શુક્રવાર, 11 જૂન, 2021

૧૦૦ શબ્દોની વાત : એકાગ્રતાને પોષો

  તન્મય વોરા


મને યાદ છે નિકોલસ બેટ્સ દ્વારા મોકલાયેલાં પ્રેરણાદાયક કાર્ડ્સમાંનું એક કાર્ડ, જેના પર લખ્યું હતું -

દરેક 'હા'માં એક 'ના'નો અંશ હોય છે. (કામમાં બહુ જ વ્યસ્ત રહેવુઊ એટલે કુટુંબ માટે સમયની 'ના'.)

દરેક 'ના'માં પણ 'હા' ભળેલી જ હોય છે.' (નિયમિત કસરતને ના એટલે કથળતી તંદુરસ્તીને 'હા').

 જ્યારે સહેલાઈથી ના કહી શકાય હોય ત્યારે પણ બધાંને 'હા' કહેવાથી આપણે આપણી મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શકવાને 'ના' કહીએ છીએ.

એકાગ્ર થઈને ધ્યાન નહીં આપીએ તો સ્પષ્ટતાથી વિચારી કેમ શકશું, અને તો આયોજન, અમલ, સમીક્ષા અને એક્સુત્રતા પણ ક્યાંથી આવશે?

વિક્ષેપોને 'ના', એકાગ્ર ધ્યાનને 'હા' એટલે સર્જનાત્મકતા માટે મોકળાશને 'હા'


  • તન્મય વોરાના, QAspire.comપરના લેખ  ”In 100 Words: Feed Your Focus"નો અનુવાદ
  • અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો