માટે આંખ બંધ કરી બેસી રહ્યો, અને પછી ફરીથી ગાડી ચલાવવા લાગ્યો. સુહાસીએ પૂછ્યું, "તું આટલો શાંત કેમ રહી શકે છે." જતીને કહ્યું: "સોનેરી મંત્ર - અજાણ્યાંઓની ભૂલની કિંમત ચૂકવવાનું મેં બંધ કરી દીધું છે."
બીજાંની ભૂલોનો ટોપલો આપણા માથે પહેરીને આપણે આપણાં મનની શાંતિને ગુમાવી બેસીએ છીએ.
ફૉટૉ સૌજન્યઃ  તન્મય વોરા on Flickr

વેચાણમાં પડેલાં ગાબડાંનું કારણ જૂઇને મળી ગયું હતું. મૃગેશ સૅમ્પલ્સની લ્હાણી કરતો રહેતો હતો. તેણે કહ્યું, "મૃગેશ, તું આ સૅમ્પલ્સ વહેંચવાનું બંધ કર." મૃગેશના ચહેરા પર અકળામણ જોઇ, જૂઇએ આગળ કહ્યું,"આપણે કંઇ શ્રેષ્ઠ નથી. સૅમ્પલ્સને કારણે જ લોકોને વિશ્વાસ નથી બેસતો." મૃગેશે હસીને કહ્યું,"તો તો, સેમ્પલ બહુ નાની સમસ્યા છે."
 લાંબે ગાળે ગુણવત્તા જેવા મૂળ મુદ્દા, વેચાણની ચકાચૌંધ કરનારી કારીગીરીઓને ઝાંખી પાડી દે છે.



મિત્રોનાં દબાણને કારણે, તિલકે હમણાં જ બહાર પડેલો સ્માર્ટફોન ખરીદવાનું નક્કી કર્યું. ઉત્સાહી સૅલ્સમેને ફૉનની બે ડઝન લાક્ષણિકતાઓ ગણાવતાં ઉમેર્યું: “અને, આ ઍપ્પ તમારી ખુશીની માત્રા પણ દેખાડશે." તિલકે માથું ખંજવાળીને, બીતાં બીતાં, પૂછી જ નાખ્યું,"એ બધું કબૂલ,પણ આ ફોન પર વાત કેમ કરીને થાશે એ તો સમજાવ્યું જ નહીં!"
લોકોની વાતોમાં આવી જઈને, ઘણીવાર મુદ્દાની વાત જ ભૂલાઇ જતી હોય છે!   
v  રાજેશ સેટ્ટી  રચિત  લઘુ ગાથા સંગ્રહ
v  અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ, ભારત // નવેમ્બર ૩,૨૦૧ ǁ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો