યોગને હિંદુ ગણવો કે ભારતીય, કે ધર્મનિરપેક્ષ કે ધાર્મિક ગણવો ?તમે જે પક્ષ લો તે મુજબ દલીલો કર્યે રખાય, કેમકે હિંદુ, ભારત, ધર્મનિરપેક્ષ, ધર્મ એ બધા શબ્દપ્રયોગોનું ઉદ્ભવસ્થાન ભારતવર્ષ નહીં, કે વ્યાપક વિશ્વ પણ નહીં, પણ યુરોપ-અમેરિકા છે. ભારતીયોએ પોતાના ભારતીય વિચારોને સમજાવવા માટે આવાં કોઈ બીબાંમાં ઢાળીને રજૂ કરવા પડે. આ ફાંદામાં ફસાવા જેવું નથી.
યોગને હિંદુ કહી શકાય કેમકે હિંદુ
ધર્મના ગ્રંથોમાં આ શબ્દપ્રયોગ વારંવાર થતો રહેતો જોવા મળે છે. કૃષ્ણ અને શિવને
યોગેશ્વર તરીકે સંબોધવામાં આવે છે. યોગસૂત્રના લેખક પતંજલિનાં નામને શિવનાં ગળાંની
આસપાસ વિંટળાયેલા સાપનાં નામ સાથે સરખાવવામાં આવે છે. ભગવદ ગીતામાં જ્ઞાન યોગ, કર્મ યોગ અને ભક્તિ યોગનો ઉલ્લેખ જોવા મળે છે.
યોગનું ભારતવર્ષ સાથેનું જોડાણ
યોગના ભારતવર્ષમાંથી થયેલ ઉદ્ભવ અને
વિવિધ વિચારસ્રણીઓમાં અનેક સ્વરૂપે થયેલ વિકાસ સાથે છે. આવી વિચારસરણીઓમાં હિંદુ
ધર્મથી અંતર કરી નાખનાર જૈન અને બૌદ્ધ ધર્મોનો પણ સમાવેશ થયેલ જોવા મળે છે.
જાપાનમાં બૌદ્ધ ધર્મમાં બહુ પ્રચલિત પ્રયોગ 'ઝેન'નું મૂળ પણ 'ધ્યાન' સાથે સંકળાયેલ છે.
યોગ ધાર્મિક પણ છે કેમકે તેમાં
ઈશ્વરનો ઉલ્લેખ છે અને તેમાં વ્યક્તિના આત્મા - જીવાત્મા-નાં જગતના આત્મા -
પરમાત્મા- સાથે સંમિલનની વાત, વીસમી સદીમાં કેટલાક ભારતીય ગુરુઓ
દ્વારા થએલ કામ દ્વારા બહુખ્યાત થયેલ, વેદાંતમાં તો , કમસેકમ, છે..
યોગ ધર્મનિરપેક્ષ પણ છે કેમકે 'યોગસૂત્ર' અનુસાર તેમાં રહેલ 'દૈવી' (ઈશ્વર નો) અંશ તો સમગ્ર યોગનો એક
બહુ જ નાનો અંશ છે. સમાજિક બંધનોથી અંતર (યમ), જાત પરનાં નિયમનો (નિયમ), આસન, જાગૃતિ (ધારણા), એકાગ્રતા (ધ્યાન) અને એકાંત
(સમાધિ) એમ આઠ અવસ્થા દ્વારા મનની ગાંઠોને છૂટી કરીને મનની ઉર્જાને વેડફાતી
બચાવવાનો યોગનો મૂળભૂત હેતુ મનાય છે.
પશ્ચિમમાં યોગનાં મનોવૈજ્ઞાનિક
પાસાંઓને બદલે શારીરિક પાસાંઓ વધારે મહત્ત્વનાં બની રહ્યાં છે. મનોવૈજ્ઞાનિક
પાસાંઓને આધ્યાત્મિક અને ગૂઢ સુધ્ધાં જેવાં ગણીને એટલી હદે વિચિત્ર અને વિકૃત કરી
નાખવામાં આવેલ છે કે ઘણી વાર તો તે 'નવા જમાના'નું કે 'હિપ્પી' સુધ્ધાં ગણાવાઈ જાય છે! ખ્રિસ્તી અને ઇસ્લામી રૂઢિવાદીઓ
તેમાં ધાર્મિક આંતરપ્રવાહો છે તેથી તેને અભ્યાસક્રમોમાંથી દૂર કરવાની માગણી કરતા
રહે છે. આ પ્રકારના આંતરપ્રવાહો છે તેમ માનવાનું કારણ બીનનિવાસી ભારતીયોની એ માગણી
છે જેમાં તેઓ યોગનાં હિંદુ મૂળિયાંને સ્વીકારવાનું કહે છે. યોગનાં ચાહકો તો એટલી
હદે દલીલ કરે છે કે જે સ્વરૂપમાં યોગને પશ્ચિમમાં અનુસરવામાં આવે છે તેમં તો કંઈ
પણ ધાર્મિક, કે આધ્યાત્મિક કે હિંદુ કે ભારતીય
સુધ્ધાં કંઈ છે જ નહીં.
ડેવિડ ગોર્ડન વ્હાઈટ દ્વારા લખાયેલ અંગ્રેજીમાં લખાયેલ યોગસુત્ર ઑફ પતંજલિ - અ બાયોગ્રાફી (પ્રકાશક: પ્રિન્સ્ટન યુનિવર્સિટી પ્રેસ)ની મૂળ પૂર્વધારણા જ એ છે કે પતંજલિ દ્વારા કહેવાયેલાં આ સૂત્રો પ્રાચીન સમયથી ગુરુઓ દ્વારા પેઢી દર પેઢી થતું કોઈ જ્ઞાન નથી, પણ ભુલાઈ ગયેલ, અવ્યક્ત ગ્રંથ છે જે યુરોપિયન પૌવાર્ત્ય નિષ્ણાતોએ ખોળી કાઢેલ છે તેમજ ગઈ સદીમાં હિંદુ ધર્મના પુનરોધ્ધારની પહેલ કરનાર વિવેકાનંદ જેવા અગ્રણીઓ દ્વારા પ્રચલિત કરાયેલ છે.
આ અને આવાં અન્ય સર્જનો (બધા નહીં
કેટલાક) પાશ્ચાત્ય સાક્ષરોની આંડંબરી અસંવેદનાને છતી કરે છે. આ એવા સાક્ષરો છે જે, તેમને વધારે જાણીતી અને વધારે વર્ચસ્વ ધરાવતી યુરોપિયન અને
અમેરિકન વિદ્વતા કરતાં અલગ,ઓછી લખાયેલ અને ઓછી સંસ્થાગત થયેલ, પણ મૌખિક અને રીતરિવાજોથી વધારે વ્યક્ત થતી, ભારતવર્ષની પારંપારિક સંસ્કૃતિ અને હિંદુ વિદ્વતાને ન સમજી શકવાની તેમની
અક્ષમતા સ્વીકારી નથી શકતા. આ સાક્ષરોને માટે સરેરાશ હિંદુ જેને સારૂં ગણે તે બધું
જ ક્યાં તો બ્રિટિશરોએ ખોળી કાઢેલું હોય, કે મધ્યમ વર્ગની બ્રાહ્મણ 'કાલ્પનિક અવાસ્તવિકતાઓ' હોય કે જમણેરી પૈતૃક પ્રચાર જ હોય.
આ દૃષ્ટિકોણ ઘણા, ખાસ કરીને તો બિનનિવાસી, ભારતીયોને ભારે રોષ પેદા કરે છે કેમકે તેઓ આ 'વસ્તુનિષ્ઠ' સાક્ષરોની સામે એક ખૂણામાં ધકેલાઈ
ગયાનો અનુભવ કરે છે. તેમની સામે ધારી દલીલો કરવા માટે તેઓ પોતાને અસમર્થ અનુભવે
છે. પરિણામે તેઓ બાબા રામદેવ જેવા યોગ શિક્ષકોને 'સંત'માં ફેરવી કાઢે છે કે નર્યો દ્વેષ
ઓકતા,
રાજીવ મલ્હોત્રા જેવા સાંપ્રદાયિક અગ્રણીઓને 'બુદ્ધિજીવી ક્ષત્રિયો' ગણવા લાગે છે, કે પછી વામસી જુલુરી જેવા સાક્ષરો તેને 'હિંદુઓ પ્રત્યે અકારણ અણગમો' ગણાવે ત્યારે પોરસાય છે. એ લોકોને અબ્રાહમી પુરાણવિદ્યામાં જે કેન્દ્રીય વિચાર
છે તેવા તેમના તારણહારની ઝંખના છે, કેમકે પાશ્ચાત્ય માધ્યમો તેમની
વેદનાને 'બિનધર્મનિરપેક્ષ બકવાસ'માં ખપાવીને પધ્ધતિસરપણે તેમને
અવગણતાં રહ્યાં છે. ભારતના પ્રધાનમંત્રી, નરેન્દ્ર મોદી, એટલે જ 'વિશ્વ યોગ દિવસ'ની ધ્યાનાકર્ષક ઉજવણીને યોગના આ વારસાને પાછો મેળવવાનો
માર્ગ ગણાવે છે.
- મિડ-ડેમાં ૧૪ જૂન, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ, પરના અસલ અંગ્રેજી લેખ, The yoga trapનો અનુવાદ : અબ્રાહમી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો