આ લેખમાળા વિશે :
સંચાલનસંબંધી
અને બીનસંચાલનસંબંધી વાતોમાં સંસ્થાજન્ય સંસ્કૃતિ શબ્દપ્રયોગ બહુધા જૅટલો વપરાતો
સાંભળવા મળતો રહે છે, તેટલો જ તે વણસમજાયેલો કે ગેરસમજાયેલો પણ છે. તેની સાથે કંઈ
કેટલીય કલ્પનાઓ, ગૂઢ રહસ્યો, માન્યતાઓ
અને પરંપરાઓ સંકલાયેલી જોવા મળશે.
૨૦૨૦નાં
વર્ષ દરમ્યાન આપણે તેના વિષેની ખરી સમજ મેળવીશું, તેનાં
વિવિધ પાસાંઓને સમજીશું અને સંપોષિત સફળતા સિધ્ધ કરવા માટે આવશ્યક એવી સ્પર્ધાત્મક
સરસાઈ મેળવવાનાં એક માધ્યમ તરીકેની તેની ભૂમિકા શું છે અને તે ભૂમિકા કેમ સરજી
શકાય, કે નાશ કરી શકાય, તેવી બાબતોની ચર્ચા કરીશું.
લોકોની જેમ, દરેક સંસ્થાનું પોતાનું એક અનોખું વ્યક્તિત્વ હોય છે. આ અનોખાં વ્યક્તિત્વને સંસ્થાની
સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થાજન્ય સંસ્કૃતિ એ એવી તંત્રવ્યવસ્થા છે જે સંસ્થામાં કામ કરતાં લોકો વચ્ચેની આપસી માન્યતાઓ, ધારણાઓ અને માન્યતાઓ વડે તેમની વર્તણૂકનું નિયમન કરે છે. [1]
સંસ્થાનાં સામાજિક અને માનસીક વાતાવરણમાં ફાળો આપતાં મૂલ્યો અને વર્તનોને તે આવરી લે છે. લોકો એકબીજા સાથે કેમ હળેમળે છે, કેમ કામ કરે છે, કયા સંદર્ભમાં જ્ઞાન પેદા કરે છે,અમુક પરિવર્તનોનો પ્રતિરોધ કેમ કરે છે, કે પછી એકબીજા સાથે જ્ઞાનની આપલે કેમ કરે છે (કે નથી કરતાં) તેના પર સંસ્થાજન્ય સંસ્કૃતિ અસર કરે છે. સંસ્થાજન્ય સંસ્કૃતિ સંસ્થામાંનાં લોકોનાં સામુહિક મૂલ્યો, માન્યતાઓ અને સિધ્ધાંતોનું પ્રતિબિંબ છે. તેના પર ઈતિહાસ, પેદાશના પ્રકાર, બજાર, ટેક્નોલોજિ, વ્યૂહરચના, કર્મચારીઓના પ્રકાર, સંચાલન શૈલી,અને રાષ્ટ્રીય સંસ્કૃતિ જેવાં પરિબળો પર પણ આધારિત છે. સંસ્થાજન્ય સંસ્કૃતિ સંસ્થાનાં દીર્ઘદર્શન, મૂલ્યો, સ્વીકૃત માપદંડો, તંત્રવ્યવસ્થાઓ, પ્રતિકો, ભાષા, ધારણાઓ, વાતાવરણ, સ્થળ, માન્યતાઓ અને આદતો જેવી વિવિધ બાબતોને આવરી લે છે. [2]
સરળ ભાષામાં કહીએ તો, લોકો જે હદે આપસી ઈચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ એકબીજાં સાથે વહેંચી શકે છે એટલાં જ તેઓ એકબીજાં સાથે કામ કરવા પ્રતિબધ્ધ બને છે. તેને એકસમાન બાબતો માટે એક સમાન પરવા હોવી પણ કહી શકાય. આ જ વાત રાષ્ટ્રોને તેમજ રાષ્ટ્રમાં આવએલ સંગઠનોને અને સંસ્થાઓને પણ લાગુ પડે છે.
સંસ્થાજન્ય સંસ્કૃતિને એક પ્રક્રિયા તરીકે પણ જોઈ શકાય. તેની નિવિષ્ટ સામગ્રીમાં સમાજ, સમકક્ષ વ્યવસાયો, કાયદાઓ, પારંપારિક ક્થાઓ, આદર્શ નાયકોનાં ઉદાહરણો, સ્પર્ધા કે ઉત્પાદનો કે સેવાઓ વિશેનાં મૂલ્યો જેવી બાબતો હોય છે. પ્રકિયાનું નિયમન આપણી ધારણાઓ, મૂલ્યો અને સ્વીકૃત ધારાધોરણો દ્વારા થાય છે, જેમ કે ભૌતિક અને બીનભૌતિક બાબતો, સમય, સવલતો, સ્થળ અને લોકો વિશેનાં આપણાં મૂલ્યો. સંસ્થાજન્ય સંસ્કૃતિની નિપજ સંસ્થાજન્ય વર્તણૂકો, ટેક્નોલોજિ વિશે અભિગમ,સંસ્થાની છાપ વિશેનો દૃષ્ટિકોણ, પેદાશો કે સેવાઓ અંગેની માનસીકતા, લાંબા ગાળાની વ્યૂહરચનાઓ જેવી બાબતોમાં જોવા મળે છે. [3]
સંસ્થાની વ્યૂહરચનાની કોઈ પણ નકલ કરી શકે, પણ તેની સંસ્કૃતિની નકલ ન થઈ શકે. સંસ્કૃતિની વધારેમાં વધારે અવળી અસર સંસ્થાની ઉત્પાદ્કતા અને કામગીરી પર બોજારૂપ પરવડી શકે છે. તેની વધારેમાં વધારે સવળી અસર રૂપે તે સંસ્થામાં ઉર્જાસભર તાજગી ફૂંકી શકે છે.…સંસ્થાજન્ય સંસ્કૃતિ એક હિમશીલા છે જેનું મહત્તમ વજન અને મહત્ત્વનું વસ્તુ સપાટી ની નીચે રહેલૌં હોય છે. એ હિમશીલા પ્રત્યે બેધ્યાન રહેવું વિનાશકારક નીવડી શકે છે !...અને એ વાત તો ભૂલી જ જજો કે સંસ્થાજન્ય સંસ્કૃતિનું ઘડતર સંસ્થાનાં નેતૃત્વ વડે થાય છે.[4]
સંસ્થાજન્ય
સંસ્કૃતિ સાત ઘટકોથી રચાય છે:
૨. વ્યાપ
- સંસ્કૃતિ પ્રસરણશીલ છે અને સંસ્થાના દરેક ભાગને તે સ્પર્શે છે. કોઈ તેની સાથે પુરેપુરૂં
સહમત ન હોય કે તેનું પાલન ન કરવા માગ્તું હોય તો પણ તે તેને આધીન તો રહે જ છે, કેમકે
તે સર્વસ્વીકૃત છે.
૩. ઊંડાણ
- કોઈ પણ સમુદાયમાં સંસ્કૃતિ કેટલી ઊંડે ઉતરી ગઈ છે અને અનભિન્ન બની ગઈ છે તેનો ક્યારે
પણ ઓછો અંદાજ ન આંકવો. લોકો એ મુજબ જ વર્તે છે. પોતાનાં સાથીઓને તે વર્તન વિશે તેમણે કંઈ સમજાવવું પણ નથી
પડતું.
૪. ઢાંચામાં
ઢાળવું કે એકીકરણ કરવું - જ્યારે કોઈ સમુદાયનાં લોકો સમયાંતરે પણ એક જ
પ્રકારનું વર્તન કરતાં જોવાં મળે એટલે એનો અર્થ એ થયો કે સંસ્કૃતિએ બધાંની માન્યતા
એકરસે સુસંબદ્ધ કરી નાખેલ છે.
૫. દેખીતી
મામવસર્જિત કૃતિઓ - સંસ્થાજન્ય સંસ્કૃતિના સિધ્ધાંત માટે માનવસર્જિત કૃતિઓ બહુ મહત્ત્વની બની રહેતી
હોય છે, જેનું સરળ ઉદાહરણ ઑફિસ છે. પરંતુ આ
બધાં તો પદ-અધિક્રમ, મિટીંગ દરમ્યાન લોકોનો અભિગમ અને
આદાનપ્રદાન જેવાં સપાટી પર દેખાતાં પ્રતિકો છે.
૬. અનુમોદન
કરાતી માન્યતાઓ, મૂલ્યો, નિયમો કે વર્તણૂકનાં ધારાધોરણો - કંપનીની વેબસાઈટ
જેવાં જાહેર પ્રસારણ માધ્યમ પર કપનીનાં મિશન કે વિઝન કથન પર નજર કરતાંવેંત આ ઘટક
નજરે પડે છે.
૭. ખાતરી કર્યા સિવાય માની લેવાયેલ કે સપાટી નીચે
રહેલ ધારણાઓ -આ એવી અણકહી બાબતો છે જે
માનવસર્જિત વસ્તુઓ કે માન્યતાઓને સમજવામાં મદદ કરે છે. [5]
સંપાદકીય નોંધઃ :- અહીં દર્શાવેલ ઈન્ફોગ્રાફિક તેની મૂળ સાઈઝમાં જોવા માટે What is organizational culture – The dynamics of organizational culture – Why leaders should care about organizational culture ની મુલાકત લો
[1] What is Organizational Culture? - Definition & Characteristics
[2] Organizational culture
[3] What is Organizational Culture?
[4] What is organizational culture
[5] Organizational Culture Theory: Things to Know and How to Use it in the Workplace
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો