- તન્મય વોરા
આમથી તેમ આંટા મારતાં મારતાં બચ્ચું પૂછે છે - આપણા પગ લાંબા કેમ? આપણી પાંપણો આટલી લાંબી કેમ?
માએ જવાબ આપ્યો કે - "રણમાં ચાલવા માટે આપણને લાંબા પગ અને ત્યાં ફુંકાતા રહેતા પવન અને રેતીથી બચવા માટે આપણને લાંબી પાંપણો જોઇએ ને!"
બચ્ચું વિચારમાં પડ્યું - " આપણે જો રણમાં રહેવા સર્જાયાં છીએ, તો પછી, પ્રાણી સંગ્રહાલયનાં આ પાંજરામાં શું કરી રહ્યાં છીએ?
કૌશલ્ય, જ્ઞાન કે ક્ષમતા અનુકૂળ વાતાવરણમાં જ ખીલી રહી શકે.
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: At the Right Place? , નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો