શુક્રવાર, 5 ફેબ્રુઆરી, 2021

૧૦૦ શબ્દોની વાત : અનિશ્ચિતતાનાં કળણમાં ફસાવા કરતાં….

 તન્મય વોરા



જે અનાગતની ખબર પડી શકે એની સાથે આપણને વધારે ફાવે છે. આપણું અંતિમ લક્ષ્ય સફળતાની મહત્તમ તકો સિદ્ધ કરવાનું હોય છે, એટલે આની સીધી અસર આપણી પસંદ-નાપસંદ પર પડે છે

પરંતુ, ક્યારેક, આપણે બેકાબૂ સ્થિતિઓમાં મુકાઈ જતાં હોઈએ છીએ. ત્યારે આપણો માર્ગ આપણે જ કંડારવો પડે છે અને તે મુજબ સફરનો નકશો પણ ઘડાતો જાય છે. આપણને સૌથી વધારે શીખવાનું અહીં જ મળે છે

VUCA દુનિયામાં અનિશ્ચિતતાના કળણમાં ફસાઈ પડતાં પહેલાં જ એ બાબતે તૈયારીઓ કરી લેવી એ જ સફળતાની ચાવી છે. ભવિષ્યની આગાહી આપણને ખેલમાં રાખી શકે પણ અનિશ્ચિતાનો સ્વીકાર અને તેમાં સફળતા જ, આપણી કામગીરીને સુધારી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો