પૂર્વભૂમિકા :
આ પહેલાં આપણે શ્રી રાજેશ સેટ્ટીના બ્લૉગ પરની શૃંખલા Mini Sagaનો અનુવાદ Mini Saga / લઘુ ગાથામાં, અને Distinguish Yourself નો અનુવાદ આગવી પ્રતિભા/ Distinguish yourself માં, માણી ચૂક્યાં છીએ.
તેમણે "પ્રશ્ન(થી ઉદ્ભવતા) વિચાર" શૃંખલામાટે તેમણે કેટલાક અગ્રણી વિચારકોને 'પ્રશ્નવિચાર' મોકલવા જણાવ્યું. સ્વાભાવિક જ છે કે તેમની આ અપીલનો પ્રતિભાવ બહુજ સાનુકૂળ આવ્યો.
તેમણે આ વિચારકોને પ્રશ્ન કર્યો હતો કે - તમારી યુવાનીના સમયે કયો એક સવાલ કોઇએ તમને કરવો જોઇતો હતો?
આ સવાલના જવાબમાં જે સવાલ પૂછાયો તે છે "પ્રશ્ન(થી ઉદ્ભવતા)વિચાર \ Question that provokes thought!
પ્રશ્નો જેટલા મહત્ત્વના છે, (કમ સે કમ) તેટલા જ મહત્ત્વના વિચાર છે. એટલે પ્રશ્નોથી ઉદ્ભવતા વિચાર અનેકગણા મહત્ત્વના બની રહે છે.
ઘણી વાર એવું બનતું જોવા મળ્યું છે કે વ્યક્તિનાં (અંગત, કૌટુંબીક, સામાજિક કે વ્યાવસાયિક) જીવનના પ્રવાહની દિશા કોઇ જવાબ નહીં, પણ યોગ્ય સમયે પૂછાયેલ સાચો સવાલ પલટાવી નાખી શકે છે.
પ્રસ્તુત શૃંખલા, Quought for the Dayના ખ્યાલનું બીજ અહીં પડ્યું છે.
Quought શબ્દ સુઝાડવાનું શ્રેય, Walmart.comના ભૂતપૂર્વ CIO, શ્રી અશ્વિન રંગનને જાય છે, જેની આપણે પણ સાભાર નોંધ લઇએ.
આ શૃંખલાના લેખો વાંચવામાં આપણે આપણને કેવા કેવા પ્રશ્નો પૂછવા જોઇએ જેથી આપણાં પોતાનાં જીવન કે /અને કારકીર્દી અંગેનું આપણું દીર્ધદર્શન આપણી સામે સ્પષ્ટ બની રહે તે સીદો ફાયદો તો છે જ, એમ તો સમજાવવાની જરૂર નથી. તે સાથે દરેક પ્રશ્નવિચારકના બ્લૉગ / સાઈટ અને તેમનાં મહત્ત્વનાં પ્રદાન અંગે જાણ કરતી વીજાણુ કડીઓ પણ આવરી લેવાઇ છે, જે તે વ્યક્તિ વિષે વધારે માહિતી પૂરી પાડવાની સાથે નવાં વાંચન માટેની દિશાઓ ખોલી આપે છે.
****************
# ૧ - સેથ ગોડીન ‘સેથ ગોડીન મારા માટે હીરો સમાન છે. મારા માટે, તેમ જ મારાં લખાણો માટે, સેથ એક આગવી પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે. તેમણે લખેલું બધું જ મેં અનેક વાર વાંચ્યું છે. એમના પ્રશ્નવિચારથી આ શ્રેણીનો પ્રારંભ કરીએ.’
પ્રશ્નવિચાર:
હવે પછી શું?
વીજાણુ કડીઓ :
- The Dip Blog
- Seth's Main Blog
- Seth's Squidoo Lens
- All Marketers Are Liars Blog
- SethGodin.com: Official Site
- સેથ ગોડીનની ભલામણો : Suggestica પર સેથ ગોડીન
મને એ દિવસ હજૂ પણ યાદ છે. મારા એક માર્ગદર્શકે મને સુસાન સ્કૉટનું પુસ્તક “Fierce Conversations” વાંચવા માટે આપ્યું.તેમણે આપ્યું એટલે જરૂર કોઇ ચોક્કસ આશય હશે તેમ તો સમજાતું હતું, પણ મારે એવા પ્રખર સંવાદો (Fierce Conversations) માં પડવાનું ક્યાં આવી પડે તે સમજાતું નહોતું. J
આ વાત ભલે વર્ષો પહેલાંની છે, પણ એ પુસ્તકે મારા સંવાદોને ઘડવામાં જરૂર મહત્ત્વનો ફાળો આપ્યો છે તે વાત તો આજે પણ કબૂલવી જ રહી.
આમ તો આ પુસ્તક મુખ્ય સંચાલન અધિકારીઓ માટે જ લખાયેલું છે, પણ તેનું વાંચન કોઇને પણ માટે કામનું છે - 'કોઇને' માટે એટલે બીજાં સાથે સંવાદ સાધવા માગતી કોઇ વ્યક્તિ ! J’
આશાવાદી ચેતવણી : ઉપરોક્ત કથન ખાસ ધ્યાનપૂર્વક વાંચવું. જો તે તમારા મનમાં ઉતરી જશે, તો હંમેશ માટે તમારૂં જીવન નવી દિશામાં વળી જશે.
પ્રશ્નવિચાર
એક વાર માની લઇએ કે કદાચ કોઇ એક સંવાદ કોઇ પણ કારકીર્દી કે કંપની કે સંબંધની દિશા બદલી ન શકે, તો પણ દિશા બદલાવ માટે મહત્ત્વનાં પ્રદાન સ્વરૂપ તમારી આગવી છાપ મૂકી જતો હોય એવો કોઇ સંવાદ છે ખરો?વીજાણુ કડીઓ :
૧. Fierce Inc.ની વેબ સાઈટ : Fierce Conversations
૨. સુસાન સ્કૉટ્ની ભલામણો : Suggestica પર સુસાન સ્કૉટ
# ૩ સ્ટીવ પાવ્લીન
સ્ટીવ પાવ્લીનની સાઈટ Steve Pavlin. Com – Personal Development for Smart People,
ગત વિકાસના વિષય પર, દુનિયામાં સહુથી વધારે મુલાકાત લેવાતી હોય તેમાંની એક અગ્રણી સાઈટ છે. ત્યાં માહિતીની એટલી બધી વિપુલતા છે કે શું કરવું અને ન કરવું એની મીઠી મુંઝવણમાં મુલાકાતી ચકરાઇ જાય છે.
પ્રશ્નવિચાર :
જો કોઈ ડર ન હોય, તો આ વર્ષે હું શું કંઈ જૂદું જ કરું?વીજાણુ કડીઓ :
૧. સ્ટીવ પાવ્લીન - મુખ્ય પૃષ્ઠ : Steve’s Home Page
૨. સ્ટીવ પાવ્લીન – બ્લૉગ : Steve’s Blog
૩. સ્ટીવ પાવ્લીન – શ્રાવ્ય : Steve’s Audio
# ૪ - ફીલ ગૅર્બીશૅક
‘ફીલ ગેર્બીશૅક બહુ જાણ્યામાન્યા બ્લૉગર, લેખક અને મૅનેજર છે, તે બધાં ઉપરાંત તે આપનારા છે. તેમની સાથે સંપર્કમાં આવતી દરેક વ્યક્તિ તેમની મિત્ર બનવા ચાહે છે. તેમના મિત્ર બનવામાં એક જ મુશ્કેલી છે - તેમની સાથે આદાન-પ્રદાનમાં કદમ મિલાવતાં મિલાવતાં ભલભલાં હાંફી જાય છે, અને તો પણ તેમને આંબી તો નથી જ શકાતું.’
પ્રશ્નવિચાર :
આ વર્ષે હું શેના માટે ઓળખાઉં? તે સિધ્ધ કરવા માટે મારે શું શું કરવું રહ્યું?વીજાણુ કડીઓ :
૧. ફીલ ગેર્બીશૅક નો બ્લૉગ : Make It Great
૨. ફીલ ગેર્બીશૅકનું પુસ્તક : 10 Ways to Make It Great!
# ૫ જોહ્ન બૅટ્ટલ
Federated Media Publishingના સ્થાપક અને અધ્યક્ષ, જોહ્ન બૅટ્ટલ ઉદ્યોગ સાહસિક, પત્રકાર, પ્રૉફેસર અને લેખકની ભૂમિકાઓ પણ બખૂબી નીભાવે છે. તદુપરાંત મિડીયા, ટેક્નોલૉજિ, કોમ્યુનિકેશન્સ અને મનોરંજન ઉદ્યોગોની કેટલીય પરિષદોમાં પણ તેઓ સ્થાપક અને કાર્યકારી નિર્માતાની ભૂમિકાઓ પણ ભજવે છે. 'ઈન્ટરનેટ પરિષદોના પિતામહ' સમી Web 2.0 Conference, જે પાછળથી Web 2.0 Summit તરીકે જાણીતી થઇ, તેની ૨૦૦૫માં સ્થાપનાથી માંડીને ૨૦૧૧ સુધી કાર્યકારી નિર્માતા તરીકેની તેમની કામગીરીને તેઓ તેમની 'સૌથી ગૌરવવંત સંપાદકીય કામગીરી' ગણે છે.
BoingBoing.netના તેઓ બ્રાંડ મેનેજર પણ છે. આ પહેલાં તેઓ Standard Media International (SMI)ના સ્થાપક, અધ્યક્ષ અને મુખ્ય સંચાલક તેમ જ The Industry Standard અને TheStandard.comના પ્રકાશક પણ હતા. The Standardની સ્થાપના કરી તે પહેલાં બૅટ્ટલ, Wired magazine અને Wired Venturesના સહ-સ્થાપક તંત્રી પણ હતા. તેઓ The Search: How Google and Its Rivals Rewrote the Rules of Business and Transformed Our Culture” (Portfolio, 2005)ના લેખક પણ છે.
આશાવાદી ચેતવણી : જોહ્ન બૅટ્ટલનો સવાલ આપણને બજારમાં આપણી ઓળખની બહુ મહત્ત્વની બાબત વિષે - અને એ બાબતે આપણી માન્યતાઓ વિષે - વિચારતા કરી મૂકી શકે છે.
પ્રશ્નવિચાર
જે લોકો માટે આપણને માન છે તેમની સાથેના સંવાદમાં પણ આપણે જેને જરા સરખી પણ આંચ આવવા ન દઇએ એટલી હદે આપણે જેની કાળજી લેવા તૈયાર થઇ જઇ એવું શું છે?વીજાણુ કડીઓ :
૧. જોહ્ન બૅટ્ટલનો બ્લૉગ: The Search Blog
૨. જોહ્ન બૅટ્ટલનો બીજો એક બ્લૉગ: BoingBoing.Net
૩, જોહ્ન બૅટ્ટલની કંપની : Federated Media Publishing
+++++++++++++++++++++++
શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Quought for the Day’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ- ગુચ્છ ૧ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ મે ૨૦,૨૦૧૫
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો