બુધવાર, 3 જૂન, 2020

સંસ્થાજન્ય સંસ્કૃતિનું મહત્ત્વ

'સંસ્થાજન્ય સંસ્કૃતિ' પરની આપણી આ લેખશ્રેણીમાં અત્યાર સુધી આપણું ધ્યાન સંસ્થાજન્ય સંસ્કૃતિ શું છે તે સમજવા પર હતું. તે માટે આપણે સંસ્થાનાં કેટલાંક મહત્ત્વનાં પરિબળો સાથે સંસ્થાજન્ય સંસ્કૃતિના સંબંધની પણ વાત કરી.

આજે હવે ટુંકમાં જોઈએ કે સંસ્થાજન્ય સંસ્કૃતિનું (આટલું મ્બધું !?) મહત્ત્વ શા કારણે છે- હોવું જોઈએ?

સંસ્થાજન્ય સંસ્કૃતિનાં મહત્ત્વને સ્મજવ અમાટે આપણે સંસ્થાજન્ય સંસ્કૃતિ શું છે તે જુદા જુદાં લોકોના મત મુજબ સમજીએ -

સંસ્થાજન્ય સંસ્કૃતિ સંસ્થા કેમ કામ કરે છે તે છે.” — રોબ્બી કૅટન્ગા

મોટા ભાગે, સંસ્થાજન્ય સંસ્કૃતિ હરીફાઈની પેદાશ છે ” — ઍલેક હૅવરસ્ટિક

સંસ્થાજન્ય સંસ્કૃતિ બધાં સાથે વહેંચાયેલું સંસ્થાનું આંતરિક ચિત્ર વ્યાખ્યાયિત કરે છે.” — બ્રુસ પેર્રૉન

સંસ્થાજન્ય સંસ્કૃતિ મૂલ્યો અને રૂઢ થયેલ પ્રથાઓનો એવો સરવાળો છે જે  સંસ્થાના સભ્યોને એકજૂટ કરવાના ગુંદરનું કામ કરે છે.” — રિચાર્ડ પેર્રીન

સંસ્થાજનય સંસ્કૃતિ કાર્યસ્થળની સભ્યતા છે.” — એલન ઍડ્લર

સંસ્થાજન્ય સંસ્કૃતિ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટેની સંસ્થાની તંત્રવ્યવસ્થા છે.” — માઇકેલ વૉટકિન્સ

આ એવા કેટલાંક તારણો છે જે સંસ્થાજન્ય સંસ્કૃતિ એકપક્ષી અને બીનગતિશીલ છે તેની સામે પક્ષે છે . આ તારણો, તે ઉપરાંત, સંસ્થાજન્ય સંસ્કૃતિ અનેકવિધ છે, એકબીજાં ને આવરી લેતાં સ્તરોમાં વહેંચાયેલ છે અને ગતિશીલપણ છે તેમ પણ માને છે.

સંસ્થાજન્ય સંસ્કૃતિનું મુખ્યત્ત્વે ઘડતર આપણે જે સમાજમાં રહીએ છીએ હેનાથી થાય છે, જોકે તેમાં ભાર તેના અમુક ચોક્કસ ભાગોના સંદર્ભમાં હોય છે.” — એલિઝાબેથ સ્ક્રિન્ગર

મૉતી સંસ્થાઓ એમ સરળીકરણ કરી લે છે કે સંસ્થાજન્ય સંસ્કૃતિ એક જ છે. નવા, ઊભરતા, અગ્રણીઓ માટે પેટા-સંસ્કૃતિઓને અવગણવાનું જોખમકારક પરવડી શકે છે.” — રૉલ્ફ વિન્કલર

સંસ્થા એક એવી સજીવ સંસ્કૃતિ છે જે વાસ્તવિકતાસાથે બહુ ઝડપથી અનુકૂલન કરી લે છે.” — અબદૉ ઓમાન જામા

આ અભિગમો સંસ્થાજન્ય સંસ્કૃતિનો સમગ્રતયા,માર્મિક દૄષ્ટિકોણ પૂરો પાડે છે. સંસ્થાને પૂરેપુરી સમજવા માટે આગ્રણીઓ આભિગમઓને બરાબર સમજવા જરૂરી છે. [1]

સંસ્થાજન્ય સંસ્કૃતિનાં મહત્ત્વને સમજવા માટે આ સાત કારણો એક યોગ્ય શરૂઆત પરવડી શકે છે.

૧ . તે સંસ્થાની અંદરની અને બહારની ઓળખ નક્કી કરે છે.

  સંસ્થાજન્ય સંસ્કૃતિ સંસ્થાનં પાયાનાં મૂલ્યોને વ્યવહારમાં ઉતારે છે.

3.  સંસ્થાજન્ય સંસ્કૃતિ કર્મચારીઓને સંસ્થાના પ્ક્ષમાં બોલનારા (અથવા તો પછી ટીકાકારો) બનાવે છે.

૪.  સબળ સંસ્કૃતિ સંસ્થામાં શ્રેષ્ઠ પ્રતિભાઓને રોકી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે.

૫ . તેજ રીતે સબળ સંસ્થાજન્ય સંસ્કૃતિ શ્રેષ્ઠ પ્રતિભાઓને સંસ્થા તરફ ખેંચી લાવવામાં પણ મદદરૂપ બની શકે છે.

૬. સંસ્કૃતિ સંસ્થાને એક ટીમમાં પરિવર્તિત કરવામાં મદદ કરી શકે છે.

૭. સંસ્કૃતિ સંસ્થાની કામગીરી અને કર્મચારીઓની કાર્યસ્થળ પરની પ્રતિબધ્ધતા પર અસર કરી શકે છે. [2]

સંસ્થાના સંદર્ભનાં એક ઘટક તરીકે સંસ્થાજન્ય સંસ્કૃતિનું મહત્ત્વ સમજ્યા, હવે સમજની વિવિધ પાસાંઓને સંપોષિત સફળતાના સંદર્ભમાં વધારે સ્પષ્ટ કરવા માટે આપણે કેટલાક પ્રતિનિધિ લેખોને સંક્ષિપ્ત નોંધ રૂપે રજૂ કરેલ છે.

સંસ્કૃતિ એક એવું સૂત્ર, ડીએનએ, છે જેના વડે ટીમને તેમજ ગ્રાહકોને માર્ગદર્શિકાઓ, સીમાઓ અને અપેક્ષાઓ સ્પષ્ટ  થાય છે. લોકોની પ્રેરણા અને ઉત્સાહ માટેનો તે પ્રાથમિક મંચ છે. લોકોને સંસ્થામં  જૉડાવા આકર્ષવા માટે, કામે લેવા માટે અને સંસ્થા સાથે વી રાખવા માટેનું તે કે બહુ સબળ સાધન પણ છે.

સફળ સંસ્થા સત નવું નવું શીખતી રહેતી હોય છે. સતન નવું જણતાં રહેવાની લોકોની ખોજ તેમણે સંસ્થાનાં મૂલ્યો, અર્થઘટનો, અને સંસ્થામાંના સમુદાયો તેમજ સંસ્કૃતિ તરફ પોતાનાં મૂલ્યો અને માન્યતાઓના< ચશ્મામાંથી તરફ વાળે છે.સશક્ત સંવાદઓની સંસ્કૃતિ ધરાવતી સંસ્થા લોકોને, અપેક્ષિત અને ખરેખરની કામગીરીના સંદર્ભમાં, પોતાની અપેક્ષાઓ અને જરૂરિયાતોને અર્થપૂર્ણરૂપે પુરી કરવામાં મદદરૂપ બની શકે છે. [3]

સંસ્થાના મૂળ વ્યાપાર મોડેલ પછી વ્યાપારની લાંબા ગાળાની સફળતાની દૄષ્ટિએ સંસ્કૃતિને સૌથી વધારે મહત્વનું પરિઅળ ગણવામાં આવે છે.  

સંસ્થાજન્ય સંસ્કૃતિનું પહેલ વહેલું કામ સંસ્થાના વ્યાપક ઉદ્દેશ્યો સાથે એકસુત્ર હોય તેવી સ્પષ્ટ પ્રાથમિકતાઓ પ્રસ્થાપિત કરવનું છે. એ પછી, સંસ્થાના હેતું માટે પ્રબળ લાગણી ધરાવતી સંસ્થા તેનાં કર્મચારીઓને એ હેતુને સ્વીકારવા માટે અને પ્રતિભાવ પ્રક્રિયાના  બન્ને છેડા એક કરવા માટે પ્રેરિત કરી શકે છે.

તે ઉપરાંત વ્યક્તિગત, તેમજ સામુહિક સ્તરે પણ જુસ્સો પેદા કરવામાં પણ સબળ સંસ્કૃતિ મદદરૂપ બની શકે છે. આદર્શ સંસ્થાજન્ય સંસ્કૃતિ લોકોને સંસ્થા છોડે તેમ  કરવા કરતાં  તેમાં રહીને પોતાનાં કામમાં વધારેને વધારે રોકાણો ઉમેરતાં જઈને કામ કરવામાં તેમને વધારે ખુશી મળે તેમ કરે છે.

એ રીતે સંસ્થાજન્ય સંસ્કૃતિ એવું પ્રબળ સાધન છે જે કર્મચારીઓનેી ટલં ખુશ રાખે છે કે એ લોકો આપમેળે જ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપતાં રહે --  એટલે કે સંસ્થા તેના સીમાડા વધાર્યે જાય અને ઊંચાઈઓનાં નવાં નવાં શીખર સર કર્યે જાય.

સંસ્થાની અંદર ખુબ પ્રભાવશાળી સંસ્કૃતિ જાળવી રાખવાથી, બાહ્ય સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં, સંસ્થાની બ્રાંડનું આગવી ભાત પાડતું નામ વિકસે છે. સ્પર્ધામાં ભળી જતી બ્રાંડ કરતાં આગવાપણું જાળવતી બ્રાંડને નિશ્ચિત લાભ મળે છે, એટલે જેમ સંસ્કૃતિ વધારે પ્રભાવશાળી એમ સંસ્થાનું બ્રાંડમૂલ્ય પણ વધારે. [4]

ખરા અર્થમાં અસરકારક સંસ્થાજન્ય સંસ્કૃતિ કર્મચારીઓની શક્તિને સિમિત કરવાને બદલે એકસૂત્રે જોડે છે. કર્મચારીઓને સામ્ર્થવાન બનાવવા એટલે તેઓ ગ્રાહકની અપેક્ષાને અતિક્રમી શકે એટલા સક્ષમ બનાવવા એટલું પૂરતું નથી. તે તો માત્ર એક જ પાસું છે. ખરા અર્થમાં અસરકારક સંસ્કૃતિ કર્મચારીઓને સર્જનશીલ બનવા માટે, અવનવી પરિયોજના શરૂ કરવા માટે અને તેમની ટીમને, સમગ્ર વ્યાપાર એકમને તેમજ ગ્રાહકને મદદરૂપ થાય એવા ઉપાયોને તે જ સમયે લાગુ કરી શકવા માટે, અનુકૂળ કરવા માટે કે પ્રતિભાવ આપવા માટે સ્વતંત્રતા અને સત્તા આપે છે..સમગ્ર સંસ્થામાં નિર્ણય લેનારાંઓ અને નિષ્ણતો જ્યાં જ્યાં આવશ્યક છે તે માહિતી, સંસાધનો, અને સત્તા વહેંચે છે જેથી કરીને કર્મચારીઓ તેમને લગતા નિર્ણયો અને સમસ્યા નિવારણ ઉપાયો ત્યાંને ત્યાંજ લઈ શકે. [5] 

સશક્ત સંસ્થાજન સંસ્કૃતિ ભલે એક માત્ર નહીં પણ, એક મહત્ત્વની સંપોષિત સ્પર્ધાત્મક સરસાઈ ઊભી કરવામાં મદદરૂપ એટલે બની શકે છે કે ઉત્પાદન કે ભાવ કે માલ પહોંચાડવાની વ્યવસ્થાઓની જેમ તેની નકલ કરવી શક્ય નથી.તંદુરસ્ત સંસ્કૃતિ વધારે સબળ નવી નિમણૂકો કરી શકવા માટેનું, હાલના કર્મચારીઓને વદહારે સારી રીતે રોકી શકવા આટેનું, ગ્રાહકો સાથે વધારે તાદાત્મ્ય કેળવી શકવા માટેનું,વધારે ઉત્પાદકતા માટેનું અને કર્મચારીઓમં વધારે ઉત્કૃશઃતકક્ષાનો માલીકીભાવ પેદા કરવા માટેનું વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે.જેનું સરવળે પરિણામ વધારે સશક્ત અને આકર્ષક નફો દર્શાવતી આખરી પંક્તિમાં પ્રતિબિંબિત થાય છે. [6]  

બહુજ મર્યાદિત સંખ્યાના લેખોની, આટલાં ટુંકાણમાં લીધેલ મુલાકાત પણ સંપોષિત સફળતા માટે સંસ્થાજન્ય સસ્કૃતિનાં મહત્ત્વની રૂપરેખા સ્પ્ષ્ટ કરવા માટે પુરતી થઈ રહે છે, સંસ્કૃતિ સંસ્થાને તેમની માન્યતાઓને કૉઇ જ જાતના અવરોધા વિના સાંકળી લેતી શ્રેષ્ઠ પ્રતિભાઓને કેળવવામાં મદદરૂપ થઈ જ શકે છેં. એક વાર સંસ્થા પાસે ભાવિ પડકારો ઝીલવા માટે સક્ષમ માનવબળ તૈયાર હોય  તો તેનાં વ્યાઓપાર મૉડેલને પણ વધારે ચપળ અને સશક્ત બનતાં રહેવાનું બળ મળવા લાગે છે. પરિણામે ભવિષ્યના અપેક્ષિત અને અનઅપેક્ષિત પડ્કારોને સફળતાપૂર્વક ઝીલી  લેવા ઉપરાંત સંસ્થા પોતાની મૂળભૂત સ્પર્ધાત્મક સરસાઈને પણ વધારે બળવત્તર કરી શકે છે, તેમજ વિસ્તૂત કરી શકે છે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો