બુધવાર, 8 ડિસેમ્બર, 2021

સાંભળેલું સાંભળ્યું રહ્યું કે વણસાંભળ્યું? - દેવદત્ત પટ્ટનાઈક

 કુરુક્ષેત્રમાં તોળઈ રહેલાં મહાયુદ્ધને ઊંબરે કૃષ્ણ અર્જુનને ગીતાનું જ્ઞાન છતું કરે છે. દિવ્યદૃષ્ટિની શક્તિનો આશીર્વાદ પ્રાપ્ત થયેલ સંજય તે સાંભળ્યે જાય છે અને યુદ્ધભૂમિથી દુર સગવડદાયક મહેલમાં બેઠેલા, યુદ્ધે ચડેલા કૌરવોના દૃષ્ટિહિન પિતા ધૃતરાષ્ટ્રને જણાવે છે. બે વક્તા અને ત્રણ શ્રોતાની આ વ્યવસ્થા જે સમજાવાઈ રહ્યું છે (જ્ઞાન) અને સમજી રહાયું છે (વિ-જ્ઞાન) તે વચ્ચેનાં અંતરની સંદેશાસંચારની જટિલતા તરફ ધ્યાન દોરવા  માટે રચાયેલ છે.  

કૃષ્ણ અને સંજય બન્ને એ જ શબ્દો બોલે છે. પરંતુ જ્ઞાનનો સ્રોત તો માત્ર કૃષ્ણ જ છે, સંજય તો માત્ર આગળ વહન કરવાનું સાધન છે. પોતે શું કહી રહ્યા છે તે કૃષ્ણ જ સમજે છે, સંજય નહીં.

અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્ર એ જ શ્લોકોને સાંભળે છે પરંતુ એ સાંભળેલું રાખવા વિશેની તેમની પ્રતિક્રિયાઓ અલગ અલગ છે. અર્જુન તેમાંથી જ્ઞાન મેળવવા માગે છે; તેનું માનવું છે કે કૃષ્ણ તેની સમસ્યાઓનો હલ કાઢી આપશે એટલે તેઓ જે કંઈ કહે તે સાંભળેલું રાખવા માટે તે પૂર્ણપણે એકાગ્ર રહે છે.  સંજયે તો તે જે કંઈ સાંભળે તે ધૃતરાષ્ટ્રને કહી સંભળાવવાનું છે એટલી જ ફરજ બજાવે  છે; એટલે કૃષ્ણ જે કહે છે તે સમજવાની તેને જરૂર નથી. તો ધૃતરાષ્ટ્ર તો ઊંચા જીવે  બેઠા છે, તેમને કૃષ્ણ શું કહે છે તેમાં રસ નથી. તેમનો રસ તો તેમના પુત્રોનું ભાવિ શું છે  જાણવા પુરતો જ મર્યાદિત છે. તેમને જે થોડોક પણ્ર રસ છે તે માત્ર એટલો છે કે કૃષ્ણ  જે કંઇ કહે તેમાં તેમના પુત્રોનું ભાવિ જોખમાઈ શકે છે કેમકે કૃષ્ણ તેમના પુત્રોના સામા પક્ષે બેઠેલા છે.

તમે જો સંદેશનું કૃષ્ણના સ્થાને સંદેશનું ઉદગમ સ્થાન છો તો તમને ખબર છે ને કે તમે શું કહી રહ્યા છો. પરંતુ જો તમે સંજયના સ્થાને છો તો તો તમે માત્ર સંદેશવાહક છો. સંદેશ મેળવનારની નજરે જો તમે સંજય છો તો શું તેઓ તમારી સાથે સંદેશ સંચારની સાંકળમાં કૃષ્ણની જેમ જોડાઈ શકશે? આજનાં આધુનિક મૅનેજમૅન્ટમાં દરેક પાસેથી સંજય બનવાની અપેક્ષા રાખવામાં આવે છે, જે ઉચ્ચ મૅનેજમૅન્ટ જે કહે તે, એમનું એમ, પોતાનું કંઈ ઉમેર્યા, કે બાદ કર્યા, વિના,બીજાંને જણાવવું એ જ તેમનું કામ છે. એટલે આજના એ 'સંજયો'ને કોઈ ખાસ માન ન આપે એમાં કંઈ નવાઈ તો નથી જ ને !

તમારી આસપાસ નાં લોકો અર્જુન છે કે પછી સંજય કે ધૃતરાષ્ટ્ર છે? સાંભળવામાં તેમનો રસ રર્જુન જેવો, સાંભળ્યું તે સાંભળેલું રાખીને સમજવાનો છે. કે પછી તેમનો રસ પોતે સાંભળેલું બીજાંને જણાવી દે એટલા જ સમય પુરતું યાદ રાખવાનો છે. કે પછી તે લોકો ધૃતરાષ્ટ્ર જેમ માર્યાદિત રસ ધરાવે છે કે પછી શંકા સાથે સાંભળે છે? મૅનેજમૅન્ટમાં આપણે પહેલી હરોળનાં લોકો પાસે અર્જુન બનવાની અપેક્ષા રાખીએ છીએ. મધ્ય હરોળનાં સંચાલકો પાસેથી સંજયની ભૂમિકાની અપેક્ષા રાખીએ છીએ. પણ એ લોકોનાં મનમાં, ધૃતરાષ્ટ્રની જેમ, ઊંડે ઊંડે પણ એવી શંકા તો રહેતી જ હોય છે કે એમણે જે સાંભળ્યું તેમને આગળ જણાવવાનું કહેવાયું છે તેનાં મિઠાશવાળાં દેખીતા આશયનાં આવરણની  પાછળ કડવી ગોળી જેવો કોઈ બીજો આશય તો નથી ને !

આપણને સલાહસુચન કરનારને આપણે કઈ નજરે જોઇએ છે તે આપણી સ્મરણશક્તિ વડે આકાર પામે છે, અને એ સલાહસુચન કરનારને આપણે કઈ નજરે જોઈએ છીએ તે નક્કી કરે છે કે આપણે ખરેખર શું સાંભળીશું. સંસ્કૃતમાં સ્મરણશક્તિ માટે  સ્મૃતિ, નજર કરવા માટે દર્શન અને સાંભળવા માટે શ્રુતિ શબ્દો પ્રયોજાય છે.

વેદોને શ્રુતિ કહે છે કેમકે તે સાંભળીને ગ્રહણ કરવાનું છે. તે પછીના ગ્રંથો સ્મૃતિ કહેવાય છે કેમકે તે યાદ રાખવાના છે. શ્રુતિને હંમેશાં સ્મૃતિ કરતાં વધારે મહત્ત્વ અપાયું છે, કેમકે શ્રુતિ એવાં વિચારબીજ મનાય છે જે કાલાતીત (સનાતન) અને હંમેશનાં (શાશ્વત) છે, જ્યારે સ્મૃતિ સ્થળ અને કાળ સાથે સંદર્ભોચિત રહે છે. શ્રુતિ આપણે જે સાંભળીએ છીએ - અને ગ્રહણ કરીએ છીએ - (જ્ઞાન) તે છે, જ્યારે આપણે પ્રક્રિયા કરીને જે ખરેખર સમજીએ છીએ (વિ-જ્ઞાન) તે  સ્મૃતિ છે દર્શન મંદિરમાં સ્થાપિત મૂર્તિને નિહાળવાનું આચરણ છે જે પૌરાણિક હિંદુ ધર્મના ઉદય સાથે લોકાચારમાં પ્રચલિત થયેલ. દર્શનને કારણે આંતરસૂઝ કેળવાય છે, એટલે દર્શનને તત્વજ્ઞાન પણ કહે છે  આપણી એવી ધારણાઓ જે આપણી વાસ્તવિકતાને આકાર આપે છે. વૈદિક પરંપરામાં વૈદિક જ્ઞાન એવાં લોકોની સમક્ષ છતું થાય છે જે બીજાં ન જોઈ શકે, ન જોવા માગે કે ન જોઈ શક્યાં હોય એવું જોઈ શકે. આ લોકો દૃષ્ટા (ઋષિ) છે જે બીજાંઓ ન સાંભળી શકે ન કે સાભળવા માગે કે ન સાંભળી શક્યાં હોય એવું સાંભળે છે. 

  • ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૨૪ જુલાઈ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમપરના અસલ અંગ્રેજી લેખAre you being heard?નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો