પરિવર્તન
જેમ જેમ અનિવાર્ય જણાતું જાય છે તેમ તેમ વ્યક્તિના, કે સંસ્થાના, સ્તરે એ પરિવર્તન ન કરવા માટેનાં કારણો પણ ધરી દેવાતાં હોય છે. રંગ, રૂપ, સ્વાદ અલગ અલગ હોય પણ, મોટા ભાગે,
પરિવર્તન ન કરવાનું કારણ નીચેમાંના કોઈ એકમાંનું હોવાની શકયતાઓ ઘણી છે.
૧. ભય
- આપણને બાળપણથી જ પરિવર્તનનો હાઊ બતાડવામાં આવતો હોય છે,
એટલે જે કંઇ અજાણ્યું હોય તેના માટે આપણા મનમાં
સૌ પહેલો તો ભય પેદા થાય.
'ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું
છે?'
૨. ટુંકી
દૃષ્ટિ - આપણને ટુંકે ગાળે આપણો સ્વાર્થ એટલો મોટો દેખાય કે તેની પાર રહેલા
વધારે વ્યાપક અને લાંબા ગાળાનાં આપણાં હિત આપણને દેખાતાં નથી.
'પહેલાં આટલું તો પહોંચી વળીએ, પછી આગળનું જોઈશું.'
3. સ્વાર્થ - જો
પરિવર્તનને અનુસરવાથી તરત ફાયદો દેખાતો ન હોય તો આપણે તેને નકારી કાઢીએ છીએ.
'એને કારણે મને તો કોઈ ફાયદો નથી દેખાતો?'
૪. સંતુલનવા
- સંતુલનમુખી પરિસ્થિતિ વધારે અનુકૂળ જણાતી રહેવી.
‘એક વાર બધું ફરી વાર સામાન્ય બની જાય તો નિરાંત થાય.'
૫. અહં
- પોતાની ભુલ સ્વીકારવી કઠિન કામ છે.
'મેં તો પરિવર્તન માટે બધાંને તૈયાર કરી
લીધાં હતાં.'
૬. ઊંઘમાં
ચાલી નીકળવું - ઘણાં લોકોને ખબર જ નથી હોતી કે તેમનું અભાન મન શું હુકમો કરી
રહ્યું છે.
'મને ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું
છે?'
૭. આત્મવિશ્વાસનો
અભાવ - પરિવર્તન તમારા પોતાના વિશ્વાસને હચમચાવી દે છે, એટલે જો પાયો નબળો હોય તો પરિવર્તન એ
પાયાને વધારે નબળો પાડી દે.
‘આમાં તો મારી જાત ઉઘાડી પડી જાય.'
૮. યોગ્ય
સમય - ચોઘડીયું મળે તો કામ થાય.
'સમય આપણી તરફેણમાં હશે ત્યારે ફેરફાર
કરીશું.'
૯. માણસનો
સ્વભાવ - આપણો મૂળ સ્વભાવ સ્વકેન્દ્રી હોય છે. એટલે બીજાંને જો પરિવર્તનથી
વધારે ફાયદો થતો હોય તેમ લાગે તો, અવશપણે, એ પરિવર્તન માટે આપણું મન માનતું નથી.
‘એના ફાયદા માટે હું ક્યાં હેરાન થાઉં?'
૧૦. નિષ્ક્રિયતા
- સ્થિર પડેલ વસ્તુને ગતિમાં લાવવા કે ગતિમાં હોય તેવી વસ્તુની દિશા બદલવા માટે
બહુ બળ વાપરવું પડે.
'આપણે તો બીજો વિકલ્પ અમલ કરવાનું શરૂ
કરી દીધું છે.'
૧૧. ટુંકા
ગાળાની વિચારસરણી - મોટા ભાગનાં લોકોને દૂરનું વિચારવામાી ટલી મહેનત પડતી હોય
છે કે લાંબા ગાળાનું વિચારવાનું આવે એટલે હથિયાર હેઠાં જ મૂકી દે.
'એવું કંઈ થાય તેવું જણાતું નથી.'
૧૨. ઊંધું
જ જોવાની ટેવ - ઘણાં લોકોને વિચાર્યા કરતાં ઉલટું થતું જ જોવાની ટેવ હોય છે.
‘ધરમ કરવા જતાં ધાડ પડશે.'
૧૩. આત્મસંતોષ
- ઓછેથી પતતું હોય તો વધારે કષ્ટ લેવાની જરૂર શી?
‘અત્યારના સંજોગોમાં આનાથી વધારે શું આશા રાખવી?'
૧૪. ટેકેદારોનો
અભાવ - જેસે થેની સ્થિતિની શક્તિનો પાયો
પરિવર્તન માટે લગાવતાં જોએ કરતાં વધારે મજબૂત છે.
'જોઇતાં લોકોનો પૂરતો ટેકો જ નથી !'
૧૫. ગાડરિયો
પ્રવાહ – બીજાં કરે તેમ કરવા માટે લલચાતું મન વિચાર શક્તિને કુંઠિત કરી નાખે છે.
'બોલો, આપણે હવે શું કરવું છે?'
૧૬. કાચે
ઘડે પાણી ભરવાનો ઉપક્રમ - પૂરતું જ્ઞાન, કૌશલ, સાધનો અને અનુભવ વિના પરિવર્તનના વિચારને વહેતો મૂકવો.
'આપણે ભલે આ મુજબ પહેલાં કર્યું નથી, પણ શરૂ કરીએ, આગે આગે દેખી જાએગી.'
૧૭. અપવાદવાદ
- પરિસ્થિતિને હેતુલક્ષી દૃષ્ટિથી ન જોવી.
'ત્યાં કામ આવે એટલે અહીંયાં પણ આવે
તેવું જરૂરી નથી.'
૧૮. નિરર્થકતા
- પરિવર્તનના ફાયદા ઉપરછલ્લા જ દેખાય, એટલે તેના માટે પ્રયત્નો નિરર્થક જણાય.
'આટલા અમથા ફાયદા માટે આટલી બધી કસરત?'
૧૯. દોષ
જોવાની વૃત્તિ - પરિવર્તન માટેના આશય માટે, તે માટેની પ્રેરણા માટે કે પરિવર્તના ભૂતકાળના અનુભવો વિશે શંકા
સેવવી.
'મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું....'
૨૦. ભવિષ્યમાં
આંચકો લાગવાની આશંકા - પરિવર્તનનું નામ સાંભળતાં જ ભવિષ્યની સંભાવનાઓના ભયથી
ગાત્રો ઢળી જવાં.
'આટલી સફળતા (કે નિષ્ફળતા) પચાવી શકશો?'
વિક્રમ
સંવતનાં નવાં વર્ષમાં આ વિષય છેડવાનો આશય એટલો જ કે તમે, કે તમારી સંસ્થા, જો આવાં કોઈ ચિહ્નો ગત વર્ષમાં અનુભવી ચૂક્યાં હો તો નવાં વર્ષમાં
તેને અતિક્રમવાનો નિર્ધાર કરવા માટે મોડું કરવામાં સાર નથી.
અને
પરિવર્તનની દિશામાં આગેકદમ કરો ત્યારે પણ આવાં કોઈ ચિહ્નો હેઠળ છુપાયેલ, જાણ્યેઅજાણ્યે થઈ રહેલ, વિરોધ કે પારોઠનાં પગલાં ભરવાની ઊંડી
ઊંડી દાનતનાં અંકુર ફુટવાં જેવી પરિસ્થિતિ આકાર લેતી જણાય તો તેને તમારી ટીમ સાથે
મળીને ઊગતી જ ડામી દો.
પરિવર્તનના માર્ગ પરની મેરેથોન વિઘ્નદોડમાં દરેક તબક્કે સફળતાઓની
શુભકામનાઓ સાથે.....
- લિંક્ડઈન. કૉમ પરના અસલ અંગ્રેજી લેખ, 20 Reasons Your Company Won't Change નો ભાવાનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ ǁ ૩૦ ઓક્ટોબર,૨૦૧૯
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો