યૌન શિક્ષણ વિશેની ચર્ચાઓમાં કામવાસના બાબતે બે પ્રકારના ઠાવકાં મંતવ્યો પ્રવર્તતાં જોવા મળતાં હોય છે : એક કામવાસનાને ખરાબ ગણે છે તો બીજું તેને હિંસાના પ્રકારની દૃષ્ટિએ જુએ છે.
જે લોકો કામવાસનાને સહજ પાપની નજરે જુએ છે,
એ લોકો બ્રહ્મચર્ય અને નિગ્રહને નિર્દોષતા અને
પવિત્રતાનાં સૂચકો ગણે છે, સાધુ જીવન જેમાં બહુ વિપુલ
પ્રમાણમાં વિકસ્યું છે એવા ખ્રિસ્તી, જૈન,
બૌદ્ધ અને
હિંદુ ધર્મોમાં આ વિચારસરણી ખુબ પ્રચલિત છે .જે કોઈ કામુક ન હોય તેને આપોઆપ જ
નિર્દોષ, ઉમદા, દયાળુ અને પવિત્ર માની લેવામાં આવે છે. કામ વાસનાને પાપ માનનારી આ વિચારસરણી
યૌન શિક્ષણના નિષેધનો આગ્રહ રાખે છે જેથી લોકોનાં મન પ્રદુષિત વિચારોથી મુક્ત રહે.
એક્બીજો વર્ગ એવો પણ છે જે માકવાસનાને એમ પ્રકારની હિંસાનાં સ્વરૂપે જુએ છે.
એમને કામવાસનામાં યૌન દુર્વ્યવહારો, બળાત્કારો, માસિક ધર્મો કે યૌન દ્વારા સંક્રમણ પામતા રોગો અને એવી બધી બ=વિકૃતિઓ જ દેખાય
છે. તેમને પૂર્વ- કે અનુરતિક્રિડા કે ચરમસીમા જેવા દૈહિક તેમ જ સૂક્ષ્મ આનંદો
ક્યારેય દેખાતા નથી. યૌન દુર્વ્યવાહારોમાં માનતી આ વિચારસરણી યૌન શિક્ષણની તો સાવ
વિરોધી જ છે. એક બાજુ તે આ શિક્ષણના નિષેધનો આગ્રહ રાખે છે તો બીજી બાજુ સિનિટરી
પૅડ, ગર્ભનિરોધકો કે યન રોગઓ જેવાં તબીબીકરણોની ભાષા જ બોલે છે. તેમની વાતોમાં જાતીય સંબંધમાં સૃષ્ટિક્રમથી
વિપરીત વર્તનાર વ્યક્તિઓ કે પોતાની કામવાસનામાં બાળકો તરફ આકર્ષતાં વ્યક્તિઓ
માટેની ચેતવણીઓ જ સાંભળવા મળે છે.
ઉપલબ્ધ સાહિત્ય અને પ્રણાલિકાગત રીતરિવાજોમાં જોવા મળે છે તેમ પ્રાચીન ભારતમાં
દરેક પ્રકારના આનંદને ઉત્સવ સ્વરૂપે માણવાનું ચલણ હતું. જે લોકો કામવાસનાથી દૂર
રહેવા માગતા હતા તે વનનિવાસી બનીને સાધુસંત બની જતા. એ લોકોને પણ અપ્સરાઓના રૂપમાં
દેખાવડી યૌવનાઓ માટેનાં આકર્ષણોના અવરોધો તો અનુભવવાં જ પડતા.તે પછી, લગભગ ૨,૫૦૦ વર્શઃ પહેલાં, બૌદ્ધ મઠનિવાસી સંપ્રદાય આવ્યો જેમાં તો કોઈ પણ ઈચ્છાને જ માનવ દુઃખનુ મૂળ
માનવામાં આવી.એટલે એ ધર્મમાં કામ સહિતની કોોઈ પણ વાસનાઓનો ત્યાગ એ જ મુક્તિનો
માર્ગ માનવામાં આવ્યો. ચરમસીમાના ક્ષણિક આનંદને બદલે કામવાસનાથી મુક્તિને શાશ્વત
યાતનાનો માર્ગ ગણીને તેને વધારે આકર્ષક અને ઈચ્છનિય બતાવાઈ. બૌદ્ધ શાસ્ત્રોમાં
ભિક્ષુઓ કરતાં ભિક્ષુણીઓ માટે વધારે કડક આચારસંહિતાઓ જોવા મળે છે. તેજ રીતે બૌદ્ધ
શાસ્ત્રોમાં સૌ પ્રથમવાર સમલૈંગિકતાને મઠમાંથી વર્જ્ય ગણતા કાયદાઓને સ્થાન મળ્યું.
આદી શંકરાચાર્યે લગભગ હજારેક વર્ષ પહેલાં હિંદુઓમાં પણ સંય્સ્ત ધર્મ અને આશ્રમ
વ્યવસ્થાને પ્રચલિત કર્યાં. રામાનુજ, માધવ જેવા ભક્તિરસના સાહિત્યકારોની
રચનાઓમાં પણ લગ્ન પ્રત્યે થોડું અંતર ભાળી શકાય છે.આસામના શંકરદેવ કે મહારાષ્ટ્રના
ચક્રધર જેવા અગ્રણી ભક્ત કવિઓની કૃષ્ણ પ્રત્યેની ભક્તિમાં રાધાને સ્થાન નહીં
અપાયાનું જોવા મળે છે. મીરાબાઈ જેવાં નારી સંતો સફેદ વસ્ત્રો અંગીકાર કરતાં કે
અક્કા મહાદેવી કે લલ્લેશ્વરી (લાલ દ્યડ)
પોતાનાં શરીરનો પરિત્યાગ કરતાં જોવા મળે છે. ઈશ્વર કોઈપણ પ્રેમીથી વધારે
મહાન છે.
ભારતમાં તો ગણિકાઓ અને નર્તકીઓની પરંપરા પણ બહુ જુની છે. પ્રાચીન રાજ્યોમાં
બહુ મૂલ્યવાન અને ગૈરવશાળી સ્થાન ભોગવતી એ સ્ત્રીઓ 'નગર-વધૂ' તરીકે ઓળખાતી. તેમની મૂર્તિઓ અને
ચિત્રો મંદિરોની દિવાલોને શોભાવતી. આશ્રમ વયવ્સ્થાને સમાંતર જ આ વ્યવસ્થા પણ
ફૂલીફાલી હતી. પાંચમા વેદ તરીકે ઓળખાતું નાટ્યશાસ્ત્ર તો ઇશ્વર્ને પહોંચવા માટે
ઈંદ્રિયસુખ અને લાગણીઓના આનંદને મૂળભૂત સાધન ગણે છે. આ બધું આપણે સંસ્કૃત અને
પ્રાકૃત સાહિત્યમાં વાંચીએ છીએ.આમ ્કામવાસના સહિતનાં બધાં જ ઈંદ્રિય સુખોની
પ્રાપ્તિ દ્વારા અને ઈંદ્રિય સુખોના નિગ્રહ દ્વારા ઈશ્વર સુધી પહોંચવાના બન્ને
માર્ગ સમાંતરે વિકસતા ચાલ્યા.
મુસ્લિમ આક્રમકોએ પણ આ ભારતીય રીતરિવાજને અપનાવી લીધો. ડેક્કનના સુઅલતાનો કે
લખનૌના નવાબો તેમના દ્વારા તવાયફ સંસ્કૃતિ અને જુદાં જુદાં ઘરાનાંઓના ગાયકો અને
વાદકોને અપાયેલ પ્રોત્સાહન માટે જાણીતા છે. તેજ રીતે દક્ષિણનાં મંદિર રાજ્યોમાં
દેવદાસીઓ અને ગણિકાઓની પ્રથાનો વિકાસ થયો.
બ્રિટિશરોનાં આગમન સાથે કામક્રિડાને 'ખરાબ'ની છાપ લાગવા લાગી. ધંધાદારી નૃત્યાંગનાઓ 'નાચનારીઓ' બની અને સમાજમાં ઉતરતાં સ્થાને ગણાવા લાગી. કામવાસના પાપ ગણાવા લાગી અને જેઓએ
તેને ધંધામાં ફેરવી નાખી તેને 'કમનસીબ' ગણીને તેમનો ઉદ્ધાર કરવાની ભાવના બળવત્તર બનવા લાગી.પરંપરાગત એશોઆસામની હવે
શરમ અનુભવા લાગી. શિક્ષિત ભારતીયોમાં હવે આશ્રમ વ્યવસ્થાનું માન વધ્યું અને
પરાણાલિકાગત આનંદ-સુખ ભોગ માર્ગની પ્રથાથી અંતર રખાવાનું શરૂ થયું.
આપણને હવે શુદ્ધ અને પવિત્ર બનવું હતું. સાધુ સંતોએ ધંધાદારી યૌન સંબંધોને તો
વખોડ્યા જ પણ ગૃહસ્થાશ્રમના પતિ-પત્નીના સંબંધનો પણ અસ્વીકાર કર્યો. આ પ્રકારના
તિરસ્કાર અને બહિષ્કારે પુરુષાભિમુખી ચિંતાની ભાવનાની એક નવી વ્યવસ્થાને જન્મ
આપ્યો, જે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની
ભાવનાઓ સુધી પ્રસર્યો.[1]
ભારત હવે ભારત માતા બનવા લાગ્યું જેમાં સ્ત્રીને એક પુરુષ સંતાનનો જન્મ દેવા
સિવાયની બધી ઈચ્છાઓ ન હોય તેમ મનાવા લાગ્યું. આ ચલણ તો એક સામાજિક બદી તરીકે જડ
કરી ચુકેલ છે. પરંતુ નારી સૌંદર્યને બરાબર
ખબર છે કે પરદા પાછળની દુનિયામાં આ બધા 'બ્રહ્મચારીઓ'ના બધા દંભનો 'તપોભંગ' આજે પણ સહેલાઈથી થઈ શકે છે ! 😊
- મિડ-ડે માં ૧૦ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ
અંગ્રેજી લેખ, Two
kinds of pruderyનો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો