શુક્રવાર, 16 ફેબ્રુઆરી, 2018

૧૦૦ શબ્દોની વાત : પરિવર્તનનો સાર


જ્યારે જ્યારે હું એ વિશાળ મકાન પાસેથી પસાર થાઉં છું, ત્યારે ત્યારે મને તેનો ભવ્ય ભૂતકાળ યાદ આવે છે.સમગ્ર દેશમાં મલ્ટીપ્લૅક્ષનું ચલણ શરૂ કરનાર પૈકી પ્રથમ અનેક-પડદાવાળાં-સિનેમાગૃહોમાં તે અગ્રણી મનાતું. આજે, તેનાં ખાલીપણાં ઉપર "તોડી પાડવાનું કામ ચાલુ"નાં પાટીયા ઝૂલે છે.

મારી દ્રષ્ટિએ એ મકાન પરિવર્તનનો સાર છે.એક સમયનો અગ્રગામી,દસ જ વર્ષમાં આટલી અધોગતિ કરી નાખે? જ્યારે સ્પર્ધકો ચઢિયાતી ગ્રાહક અનુભૂતિ કરાવવાના અવનવા પ્રયોગો અમલ કરી રહ્યા હોય, ત્યારે કોઇ પરિવર્તનના પવનને કેમ પારખી નહીં કરી શકતું હોય?

ટોમ પીટર્સ કહૅ છે, તેમ, "વિશેષ અથવા નામશેષ". સતત સુધારણા, ઉર્ધ્વલક્ષી માપદંડ અને, તમારાં સદા વિશિષ્ટપણાં બાબતે તમે શું કરી રહ્યાં છો?

  • અસલ અંગ્રેજી લેખ - In 100 Words: Epitome of Change- પરથી ભાવાનુવાદ
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો