બુધવાર, 4 જાન્યુઆરી, 2023

મન દ્વારા ઉભી કરાયેલી કિલ્લેબંધી - દેવદત્ત પટ્ટનાઈક

રામાયણમાં રામ તેમ જ રાવણ બન્ને રાજાઓનાં દેવી દુર્ગાની ભક્તિ કરે છે. નવરાત્રીનો ઉત્સવ પણ તેમને જ
સમર્પિત થયેલ છે. મા દુર્ગાને સિંહ પર વિરાજમાન, બન્ને હાથોમાં અનેક અસ્ત્રશસ્ત્ર ધારણ કરેલ અને મહિષાસુર સાથે યુદ્ધ કરતાં કલ્પવામાં આવે છે. દુર્ગા શબ્દનું મૂળ 'દુર્ગ - કિલ્લો' સાથે સંકળાયેલું છે. શાબ્દિક અર્થ ઉપરાંત 'કિલ્લા'નો સંદર્ભ આપણા મનમાં રચાતા 'હવાઈ કિલ્લા' સાથે પણ ગણી શકાય. એ અર્થમાં દુર્ગા આપણે વ્યક્તિગત સ્તરે કોર્પોરેટ વિશ્વ સામે રચાતાં રહેતા માનસિક કિલ્લાનાં પણ મા દુર્ગા અધિષ્ઠાત્રી છે.

કોર્પોરેટ વિશ્વ માટે ભલે જે કંઈ કહેવાતું હોય, પરંતુ એક વાત તો જરૂર નોંધવી ઘટે કે આપણી ડગલે ને પગલે આપણે માનહાની કરતાં રહેતાં કે સહભાગીતા અને અધિકારસંપન્નાતાની વાતો અને સુત્રો નાં વધતાં જતાં ચલણ છતાં આપણને પોતાના અંકુશમાં જ રાખી મુકતાં, આપણી સ્વતંત્રતા પર અનેક મર્યાદાઓ લાદતાં એ વિશ્વની સાથે આપણું જોડાણ અને આપણી જાતને હવાલે કરવાની વૃત્તિ આપણી સ્વૈચ્છિક તો છે.

આખી પ્રક્રિયા જૂઓ: કોઈ એક કંપનીમાં જોડાવાનું નક્કી કરીએ, એટલે સહમતીનું કરારનામું સહી કરવું પડે. પછી કંપનીમાં દાખલ થતાં જ કંપનીની રીતરસમો વિશે માહિતગાર કરતા તાલીમ વર્ગો અને મિટિંગોમાં માં જોડાવાનું. અહીં આપણને બતાવવામાં આવે કે કંપનીમાં સરળતાથી કામ કરતાં કરતાં આગળ જવું હોય તો ક્યાં ક્યારે કેમ વર્તવું. પછી દરરોજ કંપનીમાં આવતી વખતે, જતી વખતે અને કામકાજ દરમ્યાન કેમ વર્તવું વગેરેની પ્રક્રિયાઓને સમજીને સ્વીકારવાની. મિટિંગ્સ કેમ લેવી, ઈંટરવ્યુ કેમ લેવા, નવાં લોકોને કામ પર શી રીતે રાખવાં, તેમની કામગીરીનું મૂલ્યાંકન કેમ કરવું, તેમની સરાહના કેમ કરવી અને કેમ તેમને રૂખસદ આપવી ત્યાં સુધીની દરેક બાબતો માટેની માર્ગદર્શિકાઓ સમજવી અને અપનાવવી. આપણો તો જાણે કેમ કોઈ અવાજ ન હોય એમ વરિષ્ઠ સંચાલકોને યોગ્ય લાગી તેવી પ્રક્રિયાઓમાં આપણી જાતને બંધ બેસાડી દેવાની. તમારા હક્કની રજા મળે તે પણ જાણે તમારા માટે ઉપકાર હોય એવું લાગે અને તેમ છતાં એ રજાઓ દરમ્યાન ક્યાંક આપણને 'વધારાની જણસ' જાહેર કરી દેવાશે એવા ભયની તલવાર તો તોળાયેલી જ રહે.

નવીસવી કંપનીઓમં આવાં અધિકારગ્રહણો ઓછાં હોય પણ જેમ જેમ કંપનીનું કદ વધતું જાય તેમ તેનું પ્રમાણ વધતું જાય. આવી સંચાલન પ્રણાલિકાઓનાં મુળમાં એકેશ્વરવાદી પુરાણકથાઓ છે જેના અનુસાર આપણને કેંદ્રસ્થ અંકુશો પસંદ પડે છે. નવી ટેક્નોલોજિઓ પાછી એમાં ઉમેરા કરવામાં મદદ કરવા તૈયાર જ હોય. એટલે કેમ વિચારવું અને કેમ માહિતી સંગ્રહ એકઠો કરવો એ માટે અવનવી ટેમ્પ્લેટો અને ફૉર્મ શોધાતાં જ રહે. ટેમ્પ્લેટ વાપરનારા વર્ગ કરતાં તેને બનાવનાર વર્ગ વધારે સત્તાવાહી ગણાય. પાછું આપણને કહેવામાં એમ આવે કે આ બધું તો વ્યાપક શ્રેય હિતાર્થે છે.

એટલે કર્મચારીઓ છટકવાના રસ્તા શોધવાનું કરતાં રહે છે. જે અધિકારગ્રહણ તેમને સતત સહેવાનું છે તેને મર્યાદિત કરવા માટે તેઓ અવનવા માર્ગો શોધતાં રહે છે. એ માટેનો એક સૌથી સરળ રસ્તો છે જ્યારે પોતાનાં કુટુંબ સાથે હોઈએ ત્યારે બૉસનો ફોન આવે તો ફોન બંધ બંધ કરી દેવાનો. કે પછી ટાઉન હૉલ મિટિંગો જેવી કંપનીની વિવિધ રીતરસમો કે સામાજિક જવાબદારીઓ માટેની કંપનીની પહેલો જેવી બાબતો માટે ધરાર દુર્લક્ષ્ય સેવવાં જેવા રસ્તા પણ અખત્યાર કરવા પડે.

મોટી સંસ્થાઓમાં નવી ટેક્નોલોજિઓ સર્જિત આવાં વ્યક્તિગત ભાવનાવિહિન વાતાવરણનાં સર્જન બાબતે 'સારા' અગ્રણીઓ સજાગ હોય છે. સંસ્થાઓમાંથી લુપ્ત થતી લાગણીશીલતાના આ ક્ષયને રોકવા બાબતે તે ખાસ પ્રયત્નો કરે છે. સવેદંનશીલ નેતૃત્વ પ્રક્રિયા માટે આવશ્યક છે તે કરતાં પણ પોતે પણ એક જીવતું જાગતું માણસ છે એટલે પોતાની ટીમને ખુશખુશાલ રાખવી, તેમના ગમાઅણગમા વિષે સવાદ બનાવ્યે રાખવા વિશે તે સતત પ્રયત્નશીલ રહે છે. કંપનીની સલામતીને જોખમમાં મુક્યા સિવાય અને પ્રક્રિયા ઑડીટરોને ચિંતા ન થાય એ રીતે વીરડીઓની નાની નાની સરવાણીઓ વહેતી રહે તે માટે તે સદા પ્રયત્નશીલ રહે છે. આનાથી વધારે તેના વશમાં હોતું પણ નથી. મધ્યમ સ્તરના સંચાલન વર્ગે તો પોતાના હાથ નીચેનાં કર્મચારીઓનાં સામર્થ્યીકરણ માટે આ બાબતે વિશેષ પ્રયત્નશીલ રહેવું જરૂરી બની જતું હોય છે પોતાની ટીમો પર સુચનાઓનાં તીરોનો વરસાદ વખતે, કોર્પોરેટ જીવનની અનિવાર્ય બની જરી બેડીઓની ચુંગાલમાં પોતાની સાથેની ટીમો કેદ ન બની રહે અને પોતાની સ્વતંત્ર ઇચ્છાઓને મુરજાવી નાખીને પાળેલાં પ્રાણીની જેમ વર્તવાની ફરજ ન પડે એ માટે તેમણે દુર્ગાની સુરક્ષાનું કવચ પણ રચતાં રહેવું જોઈશે.

  • ધ ઇકોનોમિક ટાઈમ્સમાં ૫ ઓક્ટોબર૨૦૧૫ના રોજ પ્રકાશિત થયેલ.
  • દેવદત્ત.કૉમ,પરના અસલ અંગ્રેજી લેખ, A Psychological Fortressનો અનુવાદપ્રયોજિત પુરાણશાસ્ત્રવિદ્યા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો