'મારો દેશ જમણેરી કે ડાબેરી (૧૯૪૦) - ‘My Country Right or Left’ - ના આંશિક અનુવાદ મણકા [૩] થી આગળ
બહુ જ વ્યવસ્થિત રીતે પોતાનાં મંતવ્ય માટેના
પક્ષ માટેની ભૂમિકા ઊભી કરીને, હવે કોઈ જ પ્રકારની નાટ્યાત્મકતાનો આધાર લીધા જ્યોર્જ ઑર્વેલ 'મારો
દેશ જમણેરી કે ડાબેરી' વિશે પોતાનું વલણ સ્પષ્ટ કરશે.
+ + + +
મારૂં માનવું છે કે મારે જો લડાઈની તરફેણ
કરવાનાં કારણ આપવાનાં આવે તો હું તે આપી જ શકું. હિટલરનો વિરોધ કરવો કે તેને શરણે થવું
એ બે વચ્ચે તો કોઈ વિક્લ્પ જ નથી, અને એક સમાજવાદીના દૃષ્ટિકોણથી કહું તો
એમ જરૂર કહી શકાય કે વિરોધ જ કરવો જોઈએ;
આમ પણ શરણે થવા માટે ગળે ઉતરે
એવી કોઈ દલીલ મને નથી દેખાતી જે સ્પેનમાંના રિપબ્લિકોના વિરોધની કે ચીનના જાપાનના વિરોધ
વગેરેની હાંસી ન ઉડાવતી હોય. પરંતુ હું એવો દેખાવ પણ નહીં કરૂં કે મારાં પગલાંઓ માટે
આવો કોઈ લાગણીઓનો આધાર છે. એ રાતનાં મારાં સ્વપ્નથી હું જાણી શક્યો હતો કે રાષ્ટ્રપ્રેમને
જે રીતે ઘસી ઘસીને મધ્યમ વર્ગને ગળે ઉતારાવામાં આવ્યો છે તેની અસર થઈ ચુકી છે, અને એક વાર ઈંગ્લેંડ બરાબરનું ફસાઈ જાય પછી મારાથી તેની વિરૂદ્ધ
કંઇ જ કરવું અશક્ય છે. પણ કોઈ આનો ખોટો અર્થ ન સમજે.
રાષ્ટ્રપ્રેમને જે છે તેને તેમ જ ટકાવી રાખવાની વિચારસરણી - અપરિવર્તનવાદ- સાથે કોઈ
સંબંધ નથી. તે કંઈક બદલી રહ્યું છે તે પ્રત્યે નિષ્ઠા છે, પણ, પૂર્વ-વ્હાઈટ બોલ્શેવિકની
રશિયા પ્રત્યેની નિષ્ઠા જેમ, કોઈક ગૂઢ કારણોસર સરખું જ લાગે છે, જો પરિવર્તનની ઘટનાની
લોકોને રોજબરોજની ઘટના તરીકેની જાણ ન હોય તો,
હિટલરને
મનાવી લઈને યુદ્ધ ટાળી શકવાની શક્યતામાં માનતાં ચેમ્બરલેઈનનાં ઈંગ્લેડ અને આવતીકાલનાં
ઈંગ્લેંડ એ બન્નેને એક સાથે વફાદાર રહેવું અશક્ય લાગે. ઈંગ્લેંડને માત્ર ક્રાંતિ જ
બચાવી શકે એવું તો વર્ષોથી જણાઈ રહ્યું છે. પણ હવે જ્યારે ક્રાંતિની
શરૂઆત થઈ ચુકી છે ત્યારે હિટલરને દુર રાખવાથી તેને ઝડપથી પણ લાવી શકાય તેમ છે. જો આપણે
ટકી રહી શકીએ તો બે વર્ષમા, કદાચ એક જ વર્ષમાં પણ, એવા ફેરફારો આવશે જે લાંબું જોઈ ન શકનારા મુર્ખાઓએ કલ્પ્યા પણ
નહીં હોય. હું જરૂરથી કહી શકીશ કે લડનની નીકોમાં લોહી ઊભરાશે. જો તેમ થવું જરૂરી હોય, તો ભલે, એમ પણ થાય. પરંતુ જ્યારે રેડ લશ્કરને રિત્ઝમાં
ઉતારો અપાય ત્યારે અને એમ જરૂર લાગે કે જે ઈંગ્લૅડને, ભલે બીજાં કારણોસર,
પ્રેમ કરવાનું હું શીખ્યો
હતો તે ગમે તેમ કરીને પણ ટકી રહ્યું છે.
મારો ઉછેર લશ્કરવાદની છાંટનાં વાતાવરણમાં
થયો તે પછી મેં પાંચ, કંટાળાજનક, વર્ષો રણશિંગાની ગુંજમાં કાઢ્યાં. આજે પણ 'ગોડ સેવ ધ કિંગ'
ગવાતું હોય ત્યારે ઉભા ન રહેવાને
કારણે મને તેના અનાદરની ગુનાહિત લાગણી થાય છે. કદાચ મારી આ લાગણી બહુ બાલિશ લાગશે, પણ મને ઊંડે ઊંડે એવી
ઈચ્છા રહે છે કે મારો ઉછેર પણ પેલા ડાબેરી બુદ્ધિજીવીઓ જેવો થયો હોત જે એટલા સંસ્કાર
સંપન્ન છે કે સાવ સામાન્ય લાગણીઓ પણ સમજી નથી શકતા. એ બરાબર એવા લોકો છે જેઓનું દિલ
યુનિયન જૅક જોઈને ધડકી નથી ઊઠતું તો પછી ક્રાંતિનું આગમન થાય એ ઘડીએ ક્યાંથી થરકી ઊઠે
! લડાઈને મોરચે મૃત્યુ પહેલાં બહુ થોડા સમય પહેલાં જોહ્ન કોર્ન્ફોર્ડે લખેલ કાવ્ય
- Before the Storming of Huesca / હ્યુએસ્કા પર હલ્લો કરતાં પહેલાં -1) ને સર હેન્રી
ન્યુબૉલ્ટનાં કાવ્ય - There's a breathless hush in the close
tonight / આજની ઘનઘોર રાતમાં નિરવ ચુપકી છે -2) ની સાથે સરખાવી જોજો. સમય કાળને કારણે વણાયેલી તકનીકી
અસમાનતાઓને બાજુએ રાખીએ તો જોઈ શકાશે બન્નેમાં લગભગ એકસમાન સંવેદના છે. ઇન્ટરનેશનલ
બ્રિગેડમાં માર્યો ગયેલો નવલોહિયો સામ્યવાદી નખશીખ ખાનગી શાળાની નિપજ હતો. એણે પોતાની
રાજનિષ્ઠા નિઃશંક બદલી હતી પણ તેની લાગણીઓ એની એ જ હતી. આનાથી શું સાબિત થાય છે ? કટ્ટર પ્રગતિવિરોધીનાં હાડકામાંથી સમાજવાદીની સંભાવના માત્ર, એક પ્રકારની નિષ્ઠાનું બીજા પ્રકારની નિષ્ઠામાં નિરૂપણ, દેશપ્રેમ અને લશ્કરી ગુણો માટેની આધ્યાત્મિક જરૂરિયાત, જેના માટે ડાબેરીઓ ગમે એટલું ઈચ્છે પણ બાફેલાં સસલાંનો કોઈ વિક્લ્પ
હજુ શોધાયો નથી.
+ +
1) ‘Before the Storming of Huesca’ John Conford |
૧) 'હ્યુએસ્કા પર હલ્લો કરતાં પહેલાં' - જોહ્ન કોર્ન્ફોર્ડ |
Heart of the heartless world, |
નિર્દય દુનિયાનાં દિલ, મારાં જિગર, તારો વિચાર મને પડખામાં પીડે છે, પડછાયો જે મારી દૃષ્ટિને થીજવે છે. |
The wind rises in the evening, |
સાંજ પડ્યે પવન ઊઠે છે, પાનખર નજદીક છે તેની યાદ અપાવે છે. તને ખોવાની મને ધાસ્તી છે મારા ડરનો મને ભય છે. |
On the last mile to Huesca, |
હ્યુએસ્કાના છેલ્લા માઈલે, આપણા ખમીરની છેલ્લી વાડ પર, કેટલી મમતાથી, વ્હાલી, હું મારી બાજુમાં તને અનુભવું છું. |
And if bad luck should lay my strength |
મારી તાકાતને દુર્ભાગ્ય નડે છીછરી કબરમાં, જેટલું પણ સારૂં તું કરી શકે તે યાદ કરજે; ભુલીશ નહીં મારા પ્રેમને. |
+ +
2) ‘There's a
breathless hush in the close tonight’ Sir Henry Newbolt |
૨) આજની ઘનઘોર રાતમાં નિરવ
ચુપકી છે સર હેન્રી ન્યુબૉલ્ટ |
There's a breathless hush in the close tonight — |
આજની ઘનઘોર રાતમાં નિરવ ચુપકી છે — મેચ જીતવા દસ રન કરવાના છે — ઉછાળવાળી પિચ અને ચકાચૌંધ પ્રકાશ, કલાકની રમત બાકી અને છેલ્લો ખેલાડી રમતમાં. ભરેલી કોરવાળા કોટની ખાતર નહીં, કે આ સીઝનમાં મળનારી ખ્યાતિના સ્વાર્થ માટે નહીં, પણ ખભે મુકાયેલા કેપ્ટનના હાથ ખાતર — ‘રમજે હોં ! રમજે હોં ! દેખાડી દે તારી રમત !" |
The sand of the Desert is
sodden red — This is the world that year by
year, |
|
+ + + +
વ્યક્તિની, સમાજની
કે રાષ્ટ્રની તાર્કિક, બૌદ્ધિક કે રાજકીય વિચારસરણી દેશપ્રેમની હો, કે ડાબેરી
હો કે જમણેરી હો, લોકશાહી તરફી કે પ્રભાવકારી સતા તરફી હો, પણ તેમની
વ્યક્તિગત કે સામુહિક સંવેદના સમુળી હોલવાઈ નથી જતી. કોઈક ખૂણે એક નાની ચિનગારી જલતી રહે છે.
આ સંવેદનાને પ્રજ્વળી ઊઠવા માટે સંજોગ કે સમયના વાયરાની એક લહેર પણ પુરતી બની
રહી શકે છે.
જ્યોર્જ ઓર્વેલમાંનો માનવી પણ તેમનાં મન
પર ચડેલાં સમાજવાદી વિચારસરણીનાં પડોમાંથી સળવળીને આવો જ કંઈક સંદેશ આપવા માગે છે.
. + + + +
જ્યોર્જ ઓર્વેલના
બિન-કાલ્પનિક નિબંધ, My Country
Right or Leftનો આંશિક અનુવાદ
+ + + +
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો