રાજકુંવર પોતાની પત્ની અને બાળપુત્રને સાધુ બનવા ત્યજી દે છે, કે જેથી જીવનની વ્યાધિઓમાંથી મુક્તિ મળવાનો માર્ગ મળે.એ કુંવર ભગવાન બુદ્ધ તરીકે ઓળખાયા અને તેમનો માર્ગ બૌદ્ધ ધર્મ તરીકે પ્રસાર પામ્યો.
હિંદુ ધર્મમાં આનાથી બરાબર ઉલટી વાત પણ છે: એક સાધુને પરણી,પુત્રોને જન્મ આપીને માનવ સંસારનું સંરક્ષણ કરવા મનાવી દેવામાં આવે છે. તેમનાં પત્ની તેમની સાથે રચેલા સંવાદ વડે માનવીના અપ્રસ્તુત બની જવાના ડરને અતિક્રમવા માટેનાં રહસ્ય પ્રગટ કરે છે. આ સાધુ તે ભગવાન શિવ, જેને હિંદુ ધર્મમાં વિનાશના ઈશ્વર તરીકે ઓળખવામાં આવે છે.તેઓ દેવી સાથેના સંબંધથી નાશ રચે છે, કારણકે તેમના માટે દેવી એ શક્તિ છે, માયા નહીં.
આ વિરોધાભાસી વિચારો ભારતીય વિચારધારાના પાયામાં રહેલ તનાવને વ્યક્ત કરે છે: કેવળ સુખ મેળવવા માટે દુન્યવી જીવનનો સર્વથા યાગ કરવો જોઇએ કે ગૃહસ્થી ધર્મ નિભાવવામાંથી જ સુખ મળી શકે છે ? આશ્રમ વ્યવસ્થાના સારા એવા પ્રભાવ છતાં, હિંદુ સમાજ વ્યવસ્થામાં ગૃહસ્થીમાંથી શાશ્વત સુખ મળી શકવાના વિચારને વધારે અનુમોદન મળતું જણાય છે. દેવે પણ લગ્ન તો કરવું જ પડે, દેવી વિના તેમને દૈવત્વ પ્રાપ્ત નથી થતું.
હિંદુ ધર્મમાં દેવીના પ્રભાવ પર બહુ ઘણો ભાર મુકાયો છે, બૌદ્ધ ધર્મમાં અને જૈન ધર્મમાં તેમાથી ક્રમશઃ ઓછો ભાર મુકાયેલો જોવા મળે છે.
હિંદુ પુરાણોમાં સમાજનાં ધડતરમાં મહત્ત્વનાંમનાતાં કર્મકાંડીપણાં, પદાનુક્રમ કે શુદ્ધિકરણના સંસ્કારને હિંદુ પુરાણોમાંપડકાર દેવીએ કર્યો છે. મહાપરંપરાવાદી પિતાની આજ્ઞા ઉથાપી, કોઇ જ કર્મકાંડમાં ન માનનારા દેવ, શિવ, સાથે સતી પરણી જાય છે.
શ્રી લંકાની જૂની તેરવદ વિચારધારામાંથી સદીઓના પ્રવાહની સાથે બૌદ્ધ ધર્મ પણ ચીન કે જપાનના મહાયાન કે તિબેટના વજ્રયાનમાં પરિવર્તિત થતો ગયો. પછીનાં વર્ણનો અને કલ્પનાઓમાં તે બૌદ્ધિક ઓછા પણ વધારે પ્રેમાળ, ઓછા એકામતમયને બદલે વધારે કરુણામય, અનેકા હાથોથી સાંત્વન આપતા ને માર્ગદર્શન કરતા એવા બોધિસત્વ તરીકે વધારે વ્યાપકપણે સ્વીકૃત થતા જણાય છે.આવું જ પરિવર્તનની સાથે તારાનાં દૈવી સ્વરૂપ સાથેનો સહયોગ પણ મહત્ત્વનું પરિબળ બની રહેતો જાણ્યા છે, જે તેમને ચુસ્ત સંસાર ત્યાગીમાંથી પોતાની મદદ ન કરી શકનાર માનવજાતના તારણહારમાં પરિવર્તીત કરે છે.તારા એ રહસ્યમયી દેવી છે બૌધ્ધ અને હિંદુ ધર્મનાં અંતર્ની મર્યાદાઓને પાર કરી જાય છે. તેમનાં મંદિરો, બંગાળ્મ ઓડિસ્સા કે આસામમાં ફેલાયેલાં જોવા મળે છે, જ્યાં તેમને કાલિ સાથે પણ ભળી જતાં જોઇ શકાય છે: જ્યારે વિબેટીય બૌદ્ધ સંપરદાયમાં તેઓ લક્ષ્મી કે સરસ્વતી કે દુર્ગા કે કાલિ તરીકે વાદળી, કે પીળાં કે ધવલ સ્વરૂપનાં તારા તરીકે જોવા મળે છે.
જૈન ધર્મમાં તિર્થંકરો જેટલું ઉ્ચ સ્થાન ભલે ન ધરાવતાં હોય પણ પણ પદ્માવતી તરીકે અંશતઃ દેવીની કક્ષાનું સ્થાન મેળવેલાં દેવી તરીકે દુન્યવી સુખના વાંછુ એવા સામાન્ય લોકોમાં તે વધારે પર્ચલિત છે. આ લોકો ધન, સત્તા અને પ્રસિદ્ધિની કાર્મિક ઇચ્છાઓને અતિક્રમી જિન શાસનનો મુક્તિ માર્ગ અપનવવા ઇચ્છે છે. તેમનું નામ્કમળ સાથે સંબંધ ધરાવે છે, એટલે એ દૃષ્ટિએ તેઓ લક્ષ્મીનું સ્વરૂપ કહી શકાય, પણ પોતાના પતિ ધરણેન્દ્ર (હુંદુ ધર્મના ઇંદ્ર)ની સાથે રહીને ૨૩મા તિર્થંકર પાર્શ્વનાથની દુર્ગાની જેમ રક્ષા કરે છે. પદ્માવતી દેવી શ્વેતાંબર કરતાં દિગંબર સંપ્રદાયમાં વધારે પ્રચલિત છે.
માત્ર હિંદુ જ નહીં પણ, મધ્યયુગના આગમો અને પુરાણોમાંથી વિકસેલા બધા જ પ્રકારનાં તાંત્રિક સપ્રદાયમાં પણ દેવી કેન્દ્રમાં જોવા મળે છે. આ ગ્રંથોમાં ઋષિઓનાં અમૂર્ત તત્વજ્ઞાનને બદલે જે કંઇ મૂર્ત છે તેની કલ્પનાસૃષ્ટિને વધારે મહત્ત્વ અપાયું છે. તેમાં માયા વિષે ઓછું પણ શક્તિ વિષે વધારે કહેવાયું છે. તેમાં શુદ્ધતાવિષે ઓછું પણ પ્રદુશિતતા વિષે વધારે કહેવાયું છે. પરમ શાંતિને બદલે ઇન્દ્રિય અનૂભૂતિઓને પ્રાધાન્ય અપાયું. એટલે કે, દેવીનું કહેવું છે કે જીવનને માણીને સેવળ સુખ મેળવવું જોઇએ, નહીં કે પરિત્યાગથી.
'મીડ ડે'માં સપ્ટેમ્બર ૨૯, ૨૦૧૩ના રોજ પ્રકાશીત થયેલ

- અસલ અંગ્રેજી લેખ, Not without the Goddess લેખકની વૅબસાઇટ, દેવદત્ત.કૉમ,પર ફેબ્રુઆરી ૧૨, ૨૦૧૪ના રોજ Indian Mythology• Myth Theory • World Mythology ટૅગ હેઠળ પ્રસિધ્ધ થયેલ છે.
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ડીસેમ્બર ૧૦, ૨૦૧૪
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો