બુધવાર, 14 નવેમ્બર, 2018

અર્જુનની અસલામતી - દેવદત્ત પટ્ટનાઈક



  •  તેના જૈવિક પિતા,સ્વર્ગના રાજા, આકાશના દેવ, દેવોના અગ્રણી  કે વજ્ર જેવાં અસ્ત્રના અધિપતિ હોવા છતાં બીજા રાજાઓ , ઋષિઓ કે દાનવો તેમની ગાદી પચાવી પાડશે તેવા ભયના ઓથાર હેઠળ જીવે છે.
  • એક સામાન્ય આદિવાસી છોકરા, એકલવ્ય,ની તીરંદાજીની નિપુણતા અર્જુનને એટલી હચમચાવી દે છે કે તેને શાંત પાડવા તેના ગુરુ દ્રોણાચાર્યે, એકલવ્યના જમણા હાથનો અંગુઠો કપાવી નાખવાનો તાગડો રચવો પડે છે.
  • કર્ણની તીરંદાજી વિદ્યા તેને એટલી અકળાવતી રહે છે કે તે કર્ણને સૂતપુત્ર કહીને ઉતારી પાડવાનો એક પણ મોકો ચૂકતો નથી.
  • જરા સરખો પણ વિરોધ કર્યા સિવાય, પોતે તીરંદાજીની સ્પર્ધામાં જેને વિજયમાળા પહેરીને પત્ની તરીકે સ્થાન આપ્યું છે તે દ્રૌપદીને તે બીજા ભાઈઓની સાથે વહેંચી લે છે.
  • પોતાનાં પરાક્રમ પર્યટનોમાં તેણે ચિત્રાંગદા જેવી કેટલીય સુંદરીઓ સાથે વિવાહ તો કર્યો, પણ દ્રૌપદી માટેનાં માન, કે ભય,ને કારણે એકેયને ઘરે નથી લઈ આવતો.
  • તેમ છતાં, કૃષ્ણની થોડી મદદથી કૃષ્ણની જ બહેન સુભદ્રાને ઉઠાવી લાવે છે, પણ પછી દ્રૌપદીનું મન જીતી લેવાનું તે સુભદ્રા પર ઢોળી દે છે.
  • જે ખાંડવ વનને આગ ચાંપવા માટે તેને અગ્નિ દેવ તરફથી ગાંડીવ ભેટમાં મળે છે એ આગ ચાંપવા માટે તેણે કૃષ્ણના પ્રેરક વચનોનો સહારો તો લેવો જ પડે છે.
  • તેના મોટા ભાઈ, યુધિષ્ઠિર, જ્યારે કૌરવોની રાજ્યસભામાં દ્યુતના ખેલમાં રાજ્ય અને તેમનાં સહિયારાં પત્નીને દાવ પર મૂકે છે ત્યારે તેમનો વિરોધ નથી કરી શકતો.
  • દુઃશાસન જ્યારે ભરી સભામાં દ્રૌપદીને ઢસડી લાવીને તેનાં ચીરનું હરણ કરતો હોય છે ત્યારે અર્જુન દ્રૌપદીની વહારે નથી આવતો.
  • જંગલી સુવરના શિકાર સમયે તેને વિનમ્રતાનો પાઠ એક આદીવાસી, કિરાત, શીખવાડે છે, જે ખરેખર તો શિવજીનું સ્વરૂપ હોય છે.
  • ઉર્વશી પહેલાં પોતાના પૂર્વજો સાથે લગ્ન કરી ચૂકી છે એ કારણસર  અર્જુન જ્યારે ઉર્વશીનાં કામુક લટુડાં પટુડાંને ઠુકરાવી દે છે ત્યારે ઉર્વશી ગુસ્સામાં આવીને તેને નપુંસક બનાવી દે છે.ઈન્દ્ર તેમના પુત્રની વહારે આવે છે અને અર્જુન પરના એ શ્રાપની અવધિ એક વર્ષ કરી નાખે છે.
  • પાંડવોના વનવાસનાં અંતિમ વર્ષમાં જ્યારે મત્સ્ય રાજયમાં દ્રૌપદીને કિચક તેનાં કામુક ઇરાદાઓથી સતાવે છે ત્યારે અર્જુન દ્રૌપદીની મદદે જવાનો ઈન્કાર કરી દે છે.
  •  વ્યંઢળ-નૃત્યાંગના બહન્નલાની ભૂમિકામાં તે આખાં કૌરવ લશ્કરને એકલે હાથે હરાવી દઈને મત્સ્ય રાજ્ય અને તેના કુંવર ઉત્તરને બચાવી લે છે, પરંતુ કુરૂક્ષેત્રમાં તે આ પરાક્રમ દોહરાવી નથી શકતો.
  •  મહાભારતનું યુધ્ધ શરૂ થવાને ટાંકણે અર્જુન હતોત્સાહ બનીને બેસી જાય છે. જે તકનો લાભ લઈને કૃષ્ણ તેને ગીતા બોધના પાઠ શીખવાડી શકે છે. એ બન્ને બહુ પહેલેથી મિત્રો છે, પરંતુ કૃષ્ણ એ પોતાના જ્ઞાનને અર્જુન સાથે આ પહેલાં વહેંચવાનું ક્યારે પણ ઉચિત નહોતું સમજ્યું, જ્યાં સુધી સામી વ્યક્તિ પાત્ર ન બને ત્યાં સુધી તેને જ્ઞાન કદી વહેંચવું ન જોઈએ. ગીતાના બધા પાઠનું શ્રવણ કર્યા પછી પણ અર્જુન ભિષ્મ, જયદ્રથ કે કર્ણ જેવા મહારથિઓનોનો વધ નથી કરી શકતો, એ માટે કૃષ્ણએ દરેક કિસ્સામાં અલગ અલગ વ્યુહરચના ઘડીને, કે કંઈને કંઈ વધારે જ્ઞાન આપીને,તેને મદદ કરવી પડી હતી.
  •  એક પણ કૌરવનો તે મહાભારતનાં યુધ્ધમાં વધ નથી કરી શકતો. એ કામ ભીમે પુરૂં  કરવું પડ્યું હતું.
  •  મહાભારતનાં યુધ્ધ વચ્ચે જ તેનો યુધિષ્ઠીર સાથે બહુ મોટો ઝઘડો થઈ પડે છે, જ્યારે યુધિષ્ઠિર તેનાં બાણનું અપમાન કરી બેસે છે. શાંતિ પુનઃસ્થાપિત કરવા ફરી કે વાર કૃષ્ણએ વચ્ચે પડવું પડે છે.
  •  તેનાં મૃત્યુ પછી તેને નરકમાં જગ્યા મળે છે, કેમકે તેણે પોતાના જીવનકાળ દરમ્યાન ઘમંડપૂર્ણ, આપવડાઈ ભર્યો  અને બીજાં ધનુર્ધારીઓ પ્રત્યે તુચ્છતાપૂર્ણ વ્યવહાર કર્યો છે.

  •  દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, On Insecure Arjunaનો અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો