બુધવાર, 2 મે, 2018

વૈદિક વિચારસરણીનો સંક્ષિપ્ત ઈતિહાસ - દેવદત્ત પટ્ટનાઈક


વૈદિક વિચારધારાનો અભ્યાસ કરવો હોય તો આપણે મનમાં પુરાત્તાત્વિક હિસાબ માડીને સાહિત્યો અને વિચારોનાં અનેક પડો ઉખેળવાં પડે છે. પ્રાચીન હિંદુ સાહિત્યનો સમય નક્કી કરવો હંમેશાં મુશ્કેલ કામ છે અને મોટે ભાગે અડસટ્ટે જ તે કરવામાં આવે છે.
વેદોના સૌથી પ્રાચીન ભાગ, ૠગ સંહિતા,માં માત્ર મંત્રપાઠ જ આવરી લેવાયેલ છે. ૠગ્વેદના અતિપ્રાચીન મત્રોનો સમયકાળ તો ઇ.સ. પૂર્વે ૪૦૦૦ વર્ષનો જણાય છે કેમકે તેમાં સિંધુ અને સરસ્વતી નદીના તટો પર વસેલ શહેરોના ઉદયથી પણ પહેલાં હરણી નક્ષત્રમાં શરત્‍ વિષુવકાળનો  ઉલ્લેખ જોવા મળે છે. મોટા ભાગના મંત્રો ઈ.સ. પૂર્વે ૨૦૦૦ પછીથી રચાયા છે. તેમાં સિંધુને સમાંતરે વહેતી સરસ્વતી નદીનો ઉલ્લેખ છે, જે આપણા આજના સંદર્ભોમાં શોષાઈ ગયેલ છે અને જેને કારણે ગાંગેય તટીય પ્રદેશ તરફ સ્થળાંતર થવા લાગ્યાં હતા તેનો પણ ઉલ્લેખ જોવા મળે છે.
વેદોનો બીજો ભાગ સમ સંહિતા છે જેમાં મત્રોચ્ચાર રાગરાગિણીમાં કરવામાં આવે છે. ત્રીજો ભાગ યજુર્‍ સંહિતા છે જે બાહ્મણ કથા પાઠમાં વિસ્તરે છે, જે યજ્ઞો સમયે ઉચ્ચારાતી ૠચાઓની વિધિઓમાં જોવા મળે છે. આ બન્ને ભાગ લગભગ ઈ.સ. પૂર્વે ૧૫૦૦ માં ઉદ્‍ભવ્યા.
વેદોનો ચોથો ભાગ અરણ્યકો છે, જે અરણ્યનાં એકાંતમાં મનમાં મંત્રપાઠનું મનન કરવાનું કહે છે જેથી તેમનાં રહસ્યોનો તાગ મળે.
વેદોનો પાંચમો ભાગ, ઉપનિષદો, વેદોમાંથી ફલિત થતી વાસ્તવિકતાના પ્રકારની ચર્ચામાંથી ઉદ્‍ભવેલ છે. તેને  પછીથી વેદોના અંતિમ વિચારના તબક્કા, વેદાન્ત, તરીકે પણ ઓળખવામાં આવે છે. આની શરૂઆત ઈ.સ. પૂર્વે આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં થઈ.
વેદોનો છઠ્ઠો ભાગ, પુરાણો, ઈ.સ. પૂર્વે ૫૦૦માં બૌધ્ધ અને જૈન આશ્રમ વ્યવસ્થાના વિકાસની સાથે અસ્તિત્ત્વમાં આવ્યો. એમાં વૈદિક વિચારોને સમજાવવા માટે કથાઓનો સહારો લેવાયો છે. હિંદુ ખંડમાં આવેલ યાત્રા ધામોને એ કથાઓ સાથે સાંકળી લઈને તે વધારે સુગમ બનાવાયાં.રામાયણ અને મહાભારત પૌરાણિક સાહિત્યનો હિસ્સો છે. આ સાહિત્યને કારણે ધીમે ધીમે કર્મ અને જ્ઞાન તરફથી ધ્યાન ભક્તિ તરફ ઢળવા લાગ્યું.વેદોનો સાતમો ભાગ, તંત્રો અને અગમો છે, જેમાં પુરાણોનાં પાત્રોનો સ્વીકાર કરીને તેમને મંદિરોની વિધિઓની પધ્ધતિસરની સંહિતામાં ઢાળવામાં આવ્યાં. ઈ.સ. ૫૦૦ની આસપાસ તેમને લેખન સ્વરૂપ અપાવા લાગ્યું.
વેદોનો આઠમો ભાગ ભક્તિ કાવ્યો છે જે ભક્તિ સાહિત્યનું સ્વરૂપ છે. તે ઈ.સ. ૧૦૦૦ની આસ્પાસ ઉદ્‍ભવવાનું શરૂ થયું, જેને પરિણામે વૈદિક વિચારસરણી સામાન્ય લોકોની જીભે ચડી. અત્યાર સુધી બ્રાહ્મણો સુધી સિમિત રહેલ વિચારધારા સંતોના કાવ્યો વાટે સામાન્ય જન સુધી પહોંચી. એ સાથે પ્રાદેશિક લિપિઓમાં પ્રાદેશિક સાહિત્ય પણ વિકસ્યું.
બ્રિટિશરોએ ભારતામાં આવીને પહેલી વાર વેદોનો અનુવાદ કર્યો. ૠગ સંહિતાના મંત્રો આખરે બધાંને અંગ્રેજીમાં ઉપલબ્ધ થયા. તેને પરિણામે હિંદુ ધર્મને પોતાને નવાં સ્વરૂપમાં અને નવી કલ્પનામાં જોવાની ફરજ પડી. આ અનુવાદોની ચર્ચાઓ અને ટિપ્પ્ણીઓને એકેશ્વરવાદી યુરોપિયન ઢાંચામાં બેસાડવા જતાં જે પ્રતિક્રિયાઓ સામે આવી તે રક્ષણાત્મકથી લઈને દોષ સ્વીકાર ભાવનાત્મકથી માડીને આક્રમક સુધી પ્રસરેલી જોવા મળે છે. હવે તેમાં ફેરફાર થઈ રહ્યો છે. અનુઆધુનિક અભ્યાસોને કારણે, લોકો હવે વેદોને સમજાવવા માટેનાં વૈકલ્પિક માળખાં ખોળે છે જેને પાશ્ચાત્ય માળખાંની અનુમતિની આવશ્યકતા ન હોય. 
v  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A brief history of Vedic thought, નો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો