એક શિખાઉ ચિત્રકારે તેનું સૌ પ્રથમ
પેઈન્ટીંગ રસ્તા પરના ચાર રસ્તા પર
મુક્યું અને રાહદારીઓને તેમાં ભુલો દેખાડવા કહ્યું. દિવસને અંતે આખું ચિત્ર
ચોકડીઓથી ભરાઈ ગયું હતું.
બીજે દિવસે તેણે ફરીથી એ જ પેઈન્ટીંગ રસ્તાની એ જ જગ્યાએ
મુક્યું. આ વખતે તેણે રંગો અને પીંછીઓ પણ સાથે ક્યાં, અને લોકોને જણાવ્યું કે જે સુધારો સુચવવો હોય તે
પેઇન્ટીંગ પર જાતે જ દોરીને બતાવે. દિવસને
અંતે ચિત્ર પર એક લસરકો પણ કોઈએ માર્યો ન હ્તો !
સતત નકારકત્મકાતાને દાદ ન આપવું
જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું અર્થપૂર્ણ, સકારક સમાલોચનાને ધ્યાન પર લેવું છે, કેમકે તે સુધારણા તરફની દિશા ચીંધે છે.
- તન્મય વોરાના, QAspire.com પરના લેખ In 100 words : On Criticizing Constructivelyનો અનુવાદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો