શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

૧૦૦ શબ્દોની વાત : જેટલું વધારે કહીએ....

તન્મય વોરા
જ્યાં સુધી મેં – “જેટલું વધારે બોલશો, તેટલું ઓછું વેંચશો” - નહોતું સાંભળ્યું ત્યાં સુધી, જ્યારે પણ મારૂં બાળક નખરાં કરતું, ત્યારે હું ગુસ્સે થઇને ઉપદેશ આપવા મંડી પડતો.

ધ્યાનપૂર્વક શ્રવણ નેતૃત્વની શરૂઆત છે. કોઇપણ સંધર્ષમય સ્થિતિમાં, પ્રતિક્રિયા આપી દેવી સ્વાભાવિક છે.પૂરી સમસ્યા સમજ્યા સિવાય જ, આપણે કંઇ પણ કહી/સમર્થન કરી બેસીએ છીએ.

થોડી વાર વિચાર કરી, ખુલ્લા સવાલ પૂછવા એ વધારે ઈચ્છનીય વિકલ્પ છે. કંઇ પણ પ્રતિસાદ આપતાં પહેલાં,જરા થોભીને, શ્રવણ પણ કરવું જોઇએ. પૂરેપૂરૂ સાંભળવું એટલે પૂરેપૂરૂં ધ્યાન આપવું.

છોકરાંઓની બાબતમાં આ જેટલું ઉપયોગી છે, તેનાથી પણ વધારે ટીમમાં ઉપયોગી છે. પ્રતિસાદ અને પ્રતિકિયાવચ્ચેની આ બહુ મહત્વની ભેદરેખા છે.
  • અસલ અંગ્રેજી લેખ - In 100 Words: The More You Tell – નો  ભાવાનુવાદ
  • અનુવાદકઃ  અશોક વૈષ્ણવ, અમદાવાદ




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો