તન્મય વોરા
આપણે નિર્ણય કરીએ, અનુભવીએ,
શીખીએ, અને પછી અપનાવી લઈએ.
આપણે જે અપેક્ષા કરી હતી તે મુજબ જ આપણા નિર્ણયનું પરિણામ
આવશે તે કહેવું હંમેશાં મુશ્કેલ છે. નિર્ણયના અમલ પહેલાં જરૂરી બધા જ વિચારોને
ચકાસી ચુક્યાં હોઈએ તેમ છતાં સફળતાનો આધાર એ સમયના ગતિશીલ સંદર્ભ પર પણ રહે છે.
આપણા નિર્ણયો વિશેનો આપણો દૃષ્ટિકોણ બદલીએ તો? સાચાં અને ખોટાંની અમુક જ વ્યાખ્યાઓથી આઘાં ખસીને પ્રક્રિયાઓ પર જ ભરોસો
કરીએ તો?
નવી તકો માટે, અને નવું
શીખી શકવા માટે, આપણે તો જ તૈયાર રહી શકીશું.
તે સિવાય અણધાર્યા પથ પર કદમ કેમ માંડી શકીશું? અને, તે સિવાય નવું શીખી પણ કેમ શકીશું?
- તન્મય વોરાના, QAspire.comપરના લેખ In 100 Words: Unexpected Paths નો અનુવાદ
- અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો