બુધવાર, 10 જૂન, 2015

આંખોની સનસનીખેજ દાસ્તાન - દેવદત્ત પટ્ટનાઇક


કર્ણાટકનાં મૈસુર પેઈન્ટીંગ કે તામિલનાડુનાં તાંજોર પેઈન્ટીંગ કે કેરાલાનાં ભીંત ચિત્રો એવાં દક્ષિણ ભારતનાં કોઈપણ ચિત્ર સંગહ ધારીને જોઇશું તો દેવોના રાજા, વજ્રધારી, ધવલ ઐરાવત પર સવાર એવા ઈન્દ્રનાં શરીર પર હજારો આંખો ચિતરેલી જોવા મળશે !

વેદોમાં, ઇન્દ્ર સહુથી વધારે જાણીતા દેવ છે. તે સહુથી વધુ સાહસી અને શક્તિવાન સ્વરૂપે રજૂ થયેલ છે. પણ વેદોથી હજારેક વર્ષ પછી લખાયેલ પુરાણોમાં તેને એટલું મહત્ત્વનું સ્થાન નથી અપાયું. વિશ્વમાં વસતા અનેક દેવોમાંના એક તરીકે જ તેનું નિરૂપણ છે.તે દેવોના નેતા જરૂર છે, આકાશમાં તેમનો નિવાસ પણ છે, પણ મહાદેવ એવા શિવ, કે ભગવાન એવા વિષ્ણુ, જેટલું તેમનું સ્થાન ઊંચું નથી. અંગ્રેજી ભાષામાં તે કેપીટલ g વગરના godની કક્ષાના દેવ છે, કેપીટલ G સાથેના God,ભગવાન, નહીં.

જો કે આપણને હવે સમજાય છે કે તેમનું નામ,ઇન્દ્ર, તેમના ઇન્દ્રિયાસક્ત હોવા પરથી જ આવ્યું છે. ઇન્દ્રિયાસકત વ્યક્તિની નજર ચારેકોર ભમતી રહે છે,તેમની નજરમાં અપ્સરાઓ અને એવી સુંદર અન્ય સ્ત્રીઓ ચડી જતી હોય છે. આકાશમાંથી પણ નજરો દોડાવતા રહેતા ઈન્દ્ર જેવા લોકોની નજરથી બચવા માટે જ પરિણિતા સ્ત્રીઓને ચાંદલો, મંગળસૂત્ર, સેંથામાં સિંદુર જેવાં દેખીતાં ચિહ્નો પોતાના પરિણિત હોવાનું દેખાય તેમ રાખવાની સલાહ અપાતી હોય છે !

ગ્રીક પુરાણોમાં ઇન્દ્રના સમક્ક્ષ ઝૅયસ કેટલીય કુમારિકા અને રાજકુમારીઓ સાથે દુરાચાર કરવા છતાં બચી જાય છે. પરંતુ રામયણમાં જ્યારે ગૌતમ ઋષિ ઈન્દ્રને તેમની પત્ની અહલ્યા સાથે જોઇ જાય છે, ત્યારે ઇન્ન્દ્રને તો તેઓ શ્રાપ આપે જ છે. આવાં કૃત્યોમાંથી દેવ પણ બચી ન શકે. જૂદી જૂદી કથાઓમાં શ્રાપની ખરેખર અસર વિષે જૂદાં જૂદાં કથાનક જોવા મળે છે. એક કથા મૂજબ ઈન્દ્રને નપુંસક બનાવી દેવાયાની વાત છે, જ્યારે બીજી કથા પ્રમાણે તેનાં શરીરે હજારો યોનિઓ – સ્ત્રી-ગુપ્તાંગ - ફૂટી નીકળી.

હિંદુ શાસ્ત્રોની ઘણી કથાઓમાં જોવા મળતું હોય છે કે એક વાર ગુસ્સો શાંત પડ્યા પછી કે શ્રાપિત વ્યક્તિના પસ્તાવાથી દયા ખાઇને શ્રાપ આપનાર જ શ્રાપની માત્રા કે શ્રાપની અસરમાં કમી કરી આપે છે. ઈન્દ્ર પણ પસ્તાય છે. ગૌતમ ઋષિ પણ નરમ પડે છે અને શરીર પર ચોંટેલી યોનિઓને હજારો આંખમાં બદલી આપે છે. આમ ઈન્દ્રનાં શરીર પર હવે હજારો આંખો જોવા મળે છે.

તેની ઈંન્દ્રિયોને ક્યાં ક્યાંથી કેવા કવા પ્રકારના ઉત્તેજના કરાવતા સંકેતો મળે છે અને ઈન્દ્ર તેમને શું પ્રતિભાવ આપે છે એ રીતની પર નજર આ દરેક આંખ રાખે છે. ઈન્દ્રનાં શરીર સૌષ્ઠવ અને દોરદમામથી આકર્ષાઇને કોઇ સ્ત્રી ઇન્દ્રને લલચાવતી તો નથી ને? કે કોઇ ભોળી સરળ સ્ત્રીને ઇન્દ્ર પોતાનાં સામર્થ્ય, સમૃધ્ધિ કે સત્તાથી પળોટતો તો નથી ને ?
ખેર તે જે હોય તે હોય, પણ ઈન્દ્ર તો દેવોના રાજા, ઇન્દ્ર, જ રહેવાના. સ્વર્ગમાંથી તેમને તગેડી નથી મૂકાયા.તેનાં શરીર પરની આંખો તેના ગુન્હાઓની યાદ કરાવે રાખ્યે છે, પણ તેની ગાદી હજૂ સલામત છે.તેને સજા જરૂર થઇ છે, પણ તેને સાવે સાવ કાઢી નથી મૂકાયા. આમ આપણને કાયમ માટે યાદ કરાવાય છે કે કોઇ પણ સંપૂર્ણ નથી જ હોતું, દેવો પણ નહીં. દરેકે દરેક સર્વાંગ સંપૂર્ણ હોય તેવું જરૂરી પણ નથી !

ભૂલ તો દરેક વ્યક્તિથી થવાની, વળી મોટા ભાગનાં ભૂલો દોહરાવ્યા પણ કરશે. સંપૂર્ણ હોવું એ એક કલ્પના જ છે.મોટા ભાગનાં એમ જરૂર માનવા પ્રયત્ન કરે કે બીજી વાર તેઓ સુધરશે, વધારે પુખ્ત બનશે, બીજાંની વાત અને ઇચ્છાઓને વધારે સારી રીતે સાંભળશે, સાચી અને સારી વાતનો અમલ કરશે, પોતાની ઇન્દ્રિયોની તડપને વશ નહીં થાય, પોતાના વિજયો માટે વધારે નમ્ર બનશે.
 clip_image001 ‘મિડ ડે’માં ડીસેમ્બર ૧, ૨૦૧૩ના રોજ પ્રકાશિત થયેલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો