બુધવાર, 8 માર્ચ, 2017

વધારે સારાં પરિણામોની ખોજ - પદાનુક્રમ કે પ્રક્રિયાતન્મય  વોરા
કાર્યક્ષમતા,પરિણામો, ઉત્પાદકતા, સુધારણા જેવાં વધારે સારાં ફળ મેળવવા માટે ઘણી કંપનીઓ પોતાનાં માળખાના પદાનુક્ર્મ કે હોદ્દાઓનાં નામોમાં ફેરફારોના પુનર્ગઠન પર ભાર મૂકતી જોવા મળતી હોય છે. સમયાંતરે, કેટલાક હોદ્દા હટાવવા કે કેટલાક નવા ઉમેરવા કે લોકોને જૂદી, નવી જવાબદારીઓ સોંપવી જેવા પોતાના માળખામાં ફેરફારો તેઓ કરે છે,.વધારે સારાં ફળ મેળવવાની સફરમાં ઘણા સંભવિત વિકલ્પો પૈકી આ તો એક વિકલ્પ ગણાય. કામના(કે પરિવર્તનના કે વ્યૂહરચના) હેતુ અનુસાર વ્યૂહરચના ઘડાય અને તેને અનુસાર માળખું ઘડાય એ તો બહુ જૂના જમાનાથી કહેવાતું આવતું સત્ય છે. આ સામગ્ર વિચારના પ્રવાહને એક પ્રક્રિયાના રૂપમાં મૂકવામાં ન આવે ત્યાં સુધી માળખાંના ફેરફારો જેવાં પગલાંથી થતા સુધારા નાના પાયાના અને બહુ ટકાઊ ન રહી શકે.
કેમ? કારણકે, એ જ ટીમના એક સભ્યથી બીજા સભ્ય તરફ અને એક ટીમથી બીજી ટીમતરફ કામ આગળ વધવાનો એક સ્વાભાવિક પ્રવાહ હોય છે.જે ઇરાદાથી, જે ઉત્કટતાથી અને જે ખંતથી એ લોકો એક કામને નીપટે છે, તેમ જ એ માટે એ લોકો કેટલાં સજ્જ છે, તેનાથી ફળની ગુણવત્તા, મહદ અંશે, નક્કી થતી હોય છે. મારા પોતાનાં મતવ્ય મુજબ, ફળની ગણવત્તાને લગતી ઘણી સમસ્યાઓનાં મૂળ આ એક તરફથી બીજી તરફ થતાં વહનમાં રહી ગયેલ ત્રુટિઓમાં જોવા મળી શકે છે.
કામ કરનાર લોકો સારામાં સારી કાર્યસમર્થતા ધરાવતાં હોવાં જોઈએ એ બાબતે કોઈ વિકલ્પ ન હોય. પરંતુ પૂરેપૂરાં સામર્થ્યવાન લોકો વધારે સારી, વધારે અસરકારક, કામગીરી સિધ્ધ કરી શકે તે માટે યોગ્ય તંત્રવ્યવસ્થા ઘડવી પડે. એ તંત્ર વ્યવસ્થામાં પ્રક્રિયાઓનું ઘડતર એવી રીતે થવું જોઈએ કે જેથી કરીને એ પ્રક્રિયાઓ કામ કરનાર લોકો માટે બહુ સક્ષમ સાધન પરવડે.આપણે હંમેશાં જોયું છે કે સતત ઉચ્ચ કામગીરી સિધ્ધ કરવા ધારતી સંસ્થા માટે પ્રક્રિયાઓના પ્રભાવને અવગણવો પોષાય તેમ નથી.
એટલે , જ્યારે જ્યારે માળખાંમાં ફેરફારો કરતાં હોઈએ ત્યારે ત્યારે પ્રક્રિયાને લગતી વિચારણા કેન્દ્રસ્થાને રહે તે ઈચ્છનીય છે. કામનો પ્રવાહ કેમનો વહેશે? કોણ શું કરશે? જૂદી જૂદી પ્રવૃત્તિઓ કેમ કરવામાં આવશે? આ બધાં માટે શું શું સામગ્રી ઉપલ્બધ હશે? તે કોણ, ક્યાંથી પૂરી પાડશે? જૂદ જૂદા તબક્કે શું શું ક્યારે ક્યારે થશે? તેની સમીક્ષા કોણ, શી રીતે, કરશે? સમીક્ષા પરથી લેવાના થતાં પગલાંની જાણ લાગતાંવળગતાં સભ્યોને કેમ કરવામાં આવશે? તેમના પ્રતિભાવો શી રીતે ગણતરીમાં લેવાતા રહેશે? કામની નિપજ શું થશે? તે કોના કોના, શું શું, ઉપયોગમાં લેવાશે?
પદાનુક્ર્મ જેવા માળખાંને લગતા ફેરફારો એ કોઈ રામબાણ ઈલાજ નથી. લાંબા ગાળાની સુધારણાઓ (અને તેના ફાયદાઓ) સિધ્ધ કરવા માટે સક્ષમ તંત્ર વ્યવસ્થા ઘડવા માટે જરૂરી  સમયનું આપણે પૂરતું રોકાણ કરવું જ રહ્યું. તો જ એ તંત્ર વ્યવસ્થા લાંબા ગાળા સુધી ટકી શકશે, કામ આવતી રહેશે, તેમ જ પોતાનાં, લોકોનાં અને સંસ્થાનાં ભલાં માટે સારૂં ભવિષ્ય ઘડવામાં પાયારૂપ બની રહેવાની ભૂમિકા ભજવી શકશે.Ø  અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ