પ્રાસ્તાવિક :
ઍયન રૅન્ડ અને તેમની 'ઍટલસ શ્રગ્ગ્ડ' માટે આમ તો કોઇ પરિચય આપવાની આવશ્યકતા ન જ હોય. તેમ છતાં જેમણે કદાચ આ નવલકથા ન વાંચી હોય તેમને માટે Ayn Rand સાઈટ પર Atlas Shruggedની પરિચયાત્મક વિગતો રજૂ કરાઇ છે તે વાંચી જવાની ભલામણ છે. 'ઍટલસ શ્રગ્ગ્ડ' માનવીની સર્વોત્તમ સંભાવ્ય ક્ષમતા વિષેનાં ઍયન રૅન્ડનાં દર્શનનું નાટ્યાંતરણ કરતી નવલકથા છે. રૅન્ડનાં દર્શનને રજૂ કરતું કથાનક બહુ જકડી રાખે તેવું બની રહે છે કથામાં ઘુમરાતા રહેતા એક સવાલ – Who Is John Galt? \ કોણ છે જોહ્ન ગૅલ્ટ?-ની આસપાસ.
જોહ્ન ગૅલ્ટની આસપાસ અનેક દંતકથાઓ વણાઈ છે, જેમ કે, ચિરઃયૌવનની જડીબુટ્ટી તેણે શોધી હતી? ખોવાઇ ગયેલ શહેર ઍટલાન્ટીસ તેણે શોધી કાઢ્યું હતું? કારીગરોના ગ્રીક દેવ પ્રોમિથિયસનો આજના નવા યુગનો એ અવતાર છે? અરે, ખરેખર તે છે પણ ખરો? આ બધા સવાલોના જવાબો ખબર ન હોવા છતાં આખાં જગતને તેનું નામ કેમ ખબર છે?
જોહ્ન ગૅલ્ટ આ પૃથ્વી પર થઇ રહેલ અકલ્પ્ય અધિભૌતિક વિકાસના માનવ જીવનનાં મૂળિયાંનું પ્રતિક છે, નવલકથામાં તે સદેહે તો છેક છેલ્લા ત્રીજા ભાગમાં જોવા મળે છે. સામાન્યતં કોઇ પણ હડતાળ કારીગર્વર્ગ પાડે, પણ અહીં તો ઉત્પાદકો / ઉદ્યોગ સાહસિકો હડતાળ પર ઊતરે છે. એ હડતાળની પશ્ચાદ ભૂમિકા સમજાવવા માટે જોહન ગેલ્ટ રેડિયો પર એક મહાવ્યવક્ત્ય આપે છે. રેડિયો પર તેણે આપેલું આ વ્યકત્વ્ય નવલકથાનાં હાર્દનું શબ્દસ્વરૂપ છે.
૨૦૧૧થી ૨૦૧૪ દરમ્યાન ‘ઍટલસ શ્રગ્ગ્ડ’નું ત્રણ ભાગમાં ફિલ્માંકન પણ થયું છે, જેનો ત્રીજો ભાગ Atlas Shrugged Part III: Who Is John Galt? સપ્ટેમ્બર ૨૦૧૪માં રીલીઝ થયેલ છે.
'ઍટલસ શ્રગ્ગ્ડ'ના નાયક
જોહ્ન ગૅલ્ટનાં મહાવ્યક્તવ્યનું સંક્ષિપ્ત સ્વરૂપ
બાર બાર વર્ષથી તમે પૂછી રહ્યાં છો કે ' જોહ્ન ગૅલ્ટ છે કોણ?'. આજે તમારી સમક્ષ હું, જોહ્ન ગૅલ્ટ, બોલી રહ્યો છું. તમારી સમક્ષનાં મહોરાં હટાવીને તમારી દુનિયામેં તોડીફોડી નાખનાર હું છું. તમે તો એમ સાંભળતાં આવ્યાં છો કે આ નૈતિક સંકટકાળ છે, માણસજાતનાં પાપોના ભારથી પૃથ્વી ભાંગી રહી છે. તેમ છતાં તમારો મુખ્ય સદ્ગુણ બલિદાન રહે છે. દરેક મોટી અફત સમયે હજૂ વધારે મોટાં બલિદાનની માંગ થતી રહી છે. તમે રહેમ માટે કરીને ન્યાય અને સુખ માટે ફરજની બલિ ચડાવી છે. તો હવે પછી તમારી આસપાસની દુનિયાનો તમને ડર શેનો છે?
તમારી દુનિયા એ તો તમારાં બલિદાનોની પેદાશ માત્ર છે. જે માણસે તમારૂં સુખ શક્ય બનાવ્યું તેને તમે બલિનો બકરો બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત હતાં તેટલી વારમાં હું તમારાથી આગળ થઇ ગયો. પહેલાં પહોંચીને મેં તેમને તમારા ખેલની જાણ કરીને તે તેમને ક્યાં દોરી જશે તે કહી દીધું છે. તમારી 'ભાઈચારા'ની નૈતિકતાનાં પરિણામો મેં તેમને સમજાવી દીધાં છે. તેઓએ તે સાવે સાવ ભોળાભાવે સમજી પણ લીધાં છે. હવે જ્યારે તમને તેમની સહુથી વધારે જરૂર હશે ત્યારે જ તેઓ તમને જોવા નહીં મળે.
અમારી હડતાળ તમારી અનુપાર્જિત પુરસ્કૃત વળતર અને વણપુરસ્કૃત ફરજોની માન્યતા સામે છે. જે હું તમને આજે રાત્રે કહી રહ્યો છું તે જ બધું તેમને કહીને મેં આ હડતાળમાં સામેલ કરેલ છે.પોતાનાં નીજનાં સુખને પોતાનાં જીવનના મુખ્ય ધ્યેય તરીકે પ્રસ્થાપિત કરીને તેની પાછળ મંડી પડવું એ તર્કની નૈતિકતા વિષે મેં તેમને સમજાવ્યું છે.બીજાં લોકોને ખુશ કરવાં એ મારાં જીવનનું ધ્યેય નથી, તેમજ મારી ખુશી પણ બીજાં કોઇનાં જીવનનું ધ્યેય ન હોઈ શકે.
હું વેપારી છું. હું જે પેદા કરૂં છું તેને વેંચીને કમાઉં છું.મારી કમાણીથી મને કંઇ વધારે, કે ઓછું, નથી જોઇતું. ન્યાય એ જ છે. મારી સાથે વેપાર કરવા હું કોઇને ફરજ નથી પાડતો; મારો વેપાર અન્યોન્યના ફાયદા માટે જ છે. તાર્કીક વિશ્વમાં દબાવ જેવા મહામોટા દુર્વ્યવહારને કોઇ જ સ્થાન નથી. કોઇએ પણ સામેની વ્યક્તિને તેની ઈચ્છા કે નિર્ણયની વિરૂધ્ધ વર્તવાની ફરજ ન જ પાડવી જોઇએ.જો કોઇને તમે તેના તર્કની વિચારશક્તિથી વંચિત રાખવા પ્રયત્ન કરો તો તમારે તમારા પોતાના વિચાર કે નિર્ણયથી પણ તમને વંચિત રાખવાં જોઈએ. અને તેમ છતાં, બળ અને ખુશી એ બંને સમાન પ્રોત્સાહકો છે તેમ કહેનાર લોકોની બળજબરીથી તમે તમારી આસપાસની દુનિયાને ચલાવવા દીધી છે, જ્યારે ખરેખરી રીતે તો, ભય અને દબાવ એ વધારે વ્યાવહારિક છે.
જન્મતાંની સાથે માણસમાં દુષ્ટતા દાખલ થવા લાગે છે તેમ કહીને આવાં લોકોને તમે તમારી આસપાસની દુનિયામાં મહત્ત્વનાં સ્થાનોએ બેસાડ્યાં છે. જ્યારે આમ માનવા મંડીએ છીએ ત્યારે પછી જેમ ફાવે તેમ વર્તવામાં પણ કંઇ અજૂગતું દેખાવાનું બંધ થઇ જાય છે. આ વાહિયાતપણાંને 'અસલ પાપ' તરીકે ઓળખવામાં આવ્યું છે. પણ એ અશક્ય છે. જે વાત પસંદગીના દાયરામાં નથી તે નૈતિકતાના દાયરામાં પણ ન હોઈ શકે. માણસની પસંદગીની સીમાની જે બહાર છે તેને પાપ કહેવું એ ન્યાયની મશ્કરી છે. માણસ દુષ્ટતા તરફ ઢળતી મુકત ઇચ્છાશક્તિ સાથે જ જન્મે છે તેમ કહેવું સાવ હાસ્યાપદ છે. કઇ તરફ ઢળવું એ જો કોઇની પસંદગીનો વિષય હોય, તો તે જન્મજાત નથી. અને જો એ પસંદગીની મનોવૃત્તિ ન હોય, તો માનવ ઇચ્છાશક્તિ મુકત ન કહેવાય.
અને બીજી વાત 'ભાઈ-ચારા'ની નૈતિકતાની છે. બીજાને મદદ કરવી એ સારી નીતિ ગણાય પણ પોતાની જાતને મદદ કરવી એ સારી નીતિ કેમ નહીં? જો ખુશીનું મૂલ્ય હોય, તો બીજાંની ખુશીનું નૈતિક મૂલ્ય ઊંચું અને પોતાની ખુશીનું નીચું કેમ ? આપણે જે કંઇ પણ મૂલ્યવાન બનાવ્યું તેને સામેની વ્યક્તિ કમાયા સિવાય તેને મેળવવાનો હક્ક પણ રાખે તો જે નૈતિક ગણાય, તે પોતા માટે રાખવું એ અનૈતિક કેમ ?આપવું એ જો સદ્ગુણ હોય તો લેવું એ સ્વાર્થીપણું ન કહેવાય ?
નિસ્વાર્થીપણાની આચારસંહિતાની સ્વીકૃતિને કારણે તમે તમારા કરતાં એક રૂપિયો ઓછા ધરાવનારથી ડરો છો, કારણ કે તમે એમ માનો છો કે એ એક રૂપિયો તો એના હક્કનો હતો. તમારાથી એક વધારે રૂપિયો ધરાવનાર વ્યક્તિ તમારી આંખમાં ખૂંચે છે કારણકે એ તમારો રૂપિયો દબાવી બેઠો છે તેમ તમને લાગે છે. આ આચારસંહિતાને કારણે ક્યારે આપવું અને ક્યારે ઝૂંટવી લેવું તે સમજવું જ અશકય બની રહે છે.
પોતાના પેટે પાટા બાંધીને બીજાંને બધું તો આપી ન દેવાય એટલું તો સમજાય છે. પણ તેને કારણે તમે નાહકના, અતાર્કિક ગુનાહિત માન્યતાથી પીડાઓ છો.બીજાંને કાયમ મદદ કરવી એ યોગ્ય છે? જો એ મદદ સામેની વ્યક્તિ, પોતાના હક્ક કે તમારી ફરજ રૂપે, માગતી હોય તો ના, પણ તમે પોતાની ઇચ્છાથી, એ વ્યક્તિની પાત્રતા અને તેની મુશ્કેલીઓ વિષેના તમારા ખુદના નિર્ણય રૂપે કરતા હો, તો હા. આ દેશ મદદ માગવા માટે લાંબા હાથ કરીને ઉભેલાં લોકોએ નથી બનાવ્યો. તેની ઝમકદાર યુવાનીના દિવસોમાં માનવ જાત કઇ કક્ષાની મહાનતા પામી શકે અને ખુશી શું છે તે આ દેશ દુનિયાને દેખાડી ચૂકેલ છે.
પણ પછી પોતાની સિધ્ધિઓ માટે તે માફી માગવા લાગ્યો, પોતાની સંપત્તિ બીજાંને દઇ દેવા લાગ્યો, કારણકે તેના પડોશીઓ કરતાં તેની પાસે જે વધારે સમૃદ્ધિ હતી તેને ગુન્હાહિત લાગણી અનુભવવા લાગી હતી. એ સમયની દુનિયામાં શું ખોટું છે અને જીવવની લડાઈ ક્યાં લડવાની છે તે મને બાર વર્ષ પહેલાં દેખાયુ. મને ઉર્ધ્વશિર્ષસ્થ નૈતિકતામાં ખલનાયક દેખાયો હતો. એ નૈતિકતાનો મારા દ્વારા કારાયેલો સ્વીકાર જ તેની એક માત્ર શક્તિ હતી. બીજાંની સેવા કરવા માટે પોતાનાં સુખની વાંછના કરવાનું છોડી દેવાનો વિરોધ કરનાર હું પહેલી વ્યક્તિ હતો.
તમારામાંનાં જે લોકોમાં ગૌરવની અને પોતાની જિંદગી પોતા માટે જીવવાની ભાવના બચી છે , તેમની પાસે એ માટે પસંદગી કરવાની તક હજૂ બચી છે. તમારાં મૂલ્યોને ચકાસી જૂઓ અને સમજી લો કે તમારે બેમાંથી કોઈ એક વિકલ્પની જ પસંદગી કરવાની છે.સારાં અને નરસાં વચ્ચે થયેલી કોઇ પણ પસંદગી એ સરવાળે તો સારાંને જ નુકસાન કરે છે અને નરસાંને મદદરૂપ બને છે.
મારૂં કહેવાનું જો તમને ગળે ઉતર્યું હોય તો તમારો વિનાશ કરનારાંઓને ટેકો કરવાનું બંધ કરી દો. તેમની ફિલૉસૉફીને સ્વીકારશો નહીં. તમારી સહનશીલતા, તમારી ઉદારતા, તમારાં ભોળપણ અને તમારા પ્રેમ વડે એ લોકો તમને પકડી રાખે છે. તમારી આસપાસ અત્યારે જે દુનિયા દેખાઈ રહી છે તે ઊભી કરવામાં તમારી જાતને થકવી ન નાખશો.તમારી અંદરની શ્રેષ્ઠતાને નામે, તમારાં બલિદાનોની બદલીમાં તમારી બધી જ ખુશી છીનવી લેનારાંઓ માટે ભોગ ન આપશો.
તમે જ્યારે આ પ્રતિજ્ઞા કરવા તૈયાર થશો ત્યારે જ આ દુનિયા બદલશે:
હું મારાં જીવન અને એ જીવન માટેના પ્રેમની સોગંદ લઇને કહું છું કે હું બીજાં માટે કદાપિ મારૂં જીવન વાપરી નહીં નાખું કે નહીં કદાપિ કહું બીજાંને મારે માટે પોતાનું જીવન ખર્ચી નાખવા માટે.
નવલકથા અને ત્રણ ભાગમાં વહેંચાયેલ ફિલ્મની વધારે વિગત માટે
જૂઓ - Maison d'Être Philosophy
Bookstore's "Atlas Shrugged" Page
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો