- તન્મય વોરા
પરિવર્તનનાં સાતત્ય વિષે આપણે સુવિદિત છીએ. વૈશ્વીકરણ તેમજ ટેક્નોલોજીને કારણે અને સ્તરે હવે સંસ્થાઓમાં અને સમાજમાં ફેરફારો થવાનો ક્રમ ખુબ જ વેગવાન બની ગયો છે. કોઈ પણ વ્યક્તિ તેના દૂર રહી જ નથી શકતી. આપણે પરિવર્તનનું કારણ હોઈએ કે પરિવર્તનનું પરિણામ હોઈએ કે પછી 'પરિવર્તન સંચાલનના નિષ્ણાત' કે તેનું ચાલક બળ કે તેનાં ઉદ્દીપક હોઈએ કે પછી હોઈએ એક સાવ સામાન્ય અનુયાયી હોઈએ એ મહત્ત્વનું કે જરૂરી નથી. પણ પરિવર્તનની સાથે કામ પાર પાડવા માટે કેટલાક સીધા સરળ ઉપાયો હાથવગા હોય તે બાબતે કોઈ વિવાદ ન હોઈ શકે, કારણકે ક્યારે, શી રીતે અને કયાં સ્વરૂપે પરિવર્તન સાથે પનારો પડશે તે તો કોઈ જ કહી શકે તેમ નથી.
પ્રક્રિયાઓ અને લોકો થકી પરિવર્તન માટેની દોરવણીના અત્યાર સુધીના અનુભવને આધારે મેં આ ૧૫ પદાર્થ પાઠ તારવ્યા છે :
૧. પરિવર્તનની મોટી મુશ્કેલી એ છે કે તે આપણને આપણી મશરૂની તળાઈમાંથી ખેંચીને ઊભા કરી દે છે. પરિવર્તનને કારણે આપણે નવી રીત રસમો શીખવી-અપનાવવી પડે છે. કોઈ પણ અર્થપૂર્ણ પરિવર્તનની સાથે સાથે થોડા ઘણા અંશે આનુશાંગીક મુશ્કેલીઓને પણ સહન કરવી જ પડે.ગાંધીજી એ કેટલું સાચું કહ્યુ છે કે 'વિશ્વમાં જે પરિવર્તન જોઇતું હોય તે પોતે જ બનવું પડે.'
૨. દરેક પરિવર્તનને ઠરીઠામ થવા માટે પોતાનો આગવો સમય લાગતો હોય છે. સમયની માત્રા અને પરિવર્તનની તીવ્રતાનો આધાર આપણા અને આપણી આસપાસનાં વાતાવરણના સંદર્ભ પર રહેતો હોય છે.
૩. પરિવર્તન સાથે તાલ ન મેળવી શકનાર, (લાંબે ગાળે,)પૂર્ણતઃ નહીં તો અંશતઃ પણ, ખપી જાય છે. (ચાર્લ્સ ડાર્વીનને યાદ કરતાં રહીએ.)
૪. પરિવર્તનનાં ચાલક બળ તરીકે બજારના ફેરફારો જેવાં બાહ્ય પરિબળો કે સંસ્થાગત પુનઃરચના કે પરિવર્તન માટેની પરિયોજનાઓની પહેલ જેવાં આંતરીક પરિબળો, કંઈ પણ, હોઈ શકે છે.
૫. આંતરીક પરિબળોથી થઈ રહેલ પરિવર્તનને પારખી કાઢવા કે તેની અસર સમજવા કે પછી તેને શરૂ કરવા માટે આપણે વિશેષતઃ સભાન થવું પડે. પરિવર્તન થકી થનારા અપેક્ષિત પ્રગતિને ટકાવી રાખવા માટે તે બહુ મહત્ત્વનું બની રહે છે.
૬. બહારનાં પરિબળો આપણા પણ પરિવર્તન લાદે તે કરતાં આપણે જાતે જ પરિવર્તનને સ્વીકારીએ તેમાં જ ખરી મજા છે. અને એવાં પરિવર્તનોની પીડા અકારી નથી લાગતી.
૭. એટલે કે, એકંદરે બધું જ સમું સુતરૂં ચાલી રહ્યું હોય તેવી પરિસ્થિતિઓમાં પણ આવનારાં પરિવર્તનના અણસાર પારખવા માટે સતર્ક તો રહેવું જ ઘટે.
૮. જો આપણે પરિવર્તનના આપણા દૃષ્ટિકોણને દિલ અને દિમાગથી પરિવર્તનની સાથે સાંકળી લીશું તો પરિવર્તનમાંથી અનેક બાબતો શીખવા મળશે જે કોઈ અન્ય અનુભવ કે પુસ્તક કદિ પણ આપણને શીખવાડી નહીં શકે.
૯. પરિવર્તન સંચાલન સમયે કઈ બાબતોને દૂરથી જ સલામ કરવાનો વ્યવહાર રાખવો એ પણ જાણવું જરૂરી છે.
૧૦. પરિવર્તન ક્ષમતા, નવી પરિસ્થિતિઓ સાથે સાનુકૂળ થવની તૈયારી અને દૃષ્ટિકોણની (પરિવર્તનની સાથે તાલ મેળવવા માટેની) ચપળતા એ સ્પર્ધાત્મક સરસાઈ માટેનાં નવાં કૌશલ્યોનાં પરિમાણ છે.
૧૧. જે પરિવર્તન દ્વારા લોકો ખુદ બદલવા તૈયાર થાય તેવા અસરકારક અમલ માટે ક્યાં તો પરિવર્તન માટેની વ્યૂહરચના માટેની શિખામણ આપવાની, કે પછી બધાંને સ્વીકૃત રહે અને પ્રેરણા પૂરી પાડતાં રહે તેવાં ઉદેશ્યો અને મૂલ્યો વડે તેવાં વર્તન અને વિચારો વડે લોકોને સક્રિય પણે દોરવણી પાડવાની ભૂમિકા ભજવવી એ આપણા હાથની વાત છે.
૧૨. એ તો પથ્થર પર ખેંચેલ લકીર જેવી હકીકત છે કે જો લોકો મનથી પરિવર્તન સ્વીકારશે તો જ લોકો બદલાવ લાવશે અને તો જ ફેરફાર ટકી શકશે.
૧૩. સંસ્થાગત સંદર્ભમાં, પરિવર્તન માટે જરૂરી તાલિમ અને ટેકો હંમેશાં પૂરો પાડવામા આવતો હશે તો જ પરિવર્તનથી અસર પામનાર લોકો તેમના માર્ગમાં આવતી અડચણોને અતિક્રમી શકશે.
૧૪. એક સાથે બધું બદલી નાખવાની રીત પરિવર્તનની નિષ્ફળતા માટેનું સીધું જ નિમંત્રણ પરવડી શકે છે. પરિવર્તન ધીમે ધીમે કરી શકાય તેમાં મૂળતઃ કંઈ ખોટું નથી. મહત્ત્વનું એ છે કે જે જરૂરી છે તે અવશ્ય પહેલાં પરિવર્તન પામે. પરિવર્તનની જરૂરીયાતોની પ્રાથમિકતાઓ બહુ સ્પષ્ટ પણ નક્કી થયેલી હોવી જોઈએ.
૧૫. આપણે પરિવર્તનથી 'અસરગ્રસ્ત' હોઈએ કે તેના 'સંચાલક' હોઈએ કે તેનું નેતૃત્વ કરનાર હોઇએ, કોઈ પણ સ્તરે આપણી યોગ્ય ભૂમિકા જો સક્રિય પણ, પૂરી નિષ્ઠાથી નહીં ભજવીએ તો પરિવર્તનનાં કાટાને ઉંધા ફરી જતાં જરા પણ સમય નહીં લાગે.
- અસલ અંગ્રેજી લેખ, 15 Key Lessons On Managing Changeનો ભાવાનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો