ગુરુવાર, 21 ડિસેમ્બર, 2017

ઈશ્વર: કાલ્પનિક કથામાં - દેવદત્ત પટ્ટનાઈક

પ્રિય મહોદય / મહોદયા,
મારૂં નામ દેવદત્ત  પટ્ટનાઈક છે.મારાં ધ્યાન પર આવ્યું છે કે મારૂં પુસ્તક ‘Sita: An illustrated retelling of the Ramayana’ (Penguin, India) એ હવે તમારાં પુસ્તકાલયમાં ઉપલ્બ્ધ છે. એ માટે તમારો આભાર.પરંતુ, સભ્યોને મળેલ ઈ-મેલ અનુસાર તેને 'કલ્પિત સાહિત્ય' તરીકે વર્ગીકૃત કરાયેલ છે. મને તેને કારણે અચરજ થયું છે.
જો ધર્મને લગતાં, બાઈબલ, જિસસ, મોહમ્મદ, બુધ્ધ, ગીતા, જૈન ધર્મ જેવાં  બધાં જ પુસ્તકોને 'કલ્પિત સાહિત્ય' વિભાગમાં રાખતાં હો તો તમારો આ નિર્ણય સમજી શકાય એમ છે.
પરંતુ, જો એમ ન હોય, તો મારી તમને વિનંતિ છે કે રામયણને 'કલ્પિત સાહિત્ય' વિભાગમાં રાખવા અંગે ફેરવિચારણા કરજો. પૌરાણિક માન્યતાઓના અભ્યાસશાસ્ત્રને 'બિનકલ્પિત સાહિત્ય' વિભાગમાં રાખવું  વધારે  ઉચિત છે કેમકે તે લોકોનાં સ્વાનુભાવરસિક સત્ય સાથે સંદર્ભ ધરાવે છે. એટલે કે તેમાં શ્રધ્ધા ધરાવનારાં માટે એ સત્ય છે જ્યારે શ્રધ્ધા ન ધરાવનારાંઓ માટે એ સત્ય નથી.એસ ભયરપ્પાની કન્નડ નવલકથા 'પર્વ' કે એમટી વાસુદેવન નાયરની મલયાલમ નવલ કથા Second Turnને જરૂર કલ્પિત સાહિત્ય વિભાગમાં રાખી શકાય. જ્યારે મારૂં પુસ્તક પૌરાણિક કલ્પિત સાહિત્ય નથી. એ તો રામયણનું પુનર્કથન અને તેના પરનું વિવરણ છે.મને આશા છે કે આપ મારી ચિંતા સમજી શકશો. મને આપના જવાબની આશા છે.સાદર,
  •     દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, God as Fiction નો અનુવાદ
  •      અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૨૧ ડીસેમ્બર, ૨૦૧૭

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો