શુક્રવાર, 13 જાન્યુઆરી, 2023

સ્વ-વિકાસ : વિચાર વલોણું - અનુભવ અને નૈપુણ્ય - કેટલાક વિચારો

 

તન્મય વોરા

બાળક જ્યારે સંગીત શીખવાનું ચાલુ કરે છે ત્યારે તેનામાં સંગીતની પરખની ક્ષમતા પાંગરે છે. ધીમે ધીમે એ જે સૂર સાંભળે તે વગાડી શકવા જેટલી પ્રાથમિક ક્ષમતા પણ તે કેળવી લે છે. 

થોડાં વધારે વર્ષોના અભ્યાસ પછી એ સૂરની નકલ કર્યા સિવાય પોતાની સૂઝથી સંગીત વાદ્ય વગાડી શકવા જેટલી ક્ષમતા કેળવી લે છે. જે શુર તેણે અત્યાર સુધી ધ્યાનથી સંભળીને જ વગાડવા પડતા તે હવે તેને સહજ થવા લાગે છે. કોઈ પણ નવું ગીત કે ધુન સાંભળવાની સાથે જ તે તેને વગાડી પણ શકે એટલું તે હવે કેળવાઈ ગયું હોય છે. 

હજુ થોડાં વર્ષ એ પદ્ધતિસરનો અભાસ ચાલુ રાખે તો હવે તે પોતાની રીતે સાંભળેલાં ગીતમાં પોતાનું અર્થઘટન ઉમેરીને નવી સ્વર બાંધણી રચી શકવા જેટલી કાબેલેયિત પણ હાંસિલ કરી લઈ શકે છે.  એ પોતાના મનોભાવ કે શ્રોતાઓની માગણી અનુસાર રચનામાં તત્ક્ષણ વૈવિધ્ય પણ ઉમેરી શકવાની ક્ષમતા પણ મેળવી લઈ શકે છે. તેની રચનામાંથી નીકળતા દરેક સૂર પર તેની આગવી છાપ પણ હવે જોઈ શકાય છે. એ તેનું નૈપુણ્ય છે. 

વર્ષોના અનુભવોનું નૈપુણ્યમાં પરાવર્તન થાય તે બહુ મહત્ત્વનું છે.

કામની યુક્તિપ્રયુક્તિને અતિક્રમીને વિચારી શકવું. પોતાનં કામને  વ્યાપક સંદર્ભભમાં સાંકળી શકવું. ઘટના બને તે પહેલાંથી જ તેને પારખી લઈ શકવી , ઊંડી સૂઝની કેળવણી અને  સાર્થક તારણ પર આવી શકવાની ક્ષમતા. જે કંઈ કરીએ તે સાતાત્યપૂર્ણ ગુણવત્તા સાથે કરી શકવું. દરેક વખતે નવી ઊંચાઈઓ સર કરવી. ઓછા સમયમાં ઘણું કામ કરી શકવું કે એક જ કામને આવશ્યકતા મુજબ નવી નવી રીતે કરી શકવું. નવા નવા પ્રયોગો કરી શકવા. પોતાનાં અને આસપાસનાં વાતાવરણમાં સકારાત્મકતા ફેલાવવી. હવે જે કામ કરવામાં આવે તેને માપવા માટે નવા માપદંડો રચવા પડે એ કક્ષાએ પહોંચવું.  

ખરી નિપુણતાની આ બધી લાક્ષણિકતાઓ છે, જેના વડે આપણું મૂલ્ય વધે છે.

– – – – –

પાદ નોંધ.: અનુભવ વધે તેમ નૈપુણ્ય પણ વધે એ જરૂરી નથી. વધારે જ્ઞાન એ પણ વધારે નૈપુણ્યની અકસીર ચાવી નથી એ પણ સમજવું આવશ્યક છે. જરૂર છે એ અનુભવ કે જ્ઞાનનૉ યથોચિત ઉપયોગ કરી શકવાની ક્ષમતા. આજે હવે જ્ઞાન તો પ્રમાણમાં સરળતાથી મેળવી શકાય છે, પણ તેને અમલમાં મુકી શકવાની ક્ષમતા માટે વ્યક્તિની અંદરની શક્તિઓને જે વ્યક્તિ ઉપર જણાવ્યા મુજબ કેળવી શકે છે તે જ સરેરાશ લોકોથી ઉપર તરી આવી શકે છે. 

સ્ત્રોત સંદર્ભ:  Experience and Expertise – A Few Thoughts

અનુવાદકઃ અશોક વૈષ્ણવ, અમદાવાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો