થોડા સમય પહેલાં સામાજિક માધ્યમોમાં ન્યુ યોર્કનાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર ચિતરાયું હોય તેમ દેખાડતાં કાલી માતાનાં ચિત્રને લઈને બહુ ગણગણાટ સાંભળવા મળતો હતો. એ ચિત્રને જોતાં જ મારી જાતને એ તારણ પર આવતાં હું ન રોકી શક્યો કે તેનો ચિત્રકાર ભારતીય નથી. મારા મિત્રએ આ તારણ માટે કારણ પુછ્યું તો મારો જવાબ હતો, 'ગાલનાં ઊંચાં હાડકાં'.
ભારતમાં દેવીઓનાં અનેક સ્વરૂપમાંનું એક સ્વરૂપ કાલીનું છે, જે માંના તેમનાં એક બહુ જ મૂળ સ્વરૂપનું દર્શન છે.
એટલે,
તેમને માનવ
ખોપરીઓના હાર, લોહી ભીની બહાર લબડતી જીભ સાથે
કલ્પવામાં આવ્યાં છે. તેમને નગ્ન વર્ણવાની સાથે તેમને સ્મશાનોમાં નૃત્ય કરતાં
વર્ણવીને તેમને જીવન અને મૃત્યુ તેમજ હિંસા અને કામવાસનાનાં મૂર્ત સ્વરૂપ તરીકે પણ
કલ્પવામાં આવ્યાં છે. તેમની આકૃતિઓ અને ચિત્રો કે મૂર્તિઓમાં તેમની આંખોમાં કરૂણા
દેખાતી હોય છે, શરીર પોચું અને ભરેલું હોય છે.
તેમની નગ્નતાને, વ્યૂહાત્મક રીતે, તેમના માથાના કેશ, ખોપરીઓના હાર અને માનવ હાથોના
સ્કર્ટ વડે, ઢાંકી દઇને તેમનાં 'ભદ્ર' હોવાની મર્યાદાને સાચવી લેવાઈ છે.
પરંપરાગત રીતે કાલીને એક અન્ય દેવી, ચામુંડા,થી અલગ સ્વરૂપે રજુ કરાય છે. કાલીના દેહરચનાની ખાસીયત તેમની બહાર લબડતી જીભ છે જ્યારે ચામુંડાનૂં
શરીર (કંઈક અંશે) દુબળુંપાતળું હોય છે અને તેમના ગાલનાં હાડકાં, યુરોપમાં કૅટવૉક દરમ્યાન લાંઘણ ખેંચતી હોય તેવી દેખાતી મૉડેલ્સના ગાલનાં
હાડકાં જેવાં, ઊચે હોય છે. કાલી ધરતીનું એ સ્વરૂપ
છે જે પોતાની તરસ છીપાવવા લોહી પીએ છે; તો ચામુંડા બિનફળદ્રુપતા, ભૂખમરો અને મૃત્યુનું પ્રતિક છે. કાલીનું વાહન સિંહ છે તો ચામુડાનું વાહન
પિશાચ છે. કાલીને કાળી બિલાડીઓ જોડે સાંકળવામાં આવે છે, તો ચામુંડાને વીંછીઓ સાથે જોડવામાં આવે છે.
પરંતુ પાશ્ચાત્ય સાહિત્યમાં કાલીને અલગ જ રીતે રજુ કરાય છે. કોઈ નારી સ્વરૂપ
દૈવી તત્વ હોઈ શકે તે પશ્ચિમને ગળે જ નહોતું ઉતરતું. છેલ્લાં બે હજાર વર્ષમાં માતા
મેરીનાં કૌમાર્ય સ્વરૂપમાં એ લોકો આ પરિકલ્પનાની સૌથી વધારે નજદીક ગયાં છે. એટલે, શરૂઆતમાં તો તેઓ કાલીને લોહી પીતાં
દાનવનાં સ્વરૂપે જોતાં. ૧૯મી સદીનાં પૌવાર્ત્ય સાહિત્યમાં તે ઠગો અને ખુનીઓનાં
કુળદેવી તરીકે રજુ થયાં જે બલિ રૂપે લોહી માંગતાં હતાં. ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ
વીરો કાલીને પોતાનું ગૌરવ છીનવાયેલ ભારત માતાનાં સ્વરૂપે જોતા !
વીસમી સદીમાં, નારીવાદીઓ તેમને સામાજિક
રૂઢિઓમાંથી મુક્તિનાં પ્રતિક તરીકે જોયાં. , શરમાતાં શરમાતાં બેસીને, વિષ્ણુના પગનેચાંપતાં લક્ષ્મીજી
કરતાં કાલી બીજો છેડો હતાં. એમણે તો પોતાના પતિ શિવ પર નૃત્ય કર્યું. આ વિચાર
પાશ્ચાત્ય નારીવાદીઓને આકર્ષી ગયો અને તેમણે આ સ્વરૂપને શબ્દશઃ સ્વીકારી લીધું.
તેમની નગ્નતામાં તેઓને નર અને માદા વચ્ચેના પરંપરાગત રીતે જોવાતા સંબંધોની સામે
તેમનો વિરોધ અને ઉચ્છેદ દેખાયો. શિવની ઉપર રહીને તેમને મૈથુન કરતાં જોવામાં તેઓને
નારીની કામશક્તિનું ભારપૂર્વકનું પ્રતિપાદન દેખાયું. નવા યુગના ધર્મોમાં સરસ્વતી, લક્ષ્મી અને કાલીની સરખામણી દેવીનાં અનુક્રમે ત્રણ સ્વરૂપ - વસંત, ગ્રીષ્મ અને શિશિર, એટલે કે લાક્ષણિક દૃષ્ટિએ કુમારિકા, મહામાતા અને (કમરેથી બેવડ વળી ગયેલી) વૃદ્ધા - સાથે કરવામાં આવે છે. કાલી અને
ચામુંડાના સ્વરૂપ એકબીજામાં ભળીને
હવે ગાલનાં ઊંચાં હાડકાં અને લબડતી
જીભ વાળો, સુકલકડી,નગ્ન, કામુક અને લોહી-માંસથી ખરડાયેલ દેહ
બની રહેલ છે. આ સ્વરૂપ ભારી અવાજનાં સંગીતને પ્રાધાન્ય આપતાં હેવી મેટલ બૅન્ડને પણ
આકર્ષી ગયું.
સમયની સાથે કાલીનું આ સ્વરૂપ
પશ્ચિમમાં બહુ જાણીતું બનતું ગયું. ઘણા હિંદુઓ માટે આ સ્વરૂપ ઓળખી શકાય તેવું નથી.
ઘણાંને તો તે અપમાનજનક લાગે છે. પરંતુ જે લોકો ગુસ્સે થાય છે તેમણે એ વાત યાદ
રાખવી જોઈએ કે જ્યારે જ્યારે કલ્પનાઓ એક સંસ્કૃતિથી બીજી સંસ્કૃતિની સફર કરે છે
ત્યારે તે નવ નવા અર્થના આકાર લેતી જાય છે. અમેરિકાનાં નારીવાદીને કાલી જે દેખાય
છે તે ભારતનાં નારીવાદીથી અલગ જ હોઈ શકે છે અને આ બન્ને કલ્પનાઓ વળી કાલીના ભક્તો, તાંત્રિકોથી સાવ જ અલગ હોઈ શકે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પરનાં ચિત્ર વડે તો
આપણને યાદ આવવું જોઈએ કે માનવ સભ્યતાના વિકાસને કારણે અનેક માનવ (અને અન્ય) પ્રજાતિઓનાં લુપ્ત થવા
વિશે એ કુદરતનો પ્રકોપ દર્શાવે છે. હિંદુ શાસ્ત્રોમાં દૈવી ક્રોધને 'લીલા' કહે છે , જે એક મા તેનાં રિસાળ સંતાનની સાન ઠેકાણે લાવવા માટે દેખાડવા પુરતો કરે છે. પરંતુ
કાલીનાં આ દર્શનનાં લાગણીમય અર્થઘટનને યુરોપ અને અમેરિકાનાં ઘણાં કલાકારો અને નવા
યુગના તાંત્રિકો હવે સામાન્ય બની ગયેલ ભારતીય અસ્વીકાર અને 'સાચાં નારીવાદી અને મુક્ત કાલી'ને હેળવીને 'સભ્ય' બનાવવાની ચેષ્ટા કહેવાની દલીલ
કરશે. જલદીથી ગુસ્સે ન થતો ભારતીય તો, પ્રતિભાવ રૂપે, માત્ર પોતાના ડોળા ચકળવકળ કરશે અને (મુછમાં) મસ્તીખોર સ્મિત ફરકાવી લેશે.
- મિડ-ડે માં ૨૩ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, Kali’s tongue & cheek નો અનુવાદ : પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો