આજનું
સંચાલન વિશ્વ પણ આ બાબતે મિશ્ર વર્તન કરતું જોવા મળે છે. સહયોગ સારો કે હરીફાઈ
સારી? કર્મચારીઓએ
એકબીજાં સાથે મળીને કામ કરવું જોઇએ એમ પણ કહેવાય, પણ જ્યારે કામ માટે પ્રશસ્તિ કરવાની હોય ત્યારે એકબીજામાં
હરીફાઈની ભાવનાનાં એક સ્વરૂપ જેવી લાયકાતને ગણતરીમાં લેવાય. મારાં કામનું ફળ જે
પોતાને અંકે કરીને કાલે મારા બૉસ તરીકે મારી ઉપર બેસશે તેની સાથે મારે વળી શેનો
સહયોગ કરવાનો?
રામાયણમાં
રામ પોતાના ભાઈઓ સાથે હરીફાઈ ન કરીને પોતાનુમ રાજપાટ એમને હસતે મોંએ આપી દે છે. તો
સામે ભરત પણ એ ગાદી પર ન બેસીને રામની સહકારની ભાવનાનો પડઘો પાડે છે. તેની સામે, રાવણ તેના ભાઈ કુબેર સાથે હરીફાઈ
કરે છે, અને
અંતે તેને લંકામાંથી તગેડીને રાજ્ય પોતાના
હાથમાં લઈ લે છે.
મહાભારતમાં
પાંડવો અંદરોઅંદર પોતાની પત્ની, અને કૌરવોની સામે ઊભીને રાજકાજ,
વહેંચી લેવાની ભાવના દાખવે છે. અમુક અંશે તો એકબીજા સાથે
સહકારની બાબતે પણ કચવાટ જોવા મળે છે. સ્વયંવરમાં ફરીફાઈ કરીને વિજય પામનાર અર્જુન
સાથે જે તેણે સંસાર માડવો છે કે માની આજ્ઞાને વશ સહકાર દાખવી રહેલા પાંડવોની પત્ની
બનવું છે કે કેમ એમ દ્રૌપદીને તો કોઈ પૂછતું જ નથી. તો પાંડવો અને કૌઅરવો વચ્ચેની
હરીફાઈને કાર્ણે તો તેણે જાહેરમાં ઘોર અપમાન સહન કરવું પડે છે. પાંડવો વચ્ચેના
સહકારને કારણે તેઓ કૌરવો સામેની હરિફાઈમાં દરેક વખતે જીત મેળવે છે.
હરીફાઈ
અને સહકાર બન્નેના ફાયદા અને ગેરફાયદા છે. હરીફાઈથી આપણને જાણવા મળે છે કે આપણામાં
સૌથી વધારે શક્તિશાળી અને સામર્થ્યવાન કોણ છે. સહકારથી આપણે એકબીજાંનાં કૌશલનો
ફાયદો ઊઠાવી શકીએ છીએ.
હરીફાઈનો
ગેરફાયદો એ છે કે તે નબળાંને જૂદાં તારવી લે છે જેને કારણે એક પ્રકારની અસલામતીનું
વાતાવરણ સમાજની આસપાસ રચાય છે. સહકાર નબળાંને જે ટેકો કરે છે તેને કારણે સમાજના
નબળા વર્ગને પોતાની નબળી બાજૂઓની જાણ નથી
થતી, જેને
કારણે તેઓમાં નબળી બાજૂને સુધારવાની જરૂર નથી તેવો આભાસી સંતોષ કેળવાય છે, તો સામે, નિપુણ લોકોમાં પોતાની નિપુણતાની
કદર ન થવાની નિરાશા પેદા થાય છે.
જંગલ કે
બજારમાં જેનું આગવું સ્થાન છે તેવાં આ બળોને ન ઓળખવાનું સંસ્થા માટે આગવું જોખમ
છે. સંસ્થામાં કેટલાંક લોકો હરીફાઈની સામે સહકારનાં ગૂણગાન ગાય છે તો બીજાં
કેટલાંક તેનાથી ઉલ્ટું, સહકારની સામે હરીફઈઅને દુહાઇ દેતાં હોય છે. કેટલાંક લોકો સહકારને સ્ત્રૈણ
ભાવની નજરે તેમાં સારૂં જૂએ છે અને હરીફાઈમાં મરદાનગીના અહમની બુરાઈઓ જૂએ છે.
કેટલાંક લોકો સહકારમાં જીવનના પ્રશ્નોનું સમાધાન જૂએ છે કેમકે તે વધારે સમાવેશી છે
અને વૈવિધ્યને માન આપે છે. બીજાં કેટલાંક લોકો સહકારને શાહમૃગની જેમ પડકારની સામે
રેતીમાં મોં સંતાડી દેવાની વૃત્તિ ગણે છે.
સહકાર
અને હરીફાઈને કઈ નજરે જોવામાં આવે છે તે મૂળે તો નજરના સંદર્ભ પર આધાર રાખે છે.
બજારની અમુક પરિસ્થિતિઓમાં હરીફાઈ કામ આવે છે. આ પરિસ્થિતિઓમાં સંધબળ એક ચૂકસ
લક્ષ્ય તરફ બધી શક્તિઓને કામે લગાડે છે. બજારની બીજી કેટલીક પરિસ્થિતિઓમાં સહકાર
કામ આવે છે. અહીં સંઘબળ એકબીજાં પર ભરોસો રાખવાની ભાવના રૂપે નજરે પડે છે.
પહેલાવાળા કિસ્સામાં આપણે નક્કી થઈ ચૂકેલ સમાધાનનો સ્વીકૃત હિસ્સો બની રહીએ છીએ.
બીજા કિસ્સામાં આપણે એવી ટીમનો હિસ્સો બની જઈએ છીએ જેને સમસ્યા શું છે તે
સ્પષ્ટપણે ખબર છે અને હવે ઉપાય ખોળી કાઢવાનો છે.
કોર્પોરેટ
જગતની એમબીએ પારિસ્થિતિ તંત્રવ્યવસ્થામાં જ્યાં બહુ જ મહાત્વાકાંક્ષી વ્યાવસાયિકોને
કામે રાખવામાં આવે છે, જ્યાં મુખ્ય સંચાલક બનવાનાં સ્વપ્નાં સેવવાં એ આવશ્યક ગુણ ગણાય છે, ત્યાં સહકારની ભાવનાની આશા રાખવી એ
મૂર્ખામી છે. એવા મોટા ભાગનાં લોકો પોતાને બહુબળીયાં સમજે છે અને તેમને એવી ટીમ
જોઈએ છે જે તેમનાં બળને નમન કરે અને એ બળની અસરથી ઝૂકી જઈને, બળીયાને ખુશ રાખવા, સહકારની ભાવના અપનાવે. અહીં બળ કોઈ પદથી નથી ઓળખાતું. તે તો વ્યક્તિની
ક્ષમતા અને સામર્થ્ય પર આધારિત છે. મહાત્વાકાંક્ષી , ઊંચા પગારની ધની વ્યક્તિને ખયાલ આવે કે તેને તે રીપોર્ટ કરે
છે તે પોતાની મહાત્વાકાંક્ષા પૂરી કરવામા કાચું પડશે તો તેની નબળાઇઓ સાબિત કરવા, સામાન્યપણે અસહકાર અને વિરોધ
દ્વારા, આકાશપાતળ
એક કરી નાખશે. બીજી રીતે કહીએ તો ઊંચી પદવીની હરીફાઈમાં જો તેનો બૉસ મદદરૂપ ન થાય એમ લાગે તો બૉસને લોકો પાસેથી
સહકાર લેતાં અને ટીમનું ઘડતર કરતાં નથી આવડતું એમ તે સાબિત કરવા મચી પડશે.
પ્રક્રિયાઓ
જોડે જોરદાર લગાવ હોય એ સંચાલન મંડળો એક વાત ભૂલી જાય છે કે લોકોને સત્તા ગમતી હોય
છે. સત્તાની અનુભૂતિ તેમનામાં સલામતીની ભાવના પ્રેરે છે. સલામતીની ભાવના ક્યાં તો
પોતે કહે તેમ બીજાં કરશે તેવી આધિપત્યની ભાવનાથી અથવા તો બીજાં કહે તેમ કરવાની
સત્તાને વશ રહેવાની ભાવનામાંથી આવી શકે છે. હરીફાઈ કે સહકારની આવડતને તમારાં કૌશલ
સાથે બહુ સંબંધ નથી. ઘણાંને હરીફાઈનો નશો હોય છે, તો બીજાં કેટલાંકને સહકારમાં સુખ લાગતું હોય છે. સંચાલન
મંડળની ઈચ્છાને ઈશારે લોકો એક પ્રકારની મનોસ્થિતિમાંથી બીજાં તરફ આવતાંજતાં રહે
તેવી અપેક્ષા રાખવી એ વધારે પડતું છે.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Competitors and Collaboratorsનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો