બુધવાર, 16 ઑક્ટોબર, 2019

‘જે ખરૂં છે તે કરવું’ વિશે પીટર ડ્રકર - વિલિયમ કૉહેન, પી. એચડી.


ડ્રકરનું માનવુ હતું કે વ્યવ્સ્થાપકોએ હિપ્પોક્રેટ્સના સિધ્ધાંત અને આયના સમે ઊભા રહેવાની કસોટીવાળી નૈતિકતા પોતાનાં અંગત અને વ્યાવસાયિક જીવનમાં ઉતારવી જોઈએ...
નાની મોટી લાંચ લેનાર, કે દેનાર, સંચાલકમાં વ્યાપારનિષ્ઠ નૈતિકતાની ઊણપ છે એ વાત સાથે ડ્રકર સહમત ન થતા. તેમના માટે વ્યાપારી નૈતિકતા વ્યક્તિગત નૈતિકતામાંથી ઉદ્‍‍ભવે છે. અને વ્યક્તિગત નૈતિકતા એ વ્યક્તિના સાંસ્કૃતિક સંદર્ભ પર અવલંબિત છે. કેટલાક સમાજમાં જે વર્તન અનૈતિક ગણાય છે તે કોઈ અન્ય સંસ્કૃતિમાં એક સમયે નૈતિક હોઈ પણ શકે છે.

તેઓ સ્પષ્ટપણે માનતા કે સાંસ્કૃતિક માન્યતા અને પ્રણાલિઓથી ઘડાયેલ વ્યક્તિના સંસ્કારરૂપી પાયામાં જ આટલા બધા ફરક હોય તો તે પાયા પરથી ચણાયેલ વ્યક્તિના વિચાર અને વર્તનમાં તો ફરક રહેવાના જ છે. એટલે જ, જ્યારે જ્યારે નૈતિકતા કે પ્રામાણિકતા વિશે તપાસ કરવાની આવતી ત્યારે તેઓ પોતાની તમામે તમામ ક્ષમતાઓને કામે લગાડતા. જેમકે, તેઓ હંમેશં કહેતા કે વરિષ્ઠ સંચાલક તરીકે પહાડ જેવી ભૂલો કરીને પણ સફળતા સિદ્ધ કરી શકો છો, જો તમે તમારી અંદર રહેલી નૈતિકતા અને પ્રામાણિકતાને જાળવી શક્યાં હો.
શું સ્વીકાર્ય છે અને શું નથી ?

તેઓ જાપાનનો દાખલો ટાંકતા. જાપાનમાં કોઈ સરકારી અધિકારી નિવૃત થાય તે પછી જે કંપનીઓને તેમનાં કામથી ભૂતકાળમાં ફાયદો થયો હોય તે કંપનીઓ તેમને તે મુજબ પુરસ્કૃત કરતી. પોતાની સતા અને કામથી પોતાની નોકરી દરમ્યાન, સરકારના પગારમાં રહીને જેમણે નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી, અને તે ફરજ બજાવતાં બજાવતાં કોઈ કંપનીને ફાયદો થયો હોય, તો એવા સરકારી કર્મચારીનાં નિવ્રુત જીવનમાં તેમની તત્પુરતી સંભાળ રાખવી એ જાપાનનાં સંસ્કૃતિક વલણ પ્રમાણે નૈતિક રીતે ઉચિત મનાતું. 

આ બાબતે ડ્રકરની મથામણો

વર્તન કે અંતરાત્માના અવાજ સાથે સંકળાયેલી બાબત માટે જ્યારે સાચું શું કે ખોટું શુ એ નક્કી કરવાનું આવતું ત્યારે ડ્રકર સર્વસ્વીકૃત નૈતિક નિયમોની મદદ લેવાનું પસંદ કરતા.
આવાં વર્તન કે સારાસારના વિવેકની નૈતિકતા બહુજન સુખાયની નૈતિકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શસનકર્તાઓની જેમ વરિષ્ઠ સંચલકો પણ તેમના નિર્ણયો કેટલે અંશે વધારેને વધારે હિતધારકોના ફાયદાની સાથે સાંકળી શકાયેલ છે તે ચર્ચા હંમેશ પરિસ્થિતિના સંદર્ભ અનુસાર થતી રહી છે. ઘણી વાર કોઈ એક કક્ષાના હિતધારકને નુકસાનકર્તા લાગતો નિર્ણય અન્ય ઘણા હિતધારકોના ફાયદામાટે લેવાયો છે તેમ કહેવાતું હોય છે, અને એ દૃષ્ટિએ તે ઉચિત હોવાનું પણ સ્વીકારાતું હોય છે.
શબ્દકોષમાં તે વાકઁછલ તરીકે, સામાજિક પરિભાષામાં સારાસારનો વિવેક કે પૌરાણિક સાહિત્યની પરિભાષામાં ધર્મસંકટ-મીમાંસા તરીકે ઓળખવામાં આવે છે ડ્રકર તેને 'સામાજિક જવાબદારીની નૈતિકતા' કહે છે.
સારાસારનો વિવેક વૈચારીક પરિપ્રેક્ષ્યમાં બહુ ઉચ્ચ વિચારનું સ્તર છે, પણ પીટર ડ્રકર તેને વ્યાપાર જગતના સંદર્ભની નૈતિકતાની દૃષ્ટિએ બહુ જોખમકારક માને છે, કેમકે તેનાં ઓઠાં હેઠળ અનૈતિક, બીનજવાબદાર નિર્ણય કે વર્તનને ઉચિત ઠરાવી દેવાની છટકબારી વ્યાપાર સંસ્થાના અગ્રણી માટે હાથવેંત બની રહે છે.
સારાસારની સમજદારીની નૈતિકતા
સારાસારની સમજદારી એટલે સતર્કતાપૂર્ણ અને સચેતપૂર્ણ વાણી, વિચાર અને વર્તન. તેના જેટલા ફાયદા છે તેનાથી વધારે કદાચ ગેરફાયદા હશે. વડીલોનું કહેવું રહ્યું છે કે એવું કંઈ ન કરવું જેથી 'છાપે' ચડી જવાય.
સમજદારીની નૈતિકતાથી મુશ્કેલીમાં પડવાનું કદાચ જરૂર ટાળી શકાય, પરંતુ નૈતિક નિર્ણયો કરવાની બાબતે તે બહુ મદદરૂપ ન બની શકે.
આ અભિગમને નૈતિકતાપૂર્ણ નિર્ણયો લેવા માટેના દરેક કિસ્સામાં તેને અપનાવવા વિશે ડ્રકર બહુ ઉત્સાહી નહોતા.તેમનું માનવું હતું કે એ એક સાવધાનીનું પગલું છે એટલું હંમેશાં મનમાં રહેવું જોઈએ.
નફાતોટાની નૈતિકતા
ડ્રકર નફાતોટાની નૈતિકતાની પણ વાત કરતા. તેમનું કહેવું નફાની મર્યાદા બાંધીને રહેવા વિશે નહોતું.
સર્વસામાન્ય અપેક્ષાથી વિરૂધ્દ, ડ્રકરે લખ્યું છે કે જો સંસ્થા, કમસે કમ, તેની મૂડીના ખર્ચ જેટલો પણ નફો ન કરે તો તે સામાજિક બેજવાદારી છે અને ચોક્કસપણે અનૈતિક છે, કેમકે તેમ કરવાથી તે સમાજના સંસાધનોનો વ્યય કરે છે. એમ કરવું સરાસર ગેરવ્યાજબી છે.
પોતાનો નફો કોઈ એક સૂત્રના હિસાબે મર્યાદિત  કરવાના પક્ષમાં પણ તેઓ નહોતા. નિર્ણયો બધા જોખમકારક હોય જ છે, એટલે એ જોખમને સફળતાપૂર્વક ન ઉઠાવી શકવાની દરેક સંભવિત કિંમત ચુકવી શકવા જેટલો નફો તો સંસ્થાએ કરવો જ જોઈએ.
આટલા અને આવા નફાને ડ્રકર નૈતિક સ્તરનો નફો ગણતા. તે સિવાયનાં પરિણામ માપણી કોષ્ટકો જરૂરી પ્રોત્સાહન પાડવાની ગણતરીઓમાં ઊણાં પડવાની શક્યતા છે, સિવાય કે એ ખર્ચ કોઈ પણ દૃષ્ટિએ યથાર્થ હોય, કે વર્તમાન નોકરીઓ ટકાવી રાખવા કે વાસ્તવમાં નોકરીની નવી તકો ખૂલી થઈ શકે તે માટે હોય.
કન્ફ્યુસિયસની વિચારસરણી આધારિત નૈતિકતા
ડ્રકરનું માનવું હતું કે કન્ફ્યુસિયસની વિચારસરણી આધારિત નૈતિકતા 'સૌથી વધારે સફળ અને ટકાઉ' કહી શકાય. જોકે તેઓ આ નૈતિકતાને એક ઉપાય તરીકે ભલામણ કરવામાં એ થોડા ખચકાતા હોય તેમ જણાતું રહ્યું છે.
કન્ફ્યુસિયસની નૈતિકતા અનુસાર નિયમો બધાં માટે સરખા છે, પરંતુ કેટલાક અલગ સર્વસામાન્ય નિયમો પણ છે જે આપસી નિર્ભરતા અનુસાર પાંચ સંબંધો માટે અલગ હોય છે.
એ પાંચ સંબંધો છે  - પદ કે સ્તરમાં ઉપર-નીચેના સંબંધો, પિતા અને સંતાનના સંબંધો, પતિ અને પત્નીના સંબંધો, વરિષ્ઠ બંધુ અને તેનાં ભાઇબહેનો સાથેના સંબંધો અને મિત્ર-મિત્ર વચ્ચેના સંબંધો . આ દરેક સંબંધમાં ઉભય પક્ષ ઈષ્ટ ફાયદે રહે તે માટે ઉચિત વર્તણૂક અલગ અલગ  હોઈ શકે છે.
કન્ફ્યુસિયસની નૈતિકતા બાપ-બેટા કે બૉસ-જુનિયર જેવા ઉભય પક્ષે સમાન ફરજ હોવી જોઇએ તેમ માને છે.
ડ્રકર કન્ફ્યુસિયસની વિચારસરણી આધારિત અભિગમને 'આપસી નિર્ભરતાની નૈતિકતાકહેતા. તે આ પ્રકારની નૈતિકતાને પસંદ પણ કરતા, પણ વ્યાપાર ક્ષેત્રની નૈતિકતામાં તે લાગું ન થઈ શકે તેમ માનતા, કેમકે આ ક્ષેત્રના વ્યવહારો અને મુદ્દઓ કોઈ એક ગ્રૂપને નહીં પણ વ્યક્તિને વધારે અસરકર્તા હોય છે.
કન્ફ્યુસિયસ મુજબ તો સમુદાયના હક્કો અને અસહમતિઓ સાથે તો કાયદો જ કામ લઈ શકે.
નૈતિકતાને લગતા નિર્ણયો મહદ અંશે 'જે ખરૂં છે તે કરવા' પર નિર્ભર છે
નૈતિકતા અને તેના જેવી બાબતો ડ્રકર માટે એ વિરોધાભાસ બની રહ્યાં જેને તે કદી અતિક્રમી ન શક્યા.
પેદાશ કે સેવા કે વ્યાપાર માટેના વિચાર માટેની સકારાત્મક વિચારસરણી હકીકતથી એટલી ક્યારે વેગળી બની જાય કે શાસકનાં કથનને સકારાત્મ્ક વિચારસરણી અને 'જીતનો અભિગમ' બની રહેવાને બદલે જાહેરમાધ્યમો સામે જૂઠ તરીકે રજૂ કરી  દે? ડ્રકર માનતા હતા કે શું ખરૂં છે કે નથી તે બાબત દરેક વ્યક્તિની પોતાની મુન્સફીની વાત છે.
ડ્રકર બળજબરીથી થતી ઉઘરાણી અને લાંચરૂશ્વત બન્નેને લૂંટફાટ જેટલાં જ ખરાબ માનતા હતા.
ડ્રકર સ્વીકારતા કે જેની પાસેથી જબરદસ્તી લાંચ પડાવવામાં આવે તેના માટે તે જરા પણ ઈચ્છનિય પરિસ્થિતિ નથી.
૧૯૭૭માં બીજા દેશમાં લાંચ આપવાને અમેરિકામાં ગુનો ઠરાવવામાં આવ્યો છે, પણ તે તો  લાંચ લેનારને નહીં પણ આપનારને ગુન્હેગાર ઠેરવે છે. કોઈ પાસેથી બંદૂકની અણીએ પૈસા પડાવી લેવામાં આવે તો જેને નુકસાની વહોરવી પડી છે તેને સજા ક્યાં કરાય છે !
એ કાયદાનું  પાલન કરવા માટે પૂરેપૂરા સહમત હતા, પણ કાયદાના ભંગને 'અનિચ્છનિય વ્યાપારીય નૈતિકતા' કહેવા સાથે સહમત નહોતા.
લાંચ આપવી કે લેવી એ વ્યક્તિગત સ્તરે કે કોર્પોરેશનનાં સ્તરે વ્યાજબી નથી તેમાં કોઈ બેમત ન હોઈ શકે. પરંતુ ડ્રકરનું એટલું જ કહેવું રહેતું કે જે  વાત વ્યક્તિગત સ્તરે અનૈતિક કે ગેરકાયદેસર નથી તે કોર્પોરેશન માટે પણ અનિતિક કે ગેરકાયદેસર ન હોવી જોઇએ. તેઓ આ પ્રકારનાં 'નવી વ્યાપારીય નૈતિકતા'ના પક્ષમાં નહોતા. એ બધું મુર્ખામીભર્યું, ગેરકાયદે કે ખોટું જરૂર હોઈ શકે પણ તેથી તેને વ્યાપારી નૈતિકતા'ની બહાર જ છે તેમ કહેવું  તેમને ઉચિત ન લાગતું.
ડ્રકર ખરેખર શું માનતા હતા?
ડ્રકર માનતા હતા કે સંચાલકોએ નીચેના બે સિધ્ધાંત પોતાનાં વ્યક્તિગત તત્ત્વદર્શન તેમ જ વ્યાવસાયિક નૈતિકતા જીવન પ્રણાલિમાં ઉતારવાં જોઈએ -
§  વ્યક્તિગત જવાબદારીની નૈતિકતા માટે તબીબ હિપ્પોક્રેટ્સનો સિધ્ધાંત - અર્થાત 'સૌથી પહેલું તો એ કે કોઈને નુકસાન ન થાય'
§ આયનાની કસોટી - દરરોજ સવારે આયનામાં હું મારી જાતને કેવી વ્યક્તિ જોવાનું પસંદ કરીશ?
  • વિલિયમ કૉહેનનાં પુસ્તક 'Peter Drucker’s Way to the Top'માંથી (પ્રકાશક : LID, ૨૦૧૮)નાં સાભાર સૈજન્યથી






ManagementMattersNetwork.com
, પરના વિલિયમ કૉહેન, પી. એચડી.  ના અસલ અંગ્રેજી લેખ, Peter F. Drucker On Doing The Right Thing નો (સંક્ષિપ્ત) અનુવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો