મહાભારતનાં યુદ્ધમાં કૌરવો અને પંડવોના ગુરુ દ્રોણનાં અવસાનની જે કથા છે તેના જેટલી સ્પષ્ટ રીતે આ બાબતની રજૂઆત કદાચ ક્યારે પણ નહીં થઈ હોય. દ્રોણે મહાભારતનાં યુદ્ધમાં ભિષ્મ પછી સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતુ, અને પાંડવોને બહુ જલ્દીજ સમજાઈ ગયું કે તેઓ એક મહાન પ્રતિપક્ષી સેનાપતિ સાબિત થઈ રહ્યા હતા.તેમને યુદ્ધમાંથી હઠાવવા માટે તેમનો યુદ્ધના મેદાનમાં વધ થાય તે અતિ આવશ્યક બનતું જતું હતું. કૃષ્ણએ એક યોજના ઘડી કાઢી જેમાં અશ્વત્થામા નામના હાથીનો વધ થયો છે તે મુજબની જાહેરાત એ રીતે કરવી કે દ્રોણાચાર્ય એમ માને કે તેમના પુત્ર અશ્વત્થામા હણાયો છે.આ સમાચાર સંભળીને દ્રોણ જરૂર એટલા વિચલિત થઈ જરૂર થઈ જશે કે તેઓ સચ્ચાઇની ખાત્રી કર્યા વિના જ પોતાં હથિયાર હેઠાં મુકી દેશે. થયું પણ બરાબર એ જ રીતે.
હાથી અશ્વત્થામાનો વધ થાય છે એટલે પાંડવ સૈન્યમાં અશ્વત્થામા મરાયો એવી ગુસપુસ થવા લાગે છે. આ વાત સાચી છે કે નહીં તે જાણવા દ્રોણ સત્યવચની યુધિષ્ઠરને પૂછે છે. યુધિષ્ઠિર હા તો કહે છે પણ સાથે સાથે એકદમ ધીરેથી બોલે છે કે તે નર કે હાથી હોઈ શકે. આ યોજનાની ધારી અસર થાય છે. વાત સંભળતાંવેંત જે દ્રોણ સાવ જ નિરાશ થઈને તેમનાં હથિયાર હેઠાં મુકી દે છે અને તે સાથે જ તેમનો વધ કરી દેવામાં આવે છે. તેમના ગુરુએ જે કંઈ કહેવામાં આવ્યું તે પુરૂં ન સાંભળયું એટલે પાંડવોનું કામ સરળ થઈ ગયું.
આ રોગનો ચેપ કોર્પોરેટ વિશ્વમાં તો બહુ વ્યાપકપણે પ્રસરેલો જોવા મળે છે. વરિષ્ઠ સંચાલન મંડળને પોતે જે કહે તે બંધાં સાંભળે તેમ અપેક્ષા રાખે છે પણ પણ પોતે સંભળવા નથી માગતું. તેજ રીતે માર્કેટીંગને કહેવાનું ઘણું હોય છે, પણ કંઈ સાંભળવું નથી હોતુ.કોઈ પણ મિટીંગમાં, બોસ કે તેના હાથ નીચેના કર્મચારીઓમાં સૌથી વધારે કોણ બોલે છે તે ધ્યાનથી જોજો. જો બૉસ ૫૦% થી વધારે બોલતા હશે તો તે સંભળવવાના મિજાજમાં છે. પણ જો તે ૫૦% કરતાં ઓછા સમય માટે બોલતા જોવા મળે તો તે સાંભળવા માટે તૈયાર હશે.
જોકે વાસ્તવમાં બધું એટલું સરળ નથી હોતું. એવુંપણ શક્ય છે કે જો બૉસે વર્તન વિજ્ઞાનના વર્ગો ભર્યા હોય તો તે મિટીંગમાં ઓછું બોલે અને બીજાને વધારે બોલવાની તક આપતા હોય. પણ એનો અર્થ એમ તો ક્યાંથી કરાય કે એ વધારે સાંભળે પણ છે!શક્ય છે કે તે તો એ રસમ માત્ર નિભાવતા હોય. બીજાં બોલતાં હોય ત્યારે કોઈ ન બોલતું હોય તેનો અર્થ એવો તો ન જ કરાયને કે તે જે બોલાઈ રહ્યું છે તે સાંભળે છે.
મોટા ભાગનં કર્મચારીઓને સમજાઈ જ ચુક્યું હોય છે કે પોતાને જે કહેવું છે તે સંભળવામાં બૉસને ખાસ રસ નથી, પણ એવા પ્રતિભાવ બતિભાવ સાંભળ્યા ન સંભળ્યા કરીને પોતે જે નક્કી કરેલ છે તે આદેશો કેમ સંભળાવી દેવા તે તેમને બરાબર આવડે પણ છે, અને ખરેખર તો ગમે પણ છે. એટલે ક્યાંતો તે સાંભળવાનું જ બંધ કરી દે અને જો કદાચ ચાલાક હોય તો, બરાબર તાલમાં ડોકું ધુણાવતા રહીને સાંભળવાનો કે ખુબ જ ધ્યાનપૂર્વક નોંધ ટપકાવીને (પણ પછી ક્યારે તેની સામે નજર સુધ્ધાં ન કરે) સામેનાની વાત પર ધ્યાન આપે છે તેમ દેખાડવાનો માત્ર ડોળ જ કરે. મોટા ભાગના બૉસ માટે જે કર્મચારી તેના દીર્ઘ એકપક્ષી વાક્પ્રવાહમાં અવરોધ ન કરે તે કર્મચારી બહુ જ સારો. થાકી, કંટાળીને રસવિહિન બની ગયેલ કર્મચારીની તેમને એટલી પડી નથી હોતી કે તેમની બધી વાતો હવે સામે સાવ બહેરા બની ગયેલા કાનો પર જ પડી રહી છે તે સમજવા કે વિચારવાની જરૂર હોઇ શકે એમ વિચારવાની પણ તેને જરૂર નથી અનુભવાતી.
જ્યારે આપણો વાત કે વ્યક્તિ જોડે ખાસ કંઈ સંબંધ હોય ત્યારે જ આપણે એ વાત કે વ્યક્તિને ધ્યાનથી સંભળતાં હોઈએ છીએ. અથવા તો આપણને એમ જણાય કે સામેની વ્યક્તિએ કંઈક મહત્ત્વનું કહેવાનું છે તો તેને ધ્યાનથી સાંભળીશું. ઘણી વાર, એવું પણ બનતું હોય છે કે સામેની વ્યક્તિ શું કહેવાની છે તેનો આપણને ખ્યાલ હોય છે. એવા સમયે આપણે એ વાતને સાંભળવા માટે ખાસ તૈયાર ન રહેવાને બદલે પહેલેથી જ વચ્ચે વચ્ચે કુદી પડીને પછીના મુદ્દા પર વાત ખેંચી જતાં હોઈએ છીએ. એ વ્યક્તિ શું કહેવાની છે તે આપણને ભલે ખબર હોય પણ વાતને વચ્ચે વચ્ચેથી કાપી નાખવાથી જે વ્યક્તિ તે વાત કહી રહી છે તે તો તેની વાત ધ્યાનપૂર્વક ન સંભળાઈ એટલે અપમાનિત થવાનો ભાવ અનુભવશે, અને છેવટે બોલવાનું જ બંધ કરી દેશે.
કેટલાક નેતૃત્વ તાલીમ માર્ગદર્શકો એવું પણ સુચન કરે છે કે સામેની વ્યક્તિ પોતાની વાત પુરી કરે એટલે તમે તેની વાત સાંહળી છે તે વાતનો સ્સ્વીકાર દર્શાવવા માટે તેનો ટુંક સાર કહી જાઓ. તેથી એ વ્યક્તિને એમ લાગશે કે તમે તેની વાત ધ્યાનથી સાંભળી છે. સમગ્ર ચર્ચાનો સાર એટલો કે જો જો તમે ખરેખર જ એમ માનવા લાગશો કે આસપાસની દુનિયામાં, દરેક વ્યક્તિ પાસેથી, કંઈને કંઈ નવું શીખવાનું હોય જ છે તો ધ્યાનથી સાંભળવું એટલું અઘરૂં નહીં પડે. જોકે સતા પરનાં પદ પર બેઠેલાં ઘણાં સફળ લોકો એમ નથી (પણ) માનતાં!
- ધ ઈકોનોમિક ટાઈમ્સમાં ૧૦ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ
પ્રકાશિત થયેલ.
- દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, What is told and heardનો અનુવાદ | પ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો