શનિવાર, 21 ડિસેમ્બર, 2013

શ્રેણી - દૂરંદેશીનું મૂલ્ય: પ્રાસ્તાવીક પૂર્વભૂમિકા - જેસ્સૅ લીન સ્ટૉનર



બહુ ઘણી વાર સંચાલકો દૂરંદેશી સૂત્ર લખવા બેસતી વખતે તેમની ખુદની દૃષ્ટિને અલગ ગણતાં જોવા મળે છે. દૂરંદેશી સૂત્રએ ભીંત પર કે જાહેરાતમાં કે નૉટીસ બૉર્ડ પર લગાડવા માટેનું એક પ્રભાવશાળી વ્યક્ત્વ્ય હોય તેમ આભાસ થતો રહે છે.
આજના ઝડપથી બદલતાં જતાં વિશ્વમાં દૂરંદેશી સૂત્ર જરીપુરાણો, અપ્રસ્તુત વિચાર બની ગયો છે ! આજના 'દૂરંદેશી તજજ્ઞો' આ વિભાવનાને સમજાવવામાં કમજોર પડે છે ? રોજબરોજનાં જીવનમાં આ સૂત્રનો ઉપયોગ નથી કરાતો? કે પછી આ શબ્દ પ્રયોગ ૨૦મી સદીમાં એટલો બધો વપરાઇ ગયો કે આજે તે પોતાનો મતલબ જ ખોઇ ચૂક્યો છે ?
ભવિષ્ય પહેલાં જેવું નથી રહ્યું
જેસ્સૅ સ્ટૉનરે તેમના ઉચાટને આ પહેલાં પણ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો.
માર્ચ ૯, ૨૦૧૧ના લેખ, દૂરંદેશીની જરૂર સહુથી છેલ્લે પડશે /The Last Thing You Need Is a Vision, માં અલગ અલગ પરિસ્થિતિઓની મદદથી સંચાલન વિચારસરણીમાં દૂરંદેશીનાં ઉચિત સ્થાનની વાત કરવામાં આવી છે. દૂરંદેશી 'બહુ જ ચવાઇ ગયેલ અને વધારે પડતું મહત્વ' અપાઇ ચૂકેલ વિભાવના છે તેવો એક મત પ્રવર્તે છે. દૂરંદેશી વિષયના તજજ્ઞો માટે આ માન્યતામાં રાહત એટલી જ છે કે દૂરંદેશીને સાવ મહત્વહીન ગણવાને બદલે તેને હેતુ અને વ્યૂહરચનાને સમાંતર મહત્વ અપાયું છે. 
૧૯૮૭ની ચુંટણીના પ્રચાર વખતે જ્યોર્જ બુશ બહુ જ નાની નાની વાતો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હતા ત્યારે કોઇએ તેમને કોઇએ તેઓ દેશને કઇ દિશામાં લઇ જવા માગે છે તેમ પૂછ્યું. તેમનો જવાબ 'ઓહ,એ દૂરંદેશીવાળી વાત' તેમને તેમના સમગ્ર શાસન કાળ દરમ્યાન પરેશાન કરતો રહ્યો.
દૂરંદેશીની વાતને આવી જ રીતે ઉડાડી દેતી એક બહુ જ જાણીતી  છે લુઇ ગર્સ્ટનર,જુ.એ ૧૯૯૩માં આઇબીએમની સંચાલન ધૂરા સંભાળતી વખતે કહેલ ટિપ્પણી – દૂરંદેશી એ આઇબીએમમાટે સહુથી છેલ્લી જરૂરિયાત છે. તે સમયે આઇબીએમ બહુ જ કપરા સમયની થપાટોમાં ઝોલા ખાઇ રહ્યું હતું. એટલે તે સમયનાં આઇબીએમ પાસે માત્ર દીર્ઘદૃષ્ટિ હોત તો પણ તે દિશામાં આગળ વધવા માટે જરૂરી બળ અને જુસ્સો બહુ જ સ્પષ્ટ આયોજન અને વ્યૂહરચના સિવાય બીજે કશેથી મળે તેમ નહોતો. આ વાતનાં બે વર્ષ બાદ લુઇ ગર્સ્ટનરે આઇબીએમને ગ્રાહક-કેન્દ્રી કંપ્મ્યુટીંગ ઉકેલ ની દીર્ઘદૃષ્ટિ અને નેટવર્કીંગ કમ્પ્યુટીંગની વ્યૂહરચના રચના ઘડી આપી.
એલિસ ઇન વન્ડરલેન્ડનાં બે પાત્રો - ચૅશાયર કૅટ અને એલિસ વચ્ચેના એક બહુ જ જાણીતા સંવાદમાં કંઇક આ અર્થની વાત છે - ક્યાં જવું છે તે જ જો ખબર ન હોય તો કયો રસ્તો પસંદ કરીએ છીએ તે મહત્વનું નથી રહેતું. ધ્યેય અને વ્યૂહરચનાથી લોકોના વિચારોને વેગ મળે છે પણ દૂરંદેશીવડે મળતું દિલને તર કરી દેતું જોમ નથી મળતું. ધ્યેય વડે 'શા માટે' અને વ્યૂહરચના વડે 'શી રીતે' સમજાય પણ 'ક્યાં'નો દિશાનિર્દેશ તો દૂરંદેશી જ પૂરી પાડે છે.
સમગ્રપણે જોતાં એમ કહી શકાય કે દીર્ઘદૃષ્ટિ કે દૂરંદેશી સૂત્ર બહુ ચર્ચાયેલ પણ પ્રમાણમાં ઓછી સ્પષ્ટ થયેલ વિભાવના છે.  ખરૂં દૂરંદેશી સૂત્ર એ ધમાકેદાર, ચટપટું કથન નથી, પણ સંસ્થાનાં દરેકને સમજાય, દેખાય, અનુભવાય અને પ્રેરણા આપે એવી ભાવના અને વિચારધારા છે.
દૂરંદેશી કથન વિષે કંઇક અંશે ઘસાતી લાગણીની પાછળ તેનાં ઘડતરની પ્રક્રિયાના ઉપયુક્ત  ઉપયોગનો અભાવ પણ કારણભૂત ગણી શકાય. દૂરંદેશી સૂત્ર એ શેખચલ્લીનાં દીવાસ્વપ્ન જેવા હવાઇ કિલ્લા ચણવાની વાત કરતું જણાય ત્યારે તે અપયશને પાત્ર ઠરે છે. પરંતુ તેના વડે ભવિષ્યની દિશાનું આશા અને ઉત્સાહજનક સ્વપ્નનું મેઘધનુષ્ય રચાય તો સંસ્થનાં દરેક સ્તરે તે યોજનાઓ અને વ્યૂહરચનાઓ ઘડવાનું જોશ પૂરૂં પાડી શકે છે.
તે પછી ઑક્ટોબર ૪, ૨૦૧૧ના લેખ - દૂરંદેશીનું શું થયું? તમારા વિચારો જણાવશો? \ What Happened to Vision? Your Thoughts?  -માં જેસ્સૅ સ્ટોનર વાંચકો સમક્ષ બહુ જ વેધક સવાલ મૂકે છે - આજના અગ્રણીઓને દૂરંદેશી બાબતે બહુ રસ નથી જણાતો તેનાં શું કારણો હોઈ શકે?
આ બધાં વિચારમંથનના પરિપાક રૂપે જેસ્સૅ સ્ટોનરે વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ અને વિચારકોને તેમના વિચારો રજૂ કરવા આમંત્રિત કરવાનું નક્કી કર્યું. આ દરેક અગ્રણીને જેસ્સૅ સ્ટોનરે એ ટલું જ કહ્યું કે તમારા વિચારોની રજૂઆતમાં "આજે દૂરંદેશી પ્રસ્તુત છે કે કેમ?" તે વિષે જણાવજો. આ નિમંત્રણના પ્રતિસાદ રૂપે જે પ્રતિભાવો મળ્યા તેને જેસ્સૅ સ્ટૉનર આપણી સમક્ષ "દૂરંદેશીનું મૂલ્ય" શ્રેણીના સ્વરૂપે રજૂ કરી રહ્યાં છે.
"દૂરંદેશીનું મૂલ્ય" શ્રેણી માં આવરી લેવાયેલા દસ લેખો હવે પછી આ ક્રમમાં પ્રકાશીત કરવાનું આયોજન વિચારેલ છેઃ
 

૧. કેન બ્લૅન્ચર્ડવન મિનિટ મેનેજર અને અન્ય ત્રીસ જેટલાં પુસ્તકોના લેખક૧૩  જાન્યુઆરી ૨૦૧૪
૨. જિમ કૌઝૅસ અને બૅરી પૉસનર - ધ લીડરશીપ ચેલેન્જના લેખકો ૨૭ જાન્યુઆરી ૨૦૧૪
૩. વ્હીટની જૉહ્નસન - ક્લેટન ક્રીસ્ટેનસનની નિવેશ પેઢી રોઝ પાર્ક ઍડ્વાઇસર્સના સહ-સ્થાપક અને હાવર્ડ બીઝનેસ રીવ્યુના નિયમિત  લેખક ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૪
. ડગ કૉનન્ટ કેમ્પબેલ સુપના ભૂતપૂર્વ મુખ્ય સંચાલક - ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૪
૫. શીલ્પા જૈન – YES!નાં સંચાલક નિયામક ૧૦ માર્ચ ૨૦૧૪
૬. ડૅનીયલ બર્રૂસ ટેક્નોલોજી ભવિષ્યવેતા અને ફ્લૅશ ફોરસાઈટ્ના લેખક - ૨૪ માર્ચ ૨૦૧૪
૭. તન્વી ગૌતમ - વ્યવ્સ્થાપક ભાગીદાર, ગ્લોબલ પીપલ ટ્રી ૧૪ એપ્રિલ ૨૦૧૪
૮. માઇક મ્યાટ્ટ N2Growth ના મુખ્ય સંચાલક અને ફૉર્બ્સપરના નિયમિત લેખક - ૨૮ એપ્રિલ ૨૦૧૪
૯. કેટ એમરી - ધ વૉકર ગ્રૂપનાં મુખ્ય સંચાલક અને reSET સોશ્યલ એન્ટરપ્રાઇઝ  ટ્રસ્ટનાં સ્થાપક ૧૨ મે ૨૦૧૪
૧૦. જેસ્સૅ લીન સ્ટૉનર - આ શ્રેણીનાં સંપાદક  - ૨૬ મે ૨૦૧૪
જ્યારથી આ શ્રેણી જેસ્સૅ સ્ટૉનરના બ્લૉગ પર પ્રસિદ્ધ થઇ ત્યારથી મેં તેનો અનુવાદ કરી અને ગુજરાતી ભાષાના વાંચકો સમક્ષ રજૂ કરવાનું વિચારી રાખેલ હતું. આશા કરૂં છું કે આ શ્રેણી આપ સહુને પણ રસપ્રદ અનુભવાશે તેમ જ પસંદ પડશે. 

v  અસલ અંગ્રેજી લેખ, The Value of Vision Series - Introduction, લેખિકા જેસ્સૅ લીન સ્ટૉનરના બ્લૉગ પર જૂન ૧૩, ૨૦૧૩ના રોજ Leadership, Vision and Strategy  વિભાગો અને Value of Vision Series  ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૨૧, ૨૦૧૩
 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો