બુધવાર, 23 સપ્ટેમ્બર, 2015

પ્રશ્નવિચાર - રાજેશ સેટ્ટી \ Quought – Rajesh Setty ગુચ્છ ૩"પ્રશ્ન(થી ઉદ્‍ભવતા) વિચાર" શૃંખલામાટે  રાજેશ સેટ્ટીએ  કેટલાક અગ્રણી વિચારકોને 'પ્રશ્નવિચાર'  મોકલવા જણાવ્યું. તેમણે આ વિચારકોને પ્રશ્ન કર્યો હતો કે - તમારી યુવાનીના સમયે કયો એક સવાલ કોઇએ તમને  કરવો જોઇતો હતો?
આ સવાલના જવાબમાં જે સવાલ પૂછાયો તે  છે "પ્રશ્ન(થી ઉદ્‍ભવતા)વિચાર \ Question that provokes thought!
પ્રશ્નો જેટલા મહત્ત્વના છે, (કમ સે કમ) તેટલા જ મહત્ત્વના વિચાર છે. એટલે  પ્રશ્નોથી ઉદ્‍ભવતા વિચાર અનેકગણા મહત્ત્વના બની રહે છે.
આ પહેલાં પહેલી અને બીજી કડીમાં વિવિધ વ્યક્તિત્વો ધરાવતાં વિચારકોના ૧૦ પ્રશ્નવિચારને પરિણામે આપણું વિચારમથન તો શરૂ થઈ જ ચૂક્યું છે.
આ શૃંખલાની ત્રીજી કડી અહીં પ્રસ્તુત છે.
/\/\/\
અજીત નઝરૅની શૈક્ષણિક લાયકાતો અને વ્યાવસાયિક સિદ્ધિઓ જેટલી  પ્રભાવશાળી છાપ છોડી જાય છે તેટલી જ તેમની સાથે વાતો કરવી એ પણ એક અનેરો અનુભવ કરાવતો લ્હાવો છે.
Kleiner Perkins Caufield & Byersમાં નિવેશમાટે તેમનાં કાર્યક્ષેત્ર એન્ટરપાઈઝ સૉફ્ટવૅર તેમ જ ઉર્જા, પર્યાવરણ અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાટેનાં પદાર્થ વિજ્ઞાન રહ્યાં.
તે પહેલાં SAPસાથેનાં પાંચ વર્ષ, તેમણે SAPના સહસ્થાપક અને મુખ્ય સંચાલક ડૉ.હેસ્સૉ પ્લૅટ્ટનર સાથે બહુ જ નજદીક રહીને કામ કર્યું. SAPની ઇન્ટરનેટ વ્યૂહાત્મક પહેલ ઘડવામાં, તેમજ અમલ કરવામાં, તેમણે બહુ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. SAPની પૂર્ણમાલિકીની બજારોન્મુખ એપ્લીકેશન્સ અને ટેક્નોલોજી માટેની કંપની, mySAP.com ની શરૂઆત પણ તેમણે કરી. SAPMarkets Americas ના મૅનેજિંગ ડાયરેક્ટરની ભૂમિકામાં, માત્ર છ ત્રિમાસીમાં, ૧૦૦ મિલિયન ડોલરનાં વેચાણો પણ કરી બતાવ્યાં. SAPનાં નવાં 'વેન્ચર' એકમ, SAP Inspireની પણ સ્થાપના તેમણે કરી.
આશાવાદી ચેતવણી : અજીત નઝરૅના પ્રશ્નને બધાં જ બહુ ગંભીરતાથી મન પર લેશે. એમાં અતિમહત્ત્વની વાત કરાઈ છે.
પ્રશ્નવિચાર :
આપણું વિશ્વ બહુ વિકટ પર્યાવરણીય સમસ્યાઓ તરફ ઘસડાઈ રહ્યું છે તેમ જો તમે પણ માનતાં હો, તો પર્યાવરણમાં સુધારો કરે એવી કઈ એક પ્રવૃત્તિ કે અંગત યોગદાન  તમે કરશો ?
વીજાણુ કડીઓઃ
૧. Kleiner Perkins Caufield & Byersની વેબસાઈટ : KPCB
૨. ફિલ્મઃ An Inconvenient Truth
૩. અલ ગોરૅનું પુસ્તકઃ An Inconvenient Truth
વૈવિધ્ય કોને કહેવાય તેનું ઉદાહરણ જોવું હોય તો રીક કૉક્ર્મની અનેકવિધ ભૂમિકાઓ પર નજર કરવી જોઈએ. તેઓ સૉફ્ટવેર કંપની ચલાવે છે, જે વ્યક્તિગત અસરકારકતા માટેના સૉફ્ટવેર બનાવે છે. તે તત્ત્વચિંતક પણ છે. એક પડદાનું એક થિયેટર પણ તે તેમની પત્ની સાથે ચલાવે છે. અને સૌથી મજાની વાત તો તેમના વ્યક્તિગત વિકાસ વિષેના બ્લૉગ પરનો તેમના મોટા ભાગના લેખોનો સંગ્રહ છે. અહીં પણ તેમનું વિષય વૈવિધ્ય અચરજ પમાડે તેટલું છે.
રીકનો પ્રશ્નવિચાર, ભવિષ્ય વિષેનાં આપણાં આયોજનને નવું પરિમાણ આપે તેવો છે.
આશાવાદી ચેતવણી : રીકનો પ્રશ્ન આપણને વિચાર કરતાં કરી જ દેશે. અને જો તમે ના કહેતાં હો તો તમે સાચું નહીં બોલી રહ્યાં હો. J
પ્રશ્નવિચાર :
હવે પછીનાં વીસ વર્ષમાં, તમે શું યાદ રાખશો?
રીકની નોંધ : આપણાં ભવિષ્યનાં આયોજનના ધ્યેય નક્કી કરતી વખતે આપણે મોટા ભાગે એક વર્ષ કે પાંચ કે બહુ બહુ તો દસ વર્ષનો સમય ધ્યાનમાં લેતાં હોઈએ છીએ. મેં આ વિચારને ઊંધે માથે લટકાવી નાખ્યો છે. સમયગાળો વીસ વર્ષનો કરી નાખ્યો અને સામાન્ય રીતે વિચારાતા, સિદ્ધ કરવા માટેના ધ્યેયને બદલે શું  યાદ રાખવું તેના પર ભાર મૂક્યો છે. શું કરવું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વીસ વર્ષના લાંબા ગાળાના સમયખંડમાં શું સતત યાદ રાખવું છે તેમ વિચારવાથી આપણો ભવિષ્ય માટેનો દૃષ્ટિકોણ જ બદલાઇ જશે.
વીજાણુ કડીઓઃ
૧. રીક્નો બ્લૉગ : Shards of Consciousness
માઈક સ્વતંત્ર વ્યાવસાયિક કન્સલટન્ટ છે. વ્યાવસાયિક બ્લૉગ્ગીંગ અને સંવાદમય પ્રકાશાનાધિકાર પ્રકાશન તેમની આગવી વિશિષ્ટતા છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો તે પહેલાં  અમેરિકા ઑનલાઈન, રીયલ ફૅન્સ સ્પૉર્ટ્સ નૅટવર્ક, ઈગ્નાઈટ સ્પૉર્ટ્સ મિડીયા, અને હેમેક્ષ જેવા ધીકતા ઑનલાઈન સમુદાયોનાં ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. સંપત્તિ વ્યવસ્થાપક, સ્વયંસેવક અને વહીવટકર્તા તરીકે તેમણે ઑફલાઈન સમુદાયોની વૃદ્ધિનાં સંકલનનું કાર્ય કર્યું છે.
આશાવાદી ચેતવણી : જેમની સાથે નવો સંબંધ વિકસાવવા માગતાં હોઈએ તેવી દરેક વ્યક્તિના સંદર્ભમાં આપણા માટે માઈકનો પ્રશ્નવિચાર ઘણું કહી જાય છે. આપણે તેમના માટે શું કરી શકીએ છીએ તે વિચારવાથી સંબંધ વધારે ઝડપથી ઘનિષ્ઠ બની શકે છે.
પ્રશ્નવિચાર :
લોકોને મારા કરતાં પણ વધારે સફળતા મળે  એવું તેમના માટે હું શું કરી શકું ?
માઈકની નોંધ : અહીં 'સફળતા'ની જગ્યાએ સિદ્ધિ, સંયોજકતા,ઉત્પાદકતા, જ્ઞાન જેવા અનેક શબ્દો વાપરી શકાય.
વીજાણુ કડીઓઃ
૧. માઈક સૅન્સૉનનો બ્લૉગ : Converstations
નેતૃત્વ પરનાં, જેમ્સ એમ કૌઝેસની સાથે સહલેખિત બહુખ્યાત પુસ્તક The Leadership Challengeની ચોથી આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. આ સિવાય નેતૃત્વના વિષય પર  તેઓ છ અન્ય પુસ્તકો પણ પ્રકાશિત કરી ચૂક્યા છે.તે ઉપરાંત મેનેજમૅન્ટ પરનાં અગ્રણી સામયિકોમાં પણ તેમના લેખો પ્રકાશિત થતા જ રહે છે. 
આપણે પણ આ પહેલાં 'દૂરંદેશીનું મૂલ્ય' શ્રેણીમાં  તેમના નેતૃત્વશક્તિ વિષેના લેખનો પરિચય કરી ચૂક્યાં છીએ.
પ્રશ્નવિચાર :
તમે વારસામાં શું મૂકી જશો?
આ વિષય પર ડૉ. બેરી પૉસ્નરનાં પુસ્તક The Leader’s Legacyમાંથી કેટલાંક અવલોકનો:
આ પૃથ્વી પર કંઈક કરવા માટે જ જન્મ લીધો છે ને ? કે પછી જે કંઇ થઇ શકે તે કરી લેવું ? જો કંઇક કરવા માટે જન્મ લીધો હોય તો તે 'કંઈક' શું છે?  એવું  શું કરી જશું જેને કારણે 'કંઇક' નોંધપાત્ર ફરક પડે ?  શું વારસો મૂકી જશું?
અમે આ સવાલો સૅન્ટા ક્લારા યુનિવર્સિટીના નેતૃત્વ વર્ગોના પહેલાં વર્ષના વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરતા રહીએ છીએ. ૧૮-૨૦ વર્ષનાં છોકરાંઓ માટે આ સવાલો જરા મુશ્કેલ જરૂર કહી શકાય. એટલે તેમની પાસે કોઈ ચોક્કસ વિચારો આ બાબતે હોય તેવી આશા આપણે ન જ રાખી શકીએ. પણ પોતાના વિચારો અને કામને ભાવિ પેઢી માટે વારસાના રૂપે મૂકી જવાનું વિચારવાનું શરૂ કરી દેવા માટે આ જ સૌથી વધારે ઉપયુક્ત ઉમર કહી શકાય.
વીજાણુ કડીઓઃ
૩. The Leadership Challenge વેબસાઈટ
ક્રિસ્ટોફર(કિસ) ક્રી બ્લૉગ્ગીંગ, વર્લ્ડપ્રેસ અને સામાજિક માધ્યમોને વ્યાવાસાયિક સ્વરૂપે 'પોતાની જાતને ગુરુની કક્ષા'ની જોવા ઈચ્છતા હતા. પોતાની પહેલાંની કારકીર્દીમાં જેમણે નૌકા દળમાં વિવિધ સ્તરે કામ કર્યું હોય તેના માટે આ રૂપાંતરણ અઘરૂં હતું.૨૦૦૫માં પોતાના અંગત બ્લૉગથી કરેલી શરૂઆત ૨૦૦૭માં SuccessCREEations, Incની સ્થાપના સુધી પહોંચી ગઈ. ક્રિસે હવે નૌકા દળને વિદાય કહી દીધી. SuccessCREEations, Incએ દેવળો અને મિશનરીઓ માટે ઓછા ખર્ચે બને સહેલાઈથી ચલાવી શકાય તેવી વેબસાઈટ્સ બનાવવા માટેની EmmanuelPress સ્થાપના કરી.તેમની સાઈટ પર બ્લૉગ્ગીંગની ચર્ચાઓ વ્યાવસાયિક બ્લૉગ્ગીંગની શરૂઆત કરવા માટે ખૂબ અગત્યના પાઠ શીખવી જઈ શકે છે.
આશાવાદી ચેતવણી : ડૉ. પૉસ્નરે પોતાના પ્રશ્નવિચારમાં આપણે શું વારસો મૂકી જવા માગીએ છીએ તે વિષે આપણને વિચારતા કરી મૂકેલ. ક્રિસ ક્રીનો પ્રશ્નવિચાર એ વારસા બાબતે આ વર્ષે જ શું કરવું જોઇએ તેને વિષે સવાલ કરે છે.
પ્રશ્નવિચાર :
આ વર્ષે પોતાનાં જ વર્તુળમાંથી બહાર પગલું કાઢીને, બીજાં માટે શું કરીશું, જે તમારા વારસાનાં સ્વરૂપે તમારા પછી રહી જઈ શકે ?
ક્રિસની નોંધ : લોકો જ્યારે પોતાના વારસા વિષે વિચારતાં હોય છે ત્યારે મોટે ભાગે પોતાનાં કામ કે વ્યવસાયને સ્મારકનાં સ્વરૂપે જોતાં હોય છે. પણ દુઃખની વાત છે કે આવી બધી જ બાબતો બહુ થોડા સમયમાં જ ભૂલાવે ચડી જાય છે, અને સમયનાં વહેણ સાથે તેના અર્થ પણ બદલાતા રહે છે. પણ અન્ય લોકોનાં જીવનમાં થોડો પણ ફરક કરી શકવા માટે કરેલ કોઈ પણ રોકાણ ઘણા લાંબા સમય સુધી ફળ આપતાં રહી શકે છે.
વીજાણુ કડીઓઃ
૧. ક્રિસ ક્રીની અંગત વેબ સાઈટ
૨. SuccessCREEationsની વેબસાઈટ
૩. SuccessCREEations બ્લૉગ
૪. ક્રિસ ક્રીની અન્ય વેબ સાઈટ્સ

શ્રી રાજેશ સેટ્ટી દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ શ્રેણી -‘Quought for the Day’-ના લેખોનો ગુજરાતીમાં રસાસ્વાદ-  ગુચ્છ ૩ // અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ સપ્ટેમ્બર ૨૩,૨૦૧૫