તન્મય વોરા
આપણું મન જ્યારે જડ માન્યતાઓનો પહાડ બની જાય છે
ત્યારે ત્યાં નવાં જ્ઞાનનું ઘાસ ઉગવાનું બંધ થઈ જાય છે.
મનને ખાઈ જેમ ઊંડું બનાવ્યે રાખવું હોય તો
જિજ્ઞાસાની કોદાળી અને જુનું ભુલવાનો પાવડો હાથમાં હોવાં જોઈએ. શું નથી જાણતાં એ
જાણવું જોઈએ અને નવું સ્વીકારાવા માટે મન ખુલ્લું રાખવું જોઈએ.
ખુલ્લું મન વિવિધ અનુભવોમાંથી નવું શીખે છે અને
તેને લગતા પ્રયોગો કરી શકે છે અને છૂટી છવાયી ઘટનાઓને સાંકળતાં રહીને પુનરાવર્તિત
જ્ઞાનસંચય શક્ય બનાવે છે.
ઈઝાક ઍસિમૉવનું પણ કહેવું છે કે, 'તમારાં અનુમાનો દુનિયા જોવા માટેની બારી છે, તેના કાચ જેટલા સાફ રાખશું તેટલો જ્ઞાનનો પ્રકાશ મનમાં દાખલ થઈ શકશે.'
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ ”In 100 Words: An Open Mind for Lifelong Learning "નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો