શુક્રવાર, 4 માર્ચ, 2022

૧૦૦ શબ્દોની વાત : ખેલનું સ્તર ઊંચે ને ઊંચે લેતાં રહો

 તન્મય વોરા

કેટલાક સમયથી, કૉચ બન્ને ટીમોમાં હરિફાઈના તણાવના આંતરપ્રવાહો અનુભવી રહ્યા હતા. હવે પછીના નિર્ણાયક મુકાબલાં પહેલાં બન્ને ટીમો એકબીજાંનું મનોબળ તોડવાના દાવપેચો ઘડવામાં લાગી ગયેલી જણાતી હતી..

કૉચે બન્ને ટીમોને એક સાથે બોલાવી. તેમણે બૉર્ડ પર એક લાંબી અને એક ટુંકી એવી બે રેખાઓ દોરી હતી. તેમણે એક ટીમના કેપ્ટનને બોલાવી ને આ રેખાઓને સરખી કરવા જણાવ્યું. કેપ્ટને, ફટ દેતાંક, લાંબી રેખા ભુંસીને બન્ને રેખાઓ સરખી કરી કાઢી.

ચહેરા પર આછી વેદના સાથેનાં સ્મિત સાથે કૉચે કહ્યું,'આ જ કામ ટુંકી રેખાને લંબાવીને પણ કરી શકાત. હરિફાઈમાં, કે જીવનમાં, જીતતા રહેવા માટે સામેનાને નીચા દેખાડવાના બદલે પોતાનું સ્તર ઊઠાવતાં રહેવું જોઇએ.'


અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો