શુક્રવાર, 21 ઑગસ્ટ, 2015

પણ પરિવર્તનની જરૂર જ શું છે?

- તન્મય વોરા
પરિવર્તન ન થઈ શકવાનાં આ "કારણો" જ્યારે પણ કાને પડે ત્યારથી પરિવર્તનપ્રેરક વ્યક્તિ કે ટીમે આવી રહેલી અડચણો સાથે કામ પાર પાડવા માટેની વ્યૂહરચનાઓ સાથે સતર્ક રહેવાનું શરૂ કરી દેવું જોઈએ. મોટા ભાગે આ 'કારણો'ની પાછળ બીજું ઘણું છૂપાયેલું મળી શકે તેમ હોય છે.
મૂળ લેખમાં દર્શાવાયેલ ઈન્ફોગ્રાફિક લોકોનાં દિલોદિમાગમાં રમતા મનોભાવનું ચિત્રણ તાદૃશ્ય કરે છે.




'હમ તો નહીં બદલેંગે' માટેનાં પચાસ કારણો
· મને ખાત્રી છે કે મારા સાહેબને આ નહીં ગમે.
· બહુ વધારે પડતું મહાત્ત્વાકાંક્ષી છે
· આપણી પાસે જોઈતાં સાધનો ક્યાં છે?
· અશક્ય !
· બહુ વધારે મોંઘું પડે તેમ છે.
· આમાં તો જશ લેવા જતાં જૂતિયાં પડે તેમ લાગે છે !
· મને કોઈએ પૂછ્યું ગાછ્યું નથી.
· આ માટે નાણાંની ફાળવણી કરી નથી.
· આ માટે મારી પાસે કોઈ સત્તા નથી.
· આ તો કોઇ બીજાંની જવાબદારી છે. આપણાથી એમાં એમ કૂદી ન પડાય.
· આ તો ન ચાલે.
· આ મારી સમસ્યા નથી.
· આમાં તો બહુ સમય લાગે તેમ છે.
· આશાનું કોઈ ચિહ્ન જ દેખાતું નથી.
· આપણાથી (કોઈ જ) ચાન્સ લેવાય તેમ નથી.
· કાયમ આ રીતે જ તો કરતાં આવ્યાં છીએ.
· બહુ જટિલ છે !
· એમાં મને શું (ફાયદો)?
· આના માટે તેઓ નાણાં ફાળવશે નહીં.
· બહુ વધારે પડતો મોટો સુધારો થઈ પડશે.
· આમાં બહુ રાજકીય પરિબળો અસર કરી શકે છે.
· હજૂ આ માટે સહમતિ સધાઈ નથી.
· નીતિની વિરુદ્ધ છે.
· આમાં તો બહુ બધાં આવરણો ઉખેળવાં પડે તેમ છે.
· પણ આપણે હાલમાં પણ બરાબર તો કામ કરી જ રહ્યાં છીએ !
· આ તો થાય જ નહીં.
· એ મારૂં કામ નથી.
· વધારે વિચારવું પડશે.
· લાલ ફિતાંઓનાં જાળાંઓનાં ઘણાં સ્તર પાર કરવાં પડશે.
· આપણી પાસે પૂરતો સ્ટાફ નથી.
· આ તો પહેલાં પણ કરી ચૂક્યાં છીએ.
· પેલા વિભાગે તો કોશીશ કરી જ લીધી છે.
· આ પ્રશ્ન આપણો નથી.
· એ તો એક તરંગી તુક્કો છે !
· પૂરતો સમય નથી.
· આપણે માગેલ માર્ગદર્શનની રાહ જોઈ રહ્યાં છીએ.
· આ વિભાગમાં તો આ ચાલે નહીં.
· થઈ પણ શકે…., અને…. કદાચ ન પણ થઇ શકે !
· આટલી બધું જલદી ?
· આપણી પાસે સ્પષ્ટ આદેશ નથી.
· ઉપરવાળા પાસે આ ચાલશે નહીં.
· આ પહેલાં ક્યારેય કર્યું નથી !
· કોઈ એક સમિતિએ પહેલાં પૂરતો અભ્યાસ કરી લેવો જોઈએ.
· કાંઇક સમજણ તો પડે, તો આગળ વધીએ...
· હું તો બધી રીતે તૈયાર છું, પણ .....
· એમને ખરેખર આ પરિવર્તન કરવું છે ?.
· બહુ વધારે પડતું એવું વિશાળ દૂરદર્શન છે !

  • અસલ અંગ્રેજી લેખ, Why Change?પરથી ભાવાનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો