બુધવાર, 23 ઑક્ટોબર, 2019

અપશબ્દ, અને પ્રેમ,નું ક્રમાંકન - દેવદત્ત પટ્ટનાઈક


મહાભારતમાં દુઃશાસનનાં લોહીથી પોતાના વાળ ધોવા માટે દ્રૌપદી કૃતનિશ્ચયી હતી, કેમકે પોતાનો દેર હોવા છતાં તેણે પોતાને ખુલ્લા કેશ સાથે ભરી દ્યુતસભામાં ખેંચી આણી હતી અને પોતાનં ચિરનું હરણ કર્યુ હતું. પણ વનવાસ દરમ્યાન જ્યારે જયદ્રથે તેની સાથે અભદ્ર વ્ય્વહાર કર્યો હતો અને તેને ઊપાડી જવાની કોશીશ કરી હતી ત્યારે પોતાની નણંદ દુઃશાલા વિધવા ન થઈ જાય એટલા માટે તેને માફી બક્ષી હતી. પણ પોતાની સાથે જંગલમાં અપવ્યવહાર કરનાર રાક્ષસ કિર્મિર કે મત્સ્ય રાજાનો સાળો કિચક, જેણે છદ્મવેશમાં દાસીના સ્વરુપે રહેતી દ્રૌપદીની છેડતી કરી હતી, એવાઓનો જ્યારે ભીમે વધ કર્યો હતો ત્યારે તે ખુશ થઈ હતી. તેની સાથે અપવ્યવહાર કરનાર દરેક સાથે તેણે અલગ અલગ વ્યવહાર કર્યો હતો.
અર્જુનને અનેક પુત્રો હતા, પણ તે એ દરેકને એક સરખો પ્રેમ નહોતા કરતા. તેમના સુભદ્રાથી થયેલ પુત્ર અભિમન્યુ માટે તેમને અદમ્ય ખેંચાણ હતું. તેમને યાદ કરાવવું પડતું કે તેમને ઉલૂપીથી પણ આર્વન નામનો એક પુત્ર છે.  તમિળ ભાષાનાં મહાભારતમાં, પાંડવોનો વિજય નિશ્ચિત કરવા તેને બલિ તરીકે ધરાવવામાં આવેલ. યુધ્ધ પછી તે, મણિપુરનાં કુંવરી, ચિત્રાંગદાથી થયેલ પુત્ર બબ્રુવાહનને ઓળખી નથી શકતો. દ્રૌપદીથી થયેલ તેનો પુત્ર શ્રુતકર્મ મહાકાવ્યમાં, પાંડવોના વિજય પછી હત્યા થઈ છે એવી એક નાની સી વિગતમાં ઉલ્લેખાયેલ છે.
મહાભારત 'મારૂં (સંસ્કૃતમાં 'મમ')ના ખ્યાલ તરફ આપણું ધ્યાન ખેંચે છે. કેટલીક વસ્તુઓ આપણી વધારે નજદીક હોય છે તો કેટલીક આપણી ઓછી નજદીક હોય છે. કેટલીક ચીજો માટે આપણને બીજી ઘણી ય ચીજો કરતાં વધારે પ્રેમ હોય છે. કઈ વસ્તુ મારી છે અને કેટલી મારી છે તેના પરથી આપણે જે કંઈ પ્રતિભાવ આપતાં હોઈએ છીએ તે નક્કી થાય છે.
અને એટલે , કોઈ આપણાંએ કરેલ એક ગુનો બીજાંએ કરેલ એ જ ગુના કરતાં ઓછો જણાય છે. પાકિસ્તાની સિપાહી કોઇને મારી નાખે કે કોઈ સ્ત્રી સાથે દુર્વ્યવહાર કરે તો તે આપણા સૈનિકે કરેલ એવાં જ કૃત્ય કરતાં આપણને વધારે જઘન્ય લાગશે. કોઈ એક પક્ષમાં વંશવાદ કે ભ્રષ્ટાચાર દેખાય તે આપણને પસંદ પક્ષ કરતાં આપણને વધારે અળખાં લાગશે. તેવું જ કૌટુંબીક માલીકીના વ્યાપાર અને વ્યાવસાયિક સંચાલિત વ્યાપારની બાબતે પણ મનાતું હોય છે. ાપાણો ચહીતો કલાકાર જાયે કોઈ ગુન્હેગારની ભૂમિકા પર્દા પર ભજવશે ત્યારે તે ગુન્હેગાર આપણને ઓછો કઠશે. આપણો ચુકાદો કોણ કેટલું આપણું છે તેના આધારે તોળાતો હોય છે. આઈએસઆઈએસ જેવી સંસ્થા સમલૈંગિક વ્યક્તિને મકાનની છત પરથી ધક્કો મારીને મોતને ઘાટ ઉતારશે, તો સામે છેડે આપણું ન્યાય તંત્ર સમલૈંગિક લોકોના હક્કને એક નગણ્ય સંખ્યાના લોકોની બાબત ગણીને બિનમહત્ત્વનું ગણીને કાઢી નાખશે. લોકોને મારી કાઢવા કરતાં તેમની હસ્તીની નોંધ ન લેવી આપણને ઓછું નુકસાનકારક જણાય છે.
ટેલીવિઝનના પર્દા પર દ્રૌપદીના કૌરવો વિરુદ્ધના ક્રોધને નાટ્યાત્મક સ્વરૂપે રજૂ કરાય છે અને તેમાંથી મજાના ઘુંટ્ડા પણ ભરાય છે. પણ કોઈ ઊંડાણથી નથી જોતું કે કિચક કે કિરમિર અને દુઃશાસન સાથે જયદ્રથ કરતાં અલગ વ્યવહાર કેમ થઈ રહ્યો છે? જાતિ, વર્ગ અને સંબંધો આપણા દૃષ્ટિકોણને ઘડે છે? એક દુર્વ્યવહાર બીજા દુર્વ્યવહાર કરતાં ઓછો કેમ જોવામાં આવે છે? અર્જુન એક દીકરા માટે બીજા દીકરાઓ કરતાં વધારે આંસુ શા માટે સારે છે? આપણો મહાનાયક બધા દીકરાઓને સમાન કેમ નથી ગણતો? માણસના મનમાં સમાનતા માટે કોઈ જગ્યા નથી. આપણને 'મારૂં' માટે પક્ષપાત રાખવો, તેને સાચું અને યોગ્ય ઠેરવવું ગમે છે- મારી વાત આવે તો મને બધું જ ગમે, મારૂં છે તેના બધા વાંકગુના છતાં પણ મારૂં છે માટે તેના  બચાવ માટે હું આકાશપાતાળ એક કરી નાખવા તૈયાર રહીશ,
ધ મિડ ડે માં ૨૫ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો